મોરબી હળવદ હાઇવે રોડ ઉચી માંડલ ગામની સીમ સેવલ્ટોસ સેનેટરી વેરના કારખાનાના લેબર કવાટરના બીજા માળે ઓરડી નંબર-બી-37માં યુવાને ગળેફાંસો ખાઈ લેતા આ બનાવની તપાસમાં તેની પ્રેમિકા સાથે વાત કરવામાં યુવતીના માતાપિતા વાત ન કરવા દેતા હોય જેથી યુવાને જીવ દીધો હોવાનું ખુલવા પામેલ છે.
આ બનાવની જાણવા મળેલ વિગત મુજબ શુભમ હેમરાજભાઇ નિશાદ ( ઉ.વ-24 ધંધો-મજુરી રહે-હાલ સેવલ્ટોસ સેનેટરી વેરના લેબર કવાટરની ઓરડી નંબર-બી-37 ઉચી માંડલ ગામની સીમ તા-જી-મોરબી મુળ રહે- મલ્લાહન પુર્વા તા-રસુલાબાદ જી-કાનપુર દેહાન,ઉતર પ્રદેશ)વાળાએ ગઈકાલે ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત થયેલ હતું.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ મરણ જનાર શુભમ હેમરાજભાઇ નિશાદને તેમના વતનમા રહેતી કોઈ છોકરી સાથે પ્રેમસબંધ હોય અને ફોનમા વાતચીત કરતો હોય અને આ પ્રેમસબંધ બાબતે યુવતીના માતાપિતાને જાણ થઇ જતા યુવતીને આ કામે મરણ જનાર સાથે ફોનમા વાતચીત કરવા દેતા ન હોય જે બાબતે મરનજનારને મનોમન લાગી આવતા તેણે ગઇ તા.15/07/2022 ના રોજ મોરબી હળવદ હાઇવે રોડ ઉચી માંડલ ગામની સીમ સેવલ્ટોસ સેનેટરીના કારખાનાની લેબર કવાટરની ઓરડી નંબર-બી-37 મા છતના ભાગે પંખો લગાવવાના લોખંડના હુક સાથે પ્લાસ્ટીકની પીળા કલરની નાઇલોનની દોરી બાધી પોતાની જાતે ગળે ફાસો ખાઈ લીધો હતો જેથી મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.