- પોલીસે 10 કલાકમાં 1પ વિસ્તારના સીસી ટીવીના કુટેજ પરથી તસ્કરને દબોચી લીધો
- ભાડાનું મકાન શોધવા નિકળેલા પ્રૌઢે રૂ. 7 લાખના ધરેણાનો હાથ ફેરો કર્યો તો
શહેરના સત્યસાઇ મેઇન રોડ પર આવેલા શ્રીજી કૃપા બંગલોમાં આવેલા કારખાનેદારના મકાનમાં થયેલી લાખોની મત્તાની ચોરીનો ભેેદ પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી એકા.ન્ટનટની ધરપકડ કરી છે. ભાડાનું મકાન ગોતવા નીકળેલા પ્રોેઢે જ ધરેણા પર હાથફેરો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શ્રીજી કૃપા સોસાયટીના બંગ્લોઝમાં રહેતા કારખાનેદાર ભાવેશભાઇ ખુંટના પત્ની મીરાલીબેને પોતાના ઘરમાંથી રૂ. 6.97 લાખના ધરેણાની ચોરી કર્યાની ફરીયાદ પોલીસે ચોપડે નોંધાવી હતી. ઘટનાના પગલે તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એમ.કે. પુરોહિત સહીતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી.
મીરાલીબેનના જણાવ્યા મુજબ પોતે બાળકો સાથે બગીચામાં ફરવા ગયા તે દરમિયાન અજાણ્યા તસ્કરે માત્ર એક કલાકમાં ઘરના કબાટમાંથી રૂ. 6.97 લાખના સોનાના ધરેણાની ચોરી કર્યાનું જણાવ્યું હતું.
તાલુકા પોલીસે ઘટનાની નોંધ કરી મકાનની આસપાસના સીસી ટીવી કેમેરા ચેક કરતા એક શખ્સ મકાનમાંથી બહાર આવતો હોવાનું નજરે ચડયું હતું. ત્યારબાદ પોલીસે સતત 18 કલાક સુધી 1પ વિસ્તારના સીસી ટીવી કુટેજ તપાસતા ચોરીનું પગેરુ સ્વામીનારાયણ ચોક પાસે આવેલા કૃષ્ણનગર-8 સુધી પહોચ્યું હતું.
સીસી ટીવી કુટેજમાં કેદ થયેલા વર્ણવના આધારે તે શખ્સ કૃષ્ણનગરમાં રહેતો એકાઉન્ટન્ટ બીપીન રાચ્છ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બીપીનની અટકાયત કરી આગવી ઢબે પુછતાછ કરતા ચોરી કર્યાની કબુલાત આપી હતી. પોલીસે તસ્કર પાસેથી ચોરાઉ રૂ. 6.97 લાખના ધરેણા જપ્ત કર્યા હતા.તસ્કર બીપીન રાચ્છે પોલીસ સમક્ષ જણાવ્યું હતુઁ કે પોતાને શ્રીજીકૃપા બંગલોઝમાં ભાડાનું મકાન રાખવું હોય તેથી તે વિસ્તારમાં ગયો હતો. અને કારખાનેદારનું મકાન ખુલ્લુ જોતા ધરેણા પર હાથફેરો કર્યાની કબુલાત આપી હતી.