લુંટા રાજસ્થાની યુવકની બોથડ પદાર્થના ઘા ઝીંકી ઢીમ ઢાળી લાશ ફેંકી દીધી
અંજાર તાલુકાના ભીમાસર અને વરસાણા માર્ગ પર પૂર્વાચલ બેન્સા નજીક રાજસ્થાજનના પ્રતાપસિંહ ઉમેદસિંહ શેખાવત (ઉ.વ.૩૭) નામના યુવાનની હતયા થઇ હોવાનું બહાર આવ્યું હતું કોઇ શખ્સેએ લુંટના ઇરાદે આ યુવાન ઉપર પથ્થર વડે હુમલો કરી તેનું ઢીમ ઢાળી નાખ્યું હતું.
ભીમાસરમાં રહેતો મુળ રાજસ્થાનનો પ્રતાપસિંહ નામનો યુવાન ઇન્ડિયન સ્ટીલ નામની કંપનીમાં કામ કરતો હતો.
ભીમાસર-વરસાણા વચ્ચે પૂર્વાચલ બેન્સા નજીક એક અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. જે અંગે પોલીસે અકસ્મ્ાત મોતનો ગુનો નોંધી આ અજાણ્યા યુવાનની લાશનું પી.એમ. કરાવવા જામનગર મોકલી આપી હતી. જયાંથી આ યુવાન ઉપર બોથડ પદાર્થ વડે હુમલો કરી તેની હત્યા નિપજાવાઇ હોવાનો અભિપ્રાય આવ્યો હતો.
શરુઆતમાં આ યુવાનની ઓળખ છતી થઇ નહોતી, અકસ્માત મોતની તપાસ કરતી પોલીસે છાનભીન કરતા જયાંથી લાશ મળી હતી તેનાથી થોડે દુર એક થેલો મળી આવ્યો હતો. આ થેલામાંથી પોલીસને પ્રતાપસિંહ શેખાવતનું કંપનીનું ઓળખપત્ર અને ફોટો મળ્યા હતા જેનું મોત થયું છે તે પ્રતાપસિંહ હોવાનું બહાર આવ્યું હતું.
કોઇ અજાણ્યા લૂંટાઓએ આ યુવાન સાથે ઝપાઝપી કરી હતી તેની લાશ મળી ત્યારે તેના હાથમાં તેનો કમરપટ્ટો મળી આવ્યો હતો. આ અજાણ્યા લુંટારુઓ યુવાનના માથામાં પથ્થરના બે ઘા ઝીંકી તેની પાસે રહેલા મોબાઇલ, રોકડ અને બે એટીએમ ની મત્તાની લુંટ કરીને નાસી ગયા હતા. આ બનાવવાળી જગ્યાએથી પોલીસે લોહીવાળો પથ્થર કબ્જે કર્યો હતો તેવું પ્રાથમીક તપાસ કરતા પી.એસ.આઇ. જે.જે. જાડેજાએ જણાવ્યું હતું આ અજાણ્યા લુંટારુઓને પકડી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે.