ગુજરાતમાં સતત મહિલા અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે તેમાં પણ સગીરા પર દુષ્કર્મની ઘટનામાં સતત સામે આવી રહી છે. તેવામાં વધુ એક ઘટના સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો હતો. સુરતના સગરામપુરા વિસ્તારમાં આવેલી ચોગાન શેરી ખાતે રહેતા જાસીમ સલીમ શેખના નામના એક સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. લગ્ન કરવાની લાલચ આપીને જાસીમ શેખ સગીરાને અવારનવાર ફરવા લઈ જતો હતો અને દુષ્કર્મ પણ આચર્યું હતું.
આ સાથે જ સગીરાની અન્ય જગ્યાએ સગાઈ થઈ જતા ધમકી આપતા કહેતો હતો કે, તું મારી સાથે ફરવા નહીં આવે તો તારા લગ્ન જ્યાં નક્કી થયા છે. ત્યાં હું જાણ કરી તારા લગ્ન થવા નહી દઈશ. જાસીમ શેખ સગીરાને ધમકી આપતો કે તું મારી સાથે નહીં આવે તો તારા માતા-પિતાને જાનથી મારી નાંખીશ. આરોપીએ સગીરાને મરજી વિરુદ્ધ ડુમસ ફરવા લઈ જઈ લગ્ન કરવાની લાલચ આપી ડુમસ ખાતે વીડિયો ક્લિપ બનાવી લીધી હતી.
આ વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી હતી. સાથે જ સગીરાની નક્કી થયેલી સગાઈ તોડાવી નાખી હતી. આ સમગ્ર મામલે સગીરા અને તેના માતા પિતાએ ફરિયાદ આપતા અઠવા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.