સુરત: સિવિલ હોસ્પિટલના સ્ટેમસેલ બિલ્ડિંગમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 21 માર્ચની રાત્રે હોસ્પિટલના ડિલિવરી રૂમમાંથી એક નવજાત બાળકની ચોરી થયાની ઘટના સામે આવી છે. બાળક ચોરીની જાણ થતા જ હોસ્પિટલમાં ભારે હલચલ મચી ગઈ હતી.
સિવિલ હોસ્પિટલના સ્ટેમસેલ બિલ્ડિંગમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 21 માર્ચની રાત્રે હોસ્પિટલના ડિલિવરી રૂમમાંથી એક નવજાત બાળકની ચોરી થયાની ઘટના સામે આવી છે. બાળક ચોરીની જાણ થતા જ હોસ્પિટલમાં ભારે હલચલ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ હોસ્પિટલ પ્રશાસન અને સુરત પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગયું હતું. સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમોએ હોસ્પિટલમાં પહોંચી સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતાં, જેમાં એક મહિલા બાળકને લઈને જતી દેખાઈ રહી છે.
મળતી માહિતી અનુસાર, શુક્રવારે રાત્રે હોસ્પિટલના ડિલિવરી રૂમમાંથી એક નવજાત બાળકની ચોરી થયાની ઘટના સામે આવી છે. બાળક ચોરીની જાણ થતા જ હોસ્પિટલમાં ભારે હલચલ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ હોસ્પિટલ પ્રશાસન અને સુરત પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગયું હતું. સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ ટીમોએ હોસ્પિટલમાં તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજ ચેક કરીને આરોપી મહિલા સુધી પહોંચવાના પ્રયત્નો હાથ ધર્યા છે.
જે બાદ સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાતે આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ આવ્યા હતા. હાલ સુપ્રિટેન્ડેન્ટ રજા પર હોવાથી સુપ્રિટેન્ડેન્ટનો ચાર્જ ડોક્ટર પારુલ વડગામાને આપવામાં આવ્યો છે. આરોગ્ય કમિશનરની મુલાકાત દરમિયાન વિવિધ વિભાગો સાથે બેઠક કરવામાં આવી હતી જેમાં તમામ સુવિધાઓ અને સુરક્ષાને લઈને ઈનચાર્જ સુપ્રિટેન્ડેન્ટે વાહવાહી લૂંટી હતી. અને એ મુલાકાતની રાત્રે જ સુરત સિવિલ હોસ્પિટલમાં બાળકની ચોરીની ઘટના બનતા સુરત સિવિલ હોસ્પિટલના વહીવટકર્તાઓની કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે.
પાંડેસરા બમરોલી રોડ ખાતે આવેલ ગોવર્ધન નગરમાં 23 વર્ષીય સંધ્યા ધીરજ શુક્લા પરિવાર સાથે રહે છે. શુક્રવારે સવારે સંધ્યાને પ્રસૂતિનો દુખાવો ઉપડયો હતો. જેથી પરિવારજનો તેણીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં સ્ટેમસેલ બિલ્ડિંગમાં તેણીને દાખલ કરવામાં આવી હતી. દરમિયાન સાંજના સમયે સંધ્યાએ બાળકને જન્મ આપ્યું હતું. બાદમાં બાળક અને સંધ્યાને બિલ્ડિંગમાં બીજા માળે વધુ સારવાર માટે દાખલ કર્યા હતા.
ત્રિલોકેશ શુક્લા (ભોગ બનનારના મોટા ભાઈ)એ જણાવ્યું હતું કે, મારા નાના ભાઈના ઘરે દીકરાનો જન્મ થયો હતો. સાંજે 7:00 વાગે દીકરાને જન્મ આપ્યો હતો. મારી નાની બહેન આવી અને બાળકને જોયું હતું. ત્યારબાદ કપડાની જરૂર હોવાથી ત્યાં લાવારીસ બેસેલી મહિલાએ બાળકને આપીને મારી બહેનને કપડું લેવા જવા માટે કહ્યું હતું. ત્યારબાદ કાચની પેટીમાં મૂકવાનું હતું પણ મારી બહેન પરત આવી તો એ મહિલા બાળકને લઈને જતી રહી હતી.
રાત્રે 9 વાગ્યાના સુમારે નજર ચૂકવીને એક મહિલા બાળકને થેલામાં નાખી ચોરી કરીને પલાયન થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા પરિવારે હોસ્પિટલમાં શોધખોળ હાથ ધરી હતી. જોકે બાળકનો કોઈ પણ પત્તો લાગ્યો ન હતો. આ સાથે જ હોસ્પિટલ તંત્રને પણ જાણ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.
હોસ્પિટલના CCTV ફૂટેજમાં એક અજાણી મહિલા બાળકની માતા પર લગભગ 3 કલાક સુધી નજર રાખતી જોવા મળી હતી. ત્યારબાદ, તેણી સાવચેતીપૂર્વક બાળકને થેલામાં મૂકીને હોસ્પિટલની બહાર લઈ જતી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ખટોદરા પોલીસ સ્થળે દોડી આવી હતી. 4 પોલીસ ઇન્સ્પેકટર સહિત 60થી વધુ પોલીસ કર્મીઓ સ્થળે દોડી આવ્યા હતા અને સીસીટીવી ફૂટેજ ચેક કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમજ હોસ્પિટલમાં આવતા જતા તમામ લોકોની ખાસ તપાસ હાથ ધરવામાં આવી હતી.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય