- ઓનલાઈન ગેમિંગમાં હારી જતાં 17 વર્ષીય સગીરે 5માં માળેથી કૂદીને કર્યો આપઘાત
- પિતાના ઠપકાના ડરે સગીરે જીવન ટૂંકાવ્યું
- સમગ્ર મામલે પોલીસે મૃ*તદેહને પોસ્ટમોર્ટમ કરાવવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે.
અમદાવાદના સોધા વિસ્તારમાં સગીરે ગળાફાસો ખાઈને આત્મ*હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ સમગ્ર મામલે હાલ પોલીસ બનાવના સ્થળે પહોંચી છે અને કાર્યવાહી કરી છે. આ સમગ્ર મામલે પોલીસે મૃ*તદેહને પોસ્ટમોર્ટમ કરાવવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે.
અનુસાર માહિતી મુજબ, મહેતા કોમ્પલેક્ષમાં પાંચમા માળેથી કૂદીને સગીરે આપ*ઘાત કર્યો હતો. જેમાં પ્રાથમિક તપાસમાં યુવક ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા હારી જતા ઠપકાના ડરથી આપ*ઘાત કર્યો હોવાનું સામે આવ્યુ છે. આ અંગે એલિસબ્રિજ પોલીસે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.
સાણંદ સર્કલ નજીક LJ કોલેજમાં યુવક અભ્યાસ કરતો હતો. મૃતકનો મોબાઈલ FSLમાં મોકલી પોલીસે તપાસ શરૂ કરી હતી. એલિસબ્રીજ વિસ્તારમાં યુવકે આપઘાત કર્યો હતો. મહેતા કોમ્પલેક્ષના પાંચમાં માળેથી છલાંગ લગાવી હતી. પ્રાથમિક સારવાર દરિમયાન મો*ત થયું છે. ઓનલાઈન ગેમમાં હારી જતા અંતિમ પગલું ભર્યું હતું.
આ અંગે એલિસબ્રિજ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃ*તદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને અકસ્માત મો*તનો ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે. તેમજ ગેમ રમતા રમતા જ યુવક કૂદ્યો હતો. જેથી પોલીસે યુવકનો મોબાઈલ કબ્જે કરીને એફએસએલમાં મોકલી આપ્યો છે.