પૂર્વ સરપંચની શ્રધ્ધાંજલીની પોસ્ટમાં ‘પાપ ફૂટી ગયા’ની કોમેન્ટ કરી
ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામના યુવાનને આગેવાન ની શ્રદ્ધાંજલિની પોસ્ટમાં “પાપ ફૂટી ગયા” એવી કોમેન્ટ લખવી ભારે પડી છે. આગેવાનના ત્રણ સમર્થકોએ પ્લાસ્ટિકના ધોકા વડે માર મારતા હોસ્પિટલના ખાટલે પહોચવાનો વારો આવ્યો છે માર મારવા અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાવી પામે છે.પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાનાં ઘોઘાવદર ગામે રહેતા જીગ્નેશ અશોકભાઈ ધડુક ને ટીનું ગિરધરભાઈ ડોબરીયા અને તેનાં ભાઈ ટીફૂ અને ભૌતિક અશ્વિનભાઈ ડોબરીયા એ પ્લાસ્ટિક ના પાઇપ વડે ઢોર મારમારી ઇજા પહોંચાડતા સારવાર માટે ગોંડલ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૨૩ ૫૦૬ ૨ ૧૧૪ લાફ ૧૩૫ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી
યુવાને પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે અગાઉ તે ઘોઘાવદર સહકારી મંડળીમાં નોકરી કરતો હતો ત્યારે ગામ નાં માજી સરપંચ રાજેશભાઈ ઉર્ફે ચીકુ ભાઈ ડોબરીયા સાથે વાંધો પડતાં નોકરીમાંથી કાઢી મુકતા મન દુખ ચાલતું હતું ૫ દિવસ પહેલા રાજેશભાઈ ડોબરીયા નું નિધન થયું હોય facebookમાં તેના સમર્થકોએ શ્રદ્ધાંજલિ ની પોસ્ટ મૂકી હતી જેમાં જીજ્ઞેશ દ્વારા પાપ ફુટી ગયા તેવી કોમેન્ટ મુકતા આરોપીઓને લાગી આવતા જેનો ખાર રાખી માર માર્યો હતો.