- રીલ બનાવવા જતા યુવકને મો*ત મળ્યું
- ખેરાલુના ડભોડા ગામે તળાવ કિનારે રીલ બનાવતા યુવકનો પગ લપસી જતા ડૂબ્યો
- તરવૈયાઓ દ્વારા યુવકના મૃતદેહને બહાર કાઢ્યો
આજકાલ સોશિયલ મીડિયામાં રીલ બનાવાનો ક્રેઝ વધી રહ્યો છે. લોકો રીલ બનાવવામાં બધું જ ભૂલી જાય છે. રીલ બનાવવામાં લોકો પોતાના જીવનું પણ ધ્યાન રાખી શકતા નથી. આવો જ એક બનાવ સામે આવ્યો છે. મહેસાણાના ખેરાલુના ડભોડા ગામે તળાવ કિનારે રીલ બનાવવા જતાં તેનું મોત થયું છે. આ દરમિયાન તરવૈયાઓ દ્વારા યુવકના મૃ*તદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.
અનુસાર માહિતી મુજબ, ખેરાલુ તાલુકાના ડભોડા ગામે વીડિયો બનાવવાની ઘેલછામાં એક યુવાને જીવ ગુમાવ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. મહેસાણાના ખેરાલુના ડભોડા ગામે તળાવ કિનારે વીડિયો ક્લિપ રિલ્સ બનાવી રહેલા યુવકનો પગ લપસતાં તળાવમાં ખાબકતાં ડૂબી જવાથી તેનું મો*ત થયું હતું. આ ઘટનાથી ગામમાં શોક છવાઇ ગયો હતો.
ડભોડા ગામમાં રહેતો 18 વર્ષીય બળવંત વાલ્મિકી ગામના પાદરે આવેલા તૌરાબોરુ નામના તળાવને કિનારે મોબાઈલમાં વીડિયો ક્લિપ બનાવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક તેનો પગ લપસતાં તળાવમાં પડી જતાં પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ અંગે જાણ થતાં તરવૈયાઑ અને આગેવાનો સહિત ગ્રામજનો દોડધામ કરી યુવકને તળાવમાંથી બહાર કાઢી ગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃ*ત જાહેર કર્યો હતો. આ ઘટનાથી ગામમાં શોકનો માહોલ સર્જાયો છે.