ખુન કેસના આરોપી મુસ્લીમ શખ્સે ફરી લખણ ઝળકાવ્યા આહિર શખ્સને ધીબી નાખ્યો

ઉપલેટામાં  ગત રાત્રે બંધ મકાનમાંથી રોકડ, સોનું , ચાંદીના દાગીના સહીત પાંચ લાખની ચોરી તસ્કરો કરી પોલીસને ચેલેન્જ કરી જતા પ્રજામાં ભયના માહોલ ફેલાઇ ગયો છે જયારે બીજા બનાવમાં માથાભારે મુસ્લીમ શખ્સ ૩૦૨ જેવા ગંભીર ગુનામાં જામીન પર છુટી આહિશ શન્સને માર મારી જાહેરમાં ઢીબી નાખતા લોકો રોડ પર ફાઇટીંગ જોવા ઉભા રહી ગયા હતા.

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જેની જવાબદાર છે તે પોલીસને પણ જાહેરમાં મારનાર આરોપી પણ હવામાં આંગળી ગયા છે ત્યારે આવા ગંભીર બનાવો બનવા છતાં પોલીસ કોઇ આકરી કાર્યવાહી નહિ કરતા પ્રજામાં પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી છે. પ્રથમ બનાવમાં શહેરના બસ સ્ટેન્ડ પાછળ આવેલ વર્ધમાન નગરમાં બ્લોક નં. એ-૧૪ માં રહેતા સોની પરીવારના મકાનમાં તસ્કોરોએ પરોણા કરી પાંચ લાખની મત્તા ઉસેડી જતા પોલીસ સામે તસ્કરોએ ચેલેન્જ કરી છે.2 57વર્ધમાન નગરમાં રહેતા સોની પરેશભાઇ રસીકભાઇ માંડલીયા (ઉ.વ.૫૨) પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ કે તેઓ બહાર ગામ હતા ત્યારે તસ્કરો ઘરમાં પ્રવેશી કબાટમાં રાખેલા ૧૭ર ગ્રામના સોનાના દાગીના કિમત રૂ ચાર લાખ ત્રિસ હજાર, ચાંદીના પ૦૦ ગ્રામના દાગીના કિમત રૂ એકાવન હજાર મળી કુલ રૂ પ લાખ એક હજારની ચોરીની ફરીયાદ નોંધાવેલ હતી.

ફરીયાદના આધારે પોલીસે આરોપીની શોધખોળ શરુ કરેલી હતી આ અંગેની તપાસ ઉપલેટાના ઇન્સ. ચાર્જ પી.એસ.આઇ. બાટવા ચલાવી રહ્યા છે. જયારે બીજા બનાવમાં પોલીસમાં કોઇ ડર ન હોય તે રીતે અગાવું ખુન સહીત બનાવમાં પોલીસ ચોપડે ચડી ચુકેલા અને તાજેતરમાં જ ખુનના ગુનામાં કોર્ટ જામીન ઉપર મુકત કરેલા મુસ્લીમ શખ્સ લખણ જણાકાવેલા હતા આ બનાવમાં શહેરમાં ટ્રક ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા આહીર મેહુલ રમેશભાઇ ભિંભા (ઉ.વ.ર૦) રહે સુવા પ્લોટ વાળા પોતાની કાર લઇને રાજમાર્ગ રોડ ઉપર જઇ રહ્યા હતા3 45 ત્યારે તેઓએ સાઇડ લેવા માટે હાથ બહાર કાઢતા પાછળથી આવી રહેલા મુસ્લીમ શખ્સ જાવીદ આમદ મિયાણા રહે પોલીસ લાઇન સામે ફરીયાદીને રોડ ઉપર ગાડીમાંથી હેથો ઉતારી માથાના વાળ પકડી જાહેરમાં ફીલ્મી ઢબે ઢોલાઇ કરતા લોકોના ટોળા જોવા ઉભા રહી ગયા હતા. આવા હાથ અડી જવાના નજીવા બાબતે માથાભારે શખ્સ ને જાણે પોલીસનો ડન ન હોય તે રીતે જાહેરમાં આહિર યુવાનને માર મારતા પોલીસે આકરી કાર્યવાહી કરે તેવી પ્રજામાં માંગ ઉઠવા પામી છે.

પોલીસને માર મારનાર આરોપી હવામાં ઓગળી ગયા થોડાક સમય પહેલા શહેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસમેન જયેશભાઇ  દાફડા ઉપર ગાડી ચેક નહી કરવા દેવાના બહાને જાહેર રોડ ઉપર પિતા પુત્ર સહીત પાંચ મુસ્લીમ શખ્સોએ હુમલો કરેલ ે આરોપી પણ આજદીન સુધી

નહી પકડાતા પ્રજામાં આવી ચર્ચા થઇ રહી છે કે આરોપી હવામાં ઓગળી ગયા છે.

ઉપલેટા શહેર વેપારી ઉઘોગ માટે શાંત ગણાતા હવે ધીરે ધીરે પોલીસનાી ઢાંક ઉઠવા ને કારણે લુખ્ખાઓ બે ફામ બન્યા છે જો પોલીસ દ્વારા આવી ઢીલી નીતી રાખવામાં આવશે આવનારા દિવસોમાં શહેર બીજી બિહાર બનતા વાર નહી લાગે ત્યારે પોલીસ આકરી કાર્યવાહી  કરે તેવી પ્રજામાંથી માંગ ઉઠવા પામી છે.

જેતપુરથી ડીવાયએસપી ભરવાડ દોડી આવ્યા

ઉપલેટા શહેરમાં છેલ્લા ૧પ દિવસ થયા માથાભારે શખ્સોને જાણે પોલીસનો ડર ના હોય તે રીતે જાહેરમાં સીન સપાટા નારી શહેરનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહેલા શખ્સો સામે સ્થાનીક પોલીસ કાર્યવાહી કરે કે ન કરે પણ કડક અધિકારીની છાપ ધરાવતા જેતપુરના ડીવાયએસપી ભરવાડ ગઇ કાલે પોલીસ સ્ટેશને દોડી આવી આહિર શખ્સને જાહેરમાં માર મારનાર મુસ્લીમ શખ્સ જાવીદ ઉફે જાવોની આગવી સરભરા કરી તેની શાન ઠેકાણે લાવી દીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.