જય વિરાણી, કેશોદ
કેશોદમાં દિવસેને દિવસે નાના મોટી ચોરી નાં બનાવો વધવા પામ્યા છે તેમાં ઘરફોડ ચોરી, મોબાઈલ ચોરી , ટુ વ્હીલર ચોરીની ઘટના સામે આવતી હોય છે. ચોર દાગીના ચોરી જાય પૈસા ચોરી જાય કદાચ કોઈ ચોરમાં બેન્કમાં ચોરી કરવાની પણ હિંમત આવી જાય પરંતુ કોઈ ભેંસ શું કામ ચોરી કરે ? ત્યારે કેશોદમાં ભેંસ ચોરીની ઘટના સામે આવી છે. એક ચોર આવીને ઘાસ ચરતી ભેંસને લઈને ભાગી ગયો હતો.
તારીખ 20-07નાં રોજ એક ભેંસ ચોરતા કેશોદ પોલીસ માં ફરિયાદીએ કેશોદ પોલીસમાં અરજી આપી છે. આ અરજીમાં જણાવ્યું છે કે કેશોદના ઉતાવળિયા નદી કાંઠા પાસે આવેલ માધવ મીલ પાસે ફરિયાદી વનીતાબેન રમેશભાઈ ચાંડપા રહેતા હતા.
તેને પાસે તેની માલિકીની ભેંસ ઘરના પાછળના ભાગમાં ચરવા મુકેલ હતી ત્યારે કોઈ અજાણ્ય શખ્સે આ ભેંસ ચોરી કરીને લઈ ગયો હતો. કેશોદ પોલીસમાં ફરિયાદી વનીતાબેન ચાંડપા એ અજાણ્યા આરોપી સામે અરજી કરી છે અને યોગ્ય તપાસ કરવા માંગ કરી છે.