અમરેલી શહેરના નગરપાલિકાના ટાઉન હોલમાં તસ્કરો ત્રાટકતા ટાઉન હોલમાં ફિટ કરેલી રૂ.૨૨ લાખની સાઉન્ડ સીસ્ટમની ચોરીની ઘટનાથી શહેરમાં પોલીસ પેટ્રોલીંગ સામે પ્રશ્ર્નાર્થ સર્જાયેલ છે. પ્રાપ્ત વિગત મુજબ અમરેલી નગરપાલિકા દ્વારા પાંચેક વર્ષ પહેલા બનાવવામાં આવેલ ટાઉન હોલ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવેલ હતો. જેમાં રૂ.૨૨ લાખ રૂપિયાના ખર્ચે અતિઆધુનિક સાઉન્ડ સીસ્ટમ ફિટ કરવામાં આવેલ. જેમાં રાત્રીના ચોકીદારના અભાવે ગતરાતના તસ્કરો ત્રાટકેલ હતા. ટાઉન હોલના પાછળ દરવાજામાં અંદરથી મારેલ લોકને તોડી તસ્કરો ફોર વ્હીલ વાહન અંદર ઘુસાડી લાખોની સાઉન્ડ સીસ્ટમની ચોરી કરી પલાયન થઈ ગયેલ હતા. ટાઉન હોલમાં સીસીટીવી કેમેરા પણ ન હોવાના કારણે તસ્કરોએ આરામથી ચોરી કરેલ હતી. પાલિકાના કર્મચારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધતા તજવીજ હાથ ધરેલ છે.
Trending
- BMW એ તેની ન્યુ BMW R 12 GS નું ટીઝર બહાર પાડ્યું…
- Vivo appleને જંગી ટક્કર આપવા તૈયાર…
- આ દિવસથી ચૈત્ર નવરાત્રીનો થશે પ્રારંભ,જાણો અખંડ જ્યોતિના નિયમો અને શુભ મુહૂર્ત..!
- આજના ઘણા ગણિતના સિદ્ધાંતો પ્રાચીન સંસ્કૃતિઓમાં જોવા મળે છે
- આજનું રાશિફળ : આ રાશિના જાતકો વિચારોનું આદાન પ્રદાન કરી શકે, મનોમંથન કરી શકો, કાર્ય માટે નવી યોજના બનાવી શકો.
- થેંક્યું કે સોરી, શું કહેવું પસંદ કરો છો?
- છત્તીસગઢમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ
- ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત કરોડો નાણા ગૃહ રાજ્ય મંત્રીએ મૂળ માલિકને પરત કર્યા