નાનપણથી જ એડવેન્ચરનો શોખ ધરાવતી વૃંદાએ ૧પ વર્ષની વયે ૯૦૦ ફુટની ઉંંચાઇએથી સ્કાય ડ્રાઇવીંગ કર્યુ હતું
સામાન્ય રીતે ૧૬ વર્ષની વયે કોઇને રસ્તા ઉપર વાહન ચલાવવાની મઁજુરી પણ મળતી નથી. પરંતુ મુળ રાજકોટની અને હાલમાં બેંગ્લોરમાં રહેતી વૃંદા શિહોરાએ દેશની સૌથી નાની વયની પાઇલોટ બનવાનું ગૌરવ મેળવ્યું છે. વૃંદા શિહોરાને ૧૬ વર્ષની વયે પ્રાઇવેટ પાયલોટ લાયસન્સ પ્રાપ્ત કર્યુ છે અને ઇતિહાસ રચ્યો છે. વૃંદા શિહોરા બેંગ્લોરની ઇન્ટરનેશનલ સ્કુલમા ૧રમાં ધોરણમાં અભ્યાસ કરે છે અને તેણે ફલાયિંગ ટ્રેનીંગ સ્કુલમાંથી પોતાની ટ્રેનીંગ પૂરી પણ કરી લીધી છે. આશ્ર્વર્યની વાત એ છે કે વૃંદા પાસે કાર ચલાવવાનું લાયસન્સ વય ઓછી હોવાને કારણે નથી.
વૃંદા કહે છે કે મને નાનપણથી જ એડવેન્ચરનો શોખ છે. મને નાની ઉમરે જ કંઇક કરી બતાવવાની તમન્ના હતી મેં ૧પ વર્ષની વયે અમેરિકામાં ૯૦૦ ફુટની ઉંૅચાઇએથી સ્કાય ડાઇવીંગ કર્યુ હતું અને ૧૬ વર્ષની વયે યુરોપમાં ૧૮ હજાર ફુટની ઉંંચાઇએથી ડાઇવીંગ કર્યુ હતું. આ સાહસ પી પણ માટે અટકવું ન હતુ અને તેથી મેં પાઇલોટ બનવાનું નકકી કયુૃ હતું. ૨૦૧૬ માં ગુજરાતમાંથી કર્ણાટકના શીફટ થયા પછી વૃંદાએ જકકુરમાં આવેલી પાઇલોટ ટ્રેનીંગ સ્કુલ જોઇન કરી હતી. પ્રાઇવેટ પાયલોટ બનવા માટે ૧૬ વર્ષની ઉમર હોવી જરુરી છે પણ કોમર્શિયલ પાઇલોટનુઁ લાયસન્સ મેળવવા માટે ૧૮ વર્ષ થવા જરુરી છે.
વૃંદા કહે છે કે પુરતી તાલીમ પ્રાપ્ત કર્યા પછી મારે જયારે એકલા હાથે વિમાન ઉડાડવાની ક્ષણ આવી ત્યારે મારા રોમાંચનો કોઇ પાર ન હતો.
મારામાં આત્મવિશ્વાસ આવી ગયો હતો અને મને ખાતરી હતી કે, હું કોઇપણ પ્રકારની મુશ્કેલી વગર વિમાન ઉડાડી શકીશે. મે એકલા હાથે ર૦ કલાકની તાલીમ લીધી હતી. અને ર૧ કલાકની તાલીમ નિરીક્ષણ હેઠળ લીધી હતી.
સૌથી નાની વયે વિમાન ઉડાડનાર વૃંદા ઉહોરાના સપનાની ઉડાન ઘણી ઉંચી છે . તે કોમર્શિયલ પાઇલોટનું લાયસન્સ તો પ્રાપ્ત કરવા માટે છે. પણ તેની ઇચ્છા નાણામંત્રી બનવાની છે. કદાચ એટલે જ વૃંદાએ કોલેજના અભ્યાસ દરમિયાન અર્થશાસ્ત્રી અને પોલિટીકલ સાયન્સ જેવા વિષયો રાખ્યા છે. વુંદા કહે છે કે મારું એક સપનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જેમાં બેઠા હોય તે વિમાન ઉડાડવાનું છે. મને આશા છે કે હું એક દિવસ આ સપનું પણ પુરુ કરીશ. વુંદા એટલા માટે વધુ ખુશ છે કે તેને કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળાના મોઢે પ્રશંશા સાંભળવા મળી. વજુભાઇ વાળાએ અભિનંદનનો પત્ર પણ આપ્યો છે.