- નારણપુરા વિસ્તારમાંથી ચકચારી ઘટના સામે આવી
- યુવકે દુષ્કર્મ આચર્યા બાદ સગાઇ તોડી નાખતાં યુવતીએ કર્યો આપઘાત
- પોલીસને યુવતીની સ્યુસાઈડ નોટ મળી
- પોલીસે સ્યુસાઈડ નોટ આધારે ગુનો નોંધ્યો
અમદાવાદના નારણપુરા વિસ્તારમાંથી ચકચારી ઘટના સામે આવી છે. 23 વર્ષીય યુવતીએ નારણપુરાના ક્લિનિકમાં આપઘાત કર્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસને સ્યુસાઈડ નોટ મળી આવી છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા એક ક્લિકનિકમાં 23 વર્ષીય યુવતીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર યુવતીની જે યુવક સાથે સગાઇ થઇ હતી તેણે દુષ્કર્મ આચર્યા બાદ સગાઇ તોડી નાખતાં લાગી આવ્યું હતું. જેના પગલે યુવતીએ અંતિમ પગલું ભરી જીવનનો અંત પામ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ દરમિયાન પોલીસને એક સ્યુસાઈડ નોટ મળી આવી છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ હાલમાં યુવકની શોધખોળ કરી છે.
યુવતી સાથે દુષ્કર્મ આચર્યું
યુવતીને આ મામલે માઠું લાગતા તેણે અંતિમ પગલું ભર્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર પોલીસને યુવતીની સ્યુસાઈડ નોટ મળી હતી. પોલીસે સ્યુસાઈડ નોટ આધારે ગુનો નોંધ્યો હતો.
ગુજરાત યુનિવર્સિટી પોલીસે યુવતીના મંગેતરની શોધખોળ શરૂ કરી
ગુજરાત યુનિવર્સિટી પોલીસે યુવતીના પૂર્વ મંગેતરની શોધખોળ આદરી છે. પોલીસે આ મામલે દુષ્પ્રેરણાનો પણ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી આદરી છે.