હેમુગઢવી હોલ ખાતે નટવર્ય નૃત્યમાલા દ્વારા રંગમંચ પ્રવેશ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જયદા પારેખ અને પ્રતિક્ષા છાટબારનો રંગમંચ પ્રવેશ હતો. પ્રારંભમાં નંદકુમારાષ્ટમ વલ્લભાચાર્યની કૃતિ રજુ કરી હતી. વચ્ચે રામચંદ્રજીની રામાયણની કૃતિ લીધી હતી. જેમાં સીતા હરણનો પ્રસંગ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન મીરા ભજનથી કૃષ્ણને અર્પણ કરી થયું હતું. આ કાર્યક્રમ અંગે હર્ષા ઠકકર કાનાબારે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, નટવર્ય નૃત્યમાલા છેલ્લા ૧૭ વર્ષથી ચાલે છે.૧૩મીના રોજ તેમાં બે દિકરીઓનું જયદા પારેખ અને પ્રતિક્ષા છાંટબારનો રંગમંચ પ્રવેશ થયો. છેલ્લા આઠથી દસ વર્ષથી તપસ્યા કરી રહ્યા હતા. મહેનત અને લગનથી આગળ વધી શકાય તેમના વાલીઓ દ્વારા પણ પ્રોત્સાહન મેળવી આગળ આવ્યા છે.કાર્યક્રમમાં તાલ-તિનતાલ અને ધમાળ તાલની પ્રસ્તુતી કરવામાં આવી હતી. સાથોસાથ વરસાદ હોવા છતાં પણ બહોળા પ્રમાણમાં લોકો ઉપસ્થિત રહ્યા તેનો આભાર માન્યો અને આગળ વધુને વધુ દિકરીઓ જોડાય તેવી ઈચ્છા વ્યકત કરે.
Trending
- CM પટેલે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય ‘વિરાસત’ને ખુલ્લું મૂક્યું
- અમેરિકાએ ભારતને 1400થી વધુ પ્રાચીન મૂર્તિઓ પરત કરી
- ગુજરાતી ફિલ્મ ‘ઉંબરો’નું મોશન પોસ્ટર રિલીઝ, 24 જાન્યુઆરી 2025ના રોજ થશે રિલીઝ
- પરિણીત અભિનેતાએ ધર્મ બદલીને બીજી વાર લગ્ન કર્યા, ત્રીજી સાથે પ્રેમ થયો અને ‘ડ્રીમ ગર્લ’નું તૂટ્યું દિલ
- PM નેતન્યાહુના ઘર પર ફરી 2 રોકેટથી હુમલો, ઈઝરાયેલમાં ખળભળાટ
- આ 4 રાશિઓ પર શનિદેવના આશીર્વાદ વરસે છે, સંઘર્ષમાં જીત્યા બાદ મળે છે અપાર સંપત્તિ, માન અને ખ્યાતિ!
- રક્ત અને તેના રહસ્યો કુદરતની અણમોલ ભેટ
- ઓછી ઊંઘ લેવાથી થઈ શકે છે આ બીમારી!