હનુમાન ચાલીશા અત્યાર સુધીમાં અનેક રીતે ગાવામાં આવી છે. જેમાં ફિલ્મો, નાટકો, અથવા બીજા અન્ય પ્લેટફોર્મ પર આપણે વિવિધ રીતે સાંભળવામાં આવે છે. આવી જ એક મનમોહક હનુમાન ચાલીશા રાજકોટના ઓમ દવે નામના યુવક દ્વારા ગાવામાં આવી છે, જેને લોકોના દિલમાં એક અનેરો આંનદ જગાવ્યો છે.

રાજકોટના યુવાન સંગીતકાર, ગાયક, ગીતકાર એવા ઓમ દવે દ્વારા ગવાયેલી તેમજ મ્યુઝિક સંયોજન દ્વારા તૈયાર થયેલી સુપરફાસ્ટ હનુમાન ચાલીશા આજકાલ સોશ્યિલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આ હનુમાન ચાલીશા તમને ઓમ દવે ઓફીસીયલ યૂટ્યૂબ ચેનલ પર જોય શકો છો.

માત્ર ત્રણ મિનિટ થી ઓછા સમયમાં દોહા તેમજ મ્યુઝિક સાથે ઓમ દવે દ્વારા ગવાયેલી હનુમાન ચાલીશાને બાળકો, યુવાનો અને વડીલોને ખુબ પસંદ આવી છે. ફક્ત બે જ અઠવાડિયામાં આ હનુમાન ચાલીશાને 15000થી વધુ ફોલોઅર્સ થયેલા છે, અને હજુ વધતા જ જાય છે. અ હનુમાન ચાલીશાનું ટાઈટલ “Hanuman Chalisha Superfast” છે.

આ હનુમાન ચાલીશાને ઓમ દવે જે જોશ, સ્પીડ અને ઉર્જાથી ગાયને રજુ કરી ને પવનપુત્ર હનુમાનજીના આશીર્વાદ મેળવ્યા છે. આ કોરોના કાળ ચાલી રહ્યો છે તે દરમિયાન, આ હનુમાન ચાલીશાના શ્રવણથી લોકોમાં આ મહામારી સામે લડવા માટે હિમ્મત અને જુસ્સો આવ્યો છે. આ હનુમાન ચાલીશાના સર્જક ઓમ દવેની પ્રાર્થના છે કે, આવા કપરા સમયમાં હનુમાનજીની કૃપા બધા પર અવીરત વર્ષે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.