- જામનગરના યુવાને તનતોડ જબરદસ્ત મહેનત કરી અને UPSCની પાસ કરી
- યુપીએસસીની પરીક્ષામાં 1,007 માં રેન્ક હાંસલ કર્યો
જામનગર ન્યૂઝ : દેશમાં સૌથી અઘરી અને સર્વોચ્ચ ગણાતી UPSC ફાઇનલ પરીક્ષાનું તાજેતરમાં પરિણામ જાહેર થયું છે.જેમાં ગુજરાતના 25 સહિત 1016 ઉમેદવારોએ મેદાન માર્યું છે. આ પરિણામ જાહેર થતાની સાથે જ મૂળ ગીર સોમનાથ પંથકના અને હાલ જામનગરમાં રહેતા પરિવારના ઘરે પણ ખુશીઓ વરસી છે. ભયંકર ગરીબી અને બાળપણથી જ માતા પિતાની લાંબી ગેરહાજરી વચ્ચે જામનગરના યુવાને તનતોડ જબરદસ્ત મહેનત કરી અને UPSC ની પાસ કરી છે. જામનગરમાં જીએસટીના આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા આકાશભાઈ ચાવડા નામના યુવાને યુપીએસસીની પરીક્ષામાં 1,007 માં રેન્ક હાંસલ કર્યો છે.
3 વર્ષની ઉંમરમાં પોતાની વ્હાલસોઈ માતાનું મોત થયું હતું અને ત્યારબાદ 13 વર્ષની ઉંમરમાં પિતાનું પણ નિધન થયું હતું. બાળપણથી જ માતા-પિતાની ગેરહાજરીને લઈ ભયંકર કપરી આર્થિક પરિસ્થિતિ ભોગવતા હતા. ત્યારબાદ આકાશભાઈ તેમના કૌટુંબિક જેને તેઓ માતા-પિતા જ ગણે છે તેમની સાથે રહેવા લાગ્યા હતા. તેમના પાલક પિતા (મોટાભાઈ) જે કોડિયાકામ કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓએ શિક્ષાનું મહત્વ સમજી આકાશભાઈને સરકારી પરીક્ષા માટે ખૂબ પીઠબળ આપ્યું હતું અને તેમના પરીણામ સ્વરૂપે આજે આકાશભાઈએ જબરી સીધી હાંસલ કરી છે. હાલ તેમના પરિવારમાં માતા-પિતા અને બે પુત્ર સહી તેમનો પાંચ લોકોનો પરિવાર છે.
આકાશભાઈના પાલક પિતાએ જણાવ્યું હતું કે કઠિન પરિસ્થિતિ વચ્ચે પણ જો નાણા અને મર્યાદિત સંસાધનોનો સટીક ઉપયોગ કરવામાં આવે તો સફળતા મળે જ છે. નબળી આર્થિક પરિસ્થિતિને લઈ આકાશભાઈએ એક પણ ટ્યુશન રાખ્યું ન હતું એટલું જ નહીં કોઈ અલગ રૂમ વગર તેમણે પરિવારની સાથે રહી અને સેલ્ફ પરિપ્રેશનથી આ સફળતા મેળવી છે.મજૂરી કરી ને પણ મેં આકાશને ભણાવ્યો હતો. જેનું આજે પરિણામ પ્રાપ્ત થતા ખુશીનો માહોલ છે.
સાગર સંઘાણી