ટીવી-ફિલ્મો-નાટકોનાં જાણીતા  કલાકારો ને રોજ સાંજે 6 વાગે  લાઈવ રજૂ કરીને કોકોનટ થિયેટરની ‘ચાય-વાય અને રંગ મંચ’  શ્રેણી-ગુજરાતી તખ્તાને  સંગ સોશિયલ મીડીયામાં ધુમ મચાવી રહી છે. દેશ-વિદેશના ખૂણેખૂણેથી કલારસિકો જોડાયને જ્ઞાન સાથે  મનોરંજન  માણી રહ્યા છે. છેલ્લા બે  માસથી ચાલી રહેલ આ શ્રેણીમાં હાલ એકેડેમીક સેશન ચાલી રહ્યું છે. જેમાં ગુજરાતનાં નામાંકિત કલાકારો પોતાના અનુભવો શેર કરી રહ્યા છે.

કોકોનટ થિયેટર  પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણી

અબતક સોશિયલ મીડિયાના ફેસબુક પેઈજ ઉપર રોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું જીવંત પ્રસારણ માણો

ગુજરાતી રંગભૂમિના સુપ્રસિદ્ધ અને જાણીતા અભિનેત્રી  જયશ્રી પરીખ ગઈકાલે કોકોનટ થિયેટરના ચાય વાય એન્ડ રંગમંચ, ગુજરાતી તખ્તાને સંગ સિઝન 3 માં આવ્યા હતા. તેમણે “રંગભૂમિ એ મને શું શીખવ્યું” એ વિષય પર લાઈવ સેશન પર વાત કરી હતી. પોતાના ફેન મિત્રો અને નાટકના રંગકર્મીઓ સાથે વાત કરતા જયશ્રીબેન જણાવ્યું કે નાટકે મને ઘણું શીખવું છે. લગભગ છ દાયકાની નાટયસફરમાં હું ઘણું બધું શીખી છું. દસમા ધોરણમાં હતી ત્યારે પ્રથમવાર રંગમંચ પર આવવાનો અવસર મળ્યો એ દિવસથી લઈને આજ સુધી સતત રંગમંચ પર કામ કરતી રહી છું .જયશ્રીબેને પોતાના સારા નરસા અને કડવા મીઠા અનેક અનુભવો આજે પ્રેક્ષકો સાથે શેર કર્યા. એમને ગમતા નાટકો અને નાટકોના દિગ્દર્શક જેમની પાસેથી એ હમેશા કંઈક શીખ્યા છે, એ અનુભવો જણાવ્યા. બહારના નિર્માતા સાથેના અનુભવ પરથી શીખીને  જ્યારે જાતે આપણે નિર્માતા બનીએ ત્યારે શું ધ્યાન રાખવું એ વિશે જયશ્રી બેને વિગતવાર વાત કરી. “જતું કરતાં આવડે એ આગળ વધે” એવો મંત્ર એમણે રંગભૂમિ પર શીખ્યો. નાટકનું નિર્માણ કર્યા બાદ કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એ વિશે જયશ્રીબેન એ સહજતાથી જણાવ્યું.

દેશ-વિદેશમાં અસંખ્ય નાટકો ભજવી ચૂકેલા જયશ્રીબેને આવનારી પેઢી માટે ઘણી સારી સમજદારીપૂર્વકની વાતો આજના લાઈવ સેશનમાં કરી જે દરેકે કોકોનટ થિયેટરના ફેસબુક પેજને લાઈક અને ફોલો કરી જોવી જોઈએ જેમાંથી કંઈક શીખી શકાય જાણી શકાય.

ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને તથા રંગભૂમિ સાથે સંકળાયેલા મહાનુભાવોને જોવા અને સાંભળવા કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6:00 વાગ્યે લાઈવ જોઈ શકો છે. આવનારા મહેમાનોમાં યઝદી કરંજીયા, જયેન્દ્ર મહેતા, ઉત્કર્ષ મઝુમદાર જેવા રંગભૂમિનાં પ્રખ્યાત મહેમાનોને લાઈવ જોઈ શકશો. આજે જ કોકોનટ થિયેટર, અબતકનાં ફેસબુક પેજ ને લાઈક એન્ડ ફોલો  કરી દરરોજ સાંજે 6 વાગે મનગમતા કલાકારોને મળી શકશે.

આજે કલાકાર અને વોઈસ આર્ટીસ્ટ હરીશ વ્યાસ

IMG 20210611 WA0052

નેશનલ ચિલ્ડ્રન એસેમ્બલી દ્વારા  સન્માનીત  લેખક-દિગદર્શક અને જાણીતા કલાકાર વોઈસ  આર્ટીસ્ટ પ્રો. હરિશ વ્યાસ કોકોનટ થિયેટરની ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણીમાં આજે સાંજે 6 વાગે  લાઈવ આવીને ‘વોઈસ એન્ડ સ્પીચ’ વિષય ઉપર પોતાના વિચારો અને અનુભવો શેર કરનાર છે. હરિશભાઈનો સુંદર અવાજ ઘણી ડોકયુમેન્ટરીમાં સાંભળવા મળે છે.

ગુજરાતી તખ્તાને સંગ નાટકમાં આરોહ-અવરોહ સાથેનો અવાજ-સંવાદ-બોલવાની છટા, કયાં અટકવું  એવા અનેક  પાસા વિશે હરિશ વ્યાસ  આજે ચર્ચા કરવાના છે.પોતાના  અવાજ સુધારવા માંગતા કલારસિકો-યુવા કલાકારે આજનું એકેડેમીક સેશન ખાસ જોવું જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.