લોકડાઉનથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બ્લડની અછત સર્જાતા રકતદાન કેમ્પનું આયોજન કરાયું હતું.થેલેેસેમીયાના દર્દીઓને તેમજ ઇમરજન્સીના દર્દીઓને બ્લડની જરૂર અવાર નવાર પડતી હોય છે. રાજકોટના તપોવન સોસાયટીના યુવાનો દ્વારા બ્ડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧પ જેટલી બોટલો રકત એકત્ર કરીને સિવીલ હોસ્પિટલને આપવામાં આવ્યું હતું.
દર્શન વાઢેરે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમને જાણવા મળ્યું હતું કે કોરોનાની મહામારી વચ્ચે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં બ્લડ ઓછું મળે છે. ત્યારે અમારી સોસાયટીના અમારા ગ્રુપે નકકી કર્યુ કે આ માટે કંઇક કરવું જોઇએ. થેલેસેમીયાના દર્દીઓ માટે બ્લડ મળતું નથી. તેથી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યુ હતું.
જેમાં અમારી સોસાયટીમાંથી અમે ઓછામાં ઓછું ર૦ બોટલ જેટલું બ્લડ એકત્ર કરીશું જે સીવીલ હોસ્પિટલમાં આપવામાં આવશે. અમારા રકતદાન કેમ્પમાં ૧પ જેટલી બોટલ સિવિલ હોસ્પિટલને આપવામાં આવ્યું હતું.