જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં થોડા સમય પહેલાં સોનાની દુકાનમાંથી 29 તોલા સોનાની ચોરી થઈ હતી. જેમાં જામનગર પોલીસ માટે પડકાર રૂપ બની હતી. જેમાં દુકાનમાંથી વધુમાં સીસીટીવીના ડીવીઆર પણ ચોરો સાથે લઈ ગયા હતા.

આખી ઘટના બાદ જામનગર એલસીબી ટીમે ચક્ર ગતિમાન કર્યા હતા. અને પોલીસની આબરૂ પણ દાવ પર લાગી હતી. જેમાં પોલીસે રાત દિવસ એક કરી આખરે ગણતરીના દિવસોમાં સોનાના દાગીનાની લાખો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. પોલીસે 3 આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. તારીખ 20 ની રાત્રી દરમિયાન જામજોધપુર ટાઉનમાં સુભાષ રોડ પર ભૂતમેડી પાસે ફરિયાદી હનીફભાઇ કરીમભાઈ શેખની સોનાની દુકાનનું તાળુ કોઈ ઈસમોએ તોડી નાખ્યું હતું. અને દુકાનમાંથી 29 તોલા સોનુ જેની કિંમત 11,60,000 તથા સીસીટીવી કેમેરાનું ડીવીઆર કિંમત રૂ.2000ના મુદ્દામાલની ચોરી કરી લઇ ગયા હતા. જે અંગે જામજોધપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.એલસીબીના એએસઆઇ સંજયસિંહ વાળા અને દિલીપભાઈ તલાવડીયાને બાતમીદારોથી ચોક્કસ હકીકત મળેલી હતી કે આ ચોરીમાં ચાર ઈસમો સંડોવાયેલા છે.

123 1

જેમાં ઈસમો મોટરસાયકલ લઈને કાલાવડ તરફથી જામનગર આવી રહ્યાં છે. તેવી ચોક્કસ હકીકત મળતા જામનગર કાલાવડ રોડ ઉપર મહાપ્રભુજીની બેઠક પાસે રોડ ઉપર પીએસઆઇ કે.કે. ગોહિલ અને બીએમ દેવમુરારીની ટીમો વોચમાં હતી. ત્યારે મોટરસાયકલ પર ચારેય ઈસમો પસાર થતાં ચાર ઇસમોને કોર્ડન કરી પોલીસે પકડી પાડયા હતા. અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તથા જામજોધપુર પોલીસ મથકને આરોપીને સોંપી દેવામાં આવ્યા હતા.આ ચોરીના બનાવમાં કુલ ત્રણ આરોપીઓ છે.

જેમાં ભાવેશ સુરેશ પરીયા રહે. ભાવનગર રોડ ચુનારાવાડ ચોક રાજકોટ, રવિ રાજુભાઈ સોલંકી રહે ભાવનગર રોડ ચુનારા વાડ ચોક રાજકોટ, અનિલ ઉફે માનિયો ચતુરભાઈ સતાપરા રહે. ભાવનગર રોડ ચુનારા ચોક રાજકોટ જેમાં પોલીસે આરોપી પાસે સોનાના નાના ઢાળિયા જે 25 તોલા કબજે કર્યું છે. જેની કિંમત 11,25,100 અને બે મોટરસાઇકલની કિંમત 50000 હજાર તેમજ ચાર મોબાઇલ ફોનની કિંમત 20,000 હજાર છે. એમ કુલ મળીને રૂ.11,95,000નો મુદ્દામાલ કબજે કરી આગળ તપાસની કામગીરી હાથ ધરી છે.

ભાવેશ જોઈ ગયો હતો કે દુકાનમાં મોટું સોનુ પડ્યું છે

આરોપી બહેનના ઘરે આવતો હતો અને મચ્છી લેવા બજારમાં જતો ત્યારે મચ્છીની દુકાનની બાજુમાં સોનીની દુકાન આવેલી છે. તે તેના ધ્યાનમાં આવ્યું હતું. જેમાં આરોપી ભાવેશની નજરમાં આવી ગયું કે અહીં સોનું છે. જેમાં ભાવેશ રાજકોટના તેના અન્ય ત્રણ મિત્રો સાથે મળી ચોરી કરવાનો પ્લાન બનાવ્યો અને તેમાં સફળ પણ થઈ ગયો હતો.

ટોલનાકાના સીસીટીવી ફૂટેજ ચેક કરાયા

જામનગર એસપી દીપેન ભદ્રન અને નાયબ પોલીસ અધિક્ષક કૃણાલ દેસાઈના માર્ગદર્શન હેઠળ આ ગુનાને પકડી પાડવા માટે જામનગર એલસીબી ટીમે ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં એલસીબી પીએસઆઇ કે.કે.ગોહિલ તથા બી.એમ. દેવમુરારી તથા આર.બી.ગોજીયા અલગ અલગ ટીમો બનાવી તપાસ અર્થે કામે લાગી હતી. જેમાં જામજોધપુર ટાઉન તેમજ હાઇવે રોડ ઉપરના ટોલનાકાના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.