હાલના આ આધુનિક યુગમાં લોકો જુની પરંપરા,ભારતીય સંસ્કૃતિને વિસરતા જાય છે.લગ્ન પ્રસંગમાં મોંઘીદાટ ગાડીઓમાં જાન લઇને આવી રોફ જમાવવાનો પ્રયાસ કરતા હોય છે.ત્યારે ધ્રાંગધ્રાના મોરીની વાડી પાસે રહેતા મોરી પરીવારે એકદમ સાદાઇ પુર્વક બળદગાડું સણગારી વરરાજા હર્ષદની જાન ધ્રાંગધ્રા આર્યસમાજમાં બળદગાડામાં લાવ્યા હતા.

શહેરમાંથી બળદગાડામાં જાન નીકળતા આકર્ષણનું કેન્દ્ર બની હતી.વર્ષો બાદ વડીલોએ બળદગાડામાં જાન જતી જોતા ભારે આનંદ વ્યકત કર્યો હતો. આજના યુગમાં લોકો ભારતીય સંસ્કૃતિને વિસરતા જાય છે ત્યારે મારી પરીવારે આપણી સંસ્કૃતિને જાળવી રાખવા માટે પહેલ કરી અન્ય લોકોને પણ જુની જણાવ્યુ હતુ કે ભારતીય સંસ્કૃતિને પરંપરા અને ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા માટે અને લોકોમાં પણ જાળવી રાખવાનો પ્રયાસ કરવા માટેનો સંસ્કૃતિ જાળવવા માટે જાગૃતી આવે એ સંદેશો પાઠવી જાય છે.

હર્ષદે વધુમાં માટે બળદ ગાડામાં જાન લઇ જ, જવાનો વિચાર કરી ત્રણ મહિના સુધી ગાડાની શોધ કોડ કરી અને જાનને ગાડામાં લઈ ગયા હતા અને લોકોએ પણ આપણી સંસ્કૃતિ જાળવી રાખે તેવી અપીલ કરવામાં આવી હતી ત્યારે ગાડામાં આવેલી જાન જોઈ અને ગામના લોકો પણ બે પલવાર જોવા આવવા લાગ્યા હતા અને ગાડામાં આવેલી જાન જોતા કુતૂહલ સર્જાયું હતું ત્યારે જુનવાણી રિવાજોને પ્રચંડ અને પ્રચલિત કરવા માટેની પહેલ ધાંગધ્રામાં કરવામાં આવી હતી પરંતુ હવે ધીરે ધીરે દરેક પ્રકારમાં દરેક યુગ બદલાઈ રહ્યો છે ત્યારે જુનવાણી રીત રિવાજ ફરીવાર પાછા ફરે તેવા પણ એંધાણ હાલમાં ગાડામાં આવતા જોઈ અને લાગતા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.