ગૃહે ગે અને આંતર જાતીય લગ્નોના રક્ષણ માટેના બીલને મંજૂર કર્યું
કોઇપણ પરિસ્થિતિ હોય લગ્નના સમાનતાને સ્વીકારવું જ પડે છે. અમેરિકન સંસદે મંગળવારે ગે સહિતના લગ્નોને માન્યતા આપી લગ્નના હક્કોને અબાધીત ગણાવ્યા છે. ડેમોક્રેટ કાયદામાં લગ્નની સમાનતા સુનિશ્ર્ચિત કરવાની તરફેણમાં એક તરફી દલીલો થઇ હતી જ્યારે રિપબ્લીકન સમલૈંગીક લગ્નને નકારવા માટે સ્પષ્ટ હતા.
મંગળવારે રોલકોલ 267-157 મત દ્વારા 47 રિપબ્લીકનના સમર્થન સાથે ગે સહિતના લગ્નોને માન્યતા આપવામાં આવી હતી. આ બીલ સમલૈંગીક લગ્ન માટે સુરક્ષા સ્થાપિત કરે છે અને દંપતિની જાતિ અથવા જાતિના આધારે લગ્નની માન્યતાને નકારવાથી કોઇપણને પ્રતિબંધિત કરે છે.
જીઓપી નેતાઓએ તેમના સભ્યોને બીલની વિરૂધ પાર્ટીલાઇન રાખવા દબાણ કર્યું ન હતું. સહાયકોએ જણાવ્યું હતું કે કુલ 47 રીપબ્લીકન તમામ ડેમોક્રેટને પાસ કરવા માટે આ મતદાનમાં જોડાયા હતા. રિસપેક્ટ ફોર મેરેજ એક્ટ સરળતાથી ડેમોક્રેટીક બહુમતી સાથે ગૃહમાં પસાર થાય છે ત્યારે તે સમાનરીતે વિભાજીત સેનેટમાં અટકી જાય તેવી શક્યતા છે.
સર્વોચ્ચ અદાલતે તેના સિમાચિહ્ન-1973, રોવી.વેડના ચુકાદાને ફગાવી દીધો હતો ત્યારે ગર્ભપાતના ફેડરલ અધિકારીને રદ્ કરવામાં આવ્યા પછી હાઉસ જ્યુડીસરી કમિટિના ચેરમેન જેરોલ્ડનાડલરે બીલને પ્રયોજીત કર્યું હતું. એક સહમત અભિપ્રાયમાં ન્યાય મૂર્તિ થોમસે જણાવ્યું હતું કે કોર્ટે તેના ભૂતકાળના ચુકાદાઓ પર પુન:વિચાર કરવો જોઇએ. જે ગર્ભનિરોધકની મંજૂરી અને 2015ના ગે લગ્નના અધિકારીની ખાતરી આપે છે. કારણ કે તેઓ રોજેવી કાનૂની દલીલો પર આધાર રાખે છે.
ડેમોક્રેટ્સે દલીલ કરી હતી કે જો કોર્ટ તેના ભૂતકાળની ચુકાદાની પુન:વિચારણાં કરે તો કોંગ્રેસે સમલૈંગીક લગ્નના અધિકારને સંઘીય કાયદામાં સમાવેશ કરવો જોઇએ. હાઉસ બીલ હેઠળ જો સુપ્રીમ કોર્ટ તેના અગાઉના ચુકાદાને ઉથલાવે તો હજુ પણ સમલૈગીંક લગ્નને પ્રતિબંધિત કરી શકે છે.
પરંતુ આવા રાજ્યોમાં થયેલા લગ્નોને માન્યતા આપવાની જરૂર છે જ્યાં તેઓ કાયદેસર રહે છે. ડેમોક્રેટ્સ આશા રાખી રહ્યા છે કે આ બીલ 8 નવેમ્બરની ચૂંટણી પહેલા રીપબ્લીકનથી વિપરિત બનશે. જેમાં વધતા જતા ફૂગાવા ડેમોક્રેટ્સ હાઉસ અને સેનેટ પર બહુમતી પકડને પડકારશે.