આજનું યુવાધન ડ્રામાને મહત્વ આપી રહ્યું છે: ગુજજુ એકટર ધર્મેશ વ્યાસ ઉવાચ: એકિટંગ શીખવી છે ? તો પહોચી જાવ હેમુ હોલ
અહી હેમુગઢવી હોલ ખાતે ચાર દિવસીય નાટય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં નાટકને લગતા વિવિધ પાસાઓને સમજાવામાં આવ્યા હતા.
જેમાં દેવેન શાહ દ્વારા નાટય લેખન, નાટય નિર્માણ તેમજ રંગમંચ પર વકતવ્ય અપાયું હતુ.આ તકે મુંબઈથી આવેલ ગુજજુ એકટર ધર્મેશ વ્યાસ દ્વારા અવેતન રંગભૂમિ, ધંધાદારી રંગભૂમિ તેમજ રંગમંચ વિશે પ્રશ્ર્નોતરી દ્વારા ઉતર આપી સમજૂતી અપાઈ હતી.
ધર્મેશ વ્યાસે અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ કે ગુજરાત રાજય સંગીત નાટક એકેડેમી ગાંધીનગર દ્વારા ખૂબ સારી પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. અત્યારનું આ યુવાધન ડ્રામાને મહત્વ આપી રહ્યું છે. તે ખૂબ સારી બાબત છે. આ ઉપરાંત ડ્રામાને એકટીંગનો પાયો ગણાવ્યો હતો આ તકે તેઓએ તેમના ભવિષ્યના પ્રોજેકટ વિશે વાત કરતા જણાવ્યું હતુ કે તેઓ ડ્રામા, સીરીયલો તેમજ ફિલ્મોમાં હાલ કામ કરી રહ્યા છે. આ તકે પોતાની ફિટનેસ વિશે પ્રશ્ર્ન પૂછતા તેઓએ મજાકમાં કહ્યું હતુ કે પત્ની ખૂબ સા‚ જમાડે છે! ત્યારબાદ ઘરનું જ સાત્વીક ભોજન અને કામ પ્રત્યેનું પેશન એ તેમનું સિક્રેટ છે એમ જણાવ્યુંં હતુ.