- જે કઈ કમાવ તે પત્ની સાસુના કહેવાથી મારી પાસેથી રૂપિયા લઈ જાય અને જુગારમાં પૈસા ઉડાડી દે હું પૈસા ના આપુ તો ધમકી આપતા આ પગલું ભર્યું
Rajkot News
રાજકોટ તાલુકાના નવાપરા બામણબોર વિસ્તારમાં રહેતા યુવાનને આપઘાતની ફરજ પાડવાના ગુનામાં કોઠારીયા સોલવન્ટ ખાતે રહેતી પત્ની અને સાસુ સામે મોરવા મજબૂર ની કલમ હેઠળ એરપોર્ટ પોલીસ મથકના સ્ટાફે ગુનો નોંધી ધરપકડ કરવા તપાસનો ધમધમાટ આદર્યો છે વધુ વિગત મુજબ રાજકોટ તાલુકાના નવાપરા ગામે રહેતા સંજય લક્ષ્મણભાઈ બાવળીયા નામના યુવાને ગત સાંજે પોતાના ઘરે ગળાફાંસો ખાય આપઘાત કરી લીધો હતો .
આ બનાવમાં મૃતક સંજયભાઈ બાવળીયાના ભાઈ વિજયભાઈ બાવળીયાએ મૃતક સંજયભાઈ ની પત્ની પલવીબેન અને કોઠારીયા સોલવન્ટ ખાતે રેહતી સાસુ મધુબેન દિનેશભાઈ પંચાળા ના ત્રાસથી આ પગલું ભરી લીધાનું એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદમાં નોંધાવ્યું હતું. પોલીસે બંને સામે આપઘાતની ફરજ પાડવાની કલમ હેઠળ ગુનો નોંધી પ્રાથમિક તપાસમાં સંજ્ય ના લગ્ન એક વર્ષ પહેલાં કોઠારીયા સોલ્વન્ટ ખાતે રહતા દિનેશભાઈ પંચાળાની દીકરી પલ્લવીબેન સાથે અમારી જ્ઞાતી ના સમુહ લગ્નમાં લગ્ન થયેલા છે.
લગ્ન બાદ આ મારા ભાઈની પત્ની પલ્લવીબેન એક મહિનો વ્યવસ્થિત રહેલા બાદ તે ઘરમાં ઘરકામ બાબતે પિયરમાં જતા મારા ભાઈ તથા મારા માતા પિતા તથા મારી તથા મારી પત્ની સાથે ઝઘડો કરતા હતા હું ઘરમાં ઝઘડો ન થાય તે માટે જુદો રહેતો અને રસોડું અલગ કરેલ હતું. મારો ભાઈ સંજય મને વાત કરતો કે મારી પત્ની પલ્લવીબેન તથા સાસુ મધુબેનને જુગાર રમવાની ટેવ છે. હું જે કાંઈ કમાવ છું તે મારી પત્ની સાસુ ના કહેવાથી મારી પાસેથી લઈ લે છે અને ખોટા ખર્ચાઓ જુગારમાં પૈસા ઉડાડી દે છે અને હું પૈસા ના આપુ તો મને ધમકીઓ આપે છે.હું મારી પત્ની અને સાસુના ત્રાસથી કંટાળી ગયો છું. આમ વાત મારો ભાઈ મને કરતો હતો . મારા ભાઈના પત્ની પલ્લવીબેન તથા તેમના સાસુ મધુબેન અમારા ઘરે આવીને મારા ભાઈ સાથે ઝઘડો કરતા અને કહેતા કે તું મરી જા તારા મરવાથી અમોને કંઈ કાંઈ ફરક પડવાનો નથી તારે પૈસા તો આપવા જ પડશે તેમ ધમક ઓ આપતા હતા
આજથી સાતેક દિવસ પહેલા અમારા ઘરે ભાઈ સાથે પલવીબેન તથ મધુબેને પૈસા આપવા બાબત ઝઘડો કરેલો અને પોલીસમાં ફરિયાદ કરીને ફીટ કરાવી દઈશ તેમ ધમકી આપીને જતા રહેલા હતા. બાદ આ મારો ભાઈ તેની પત્ની પલવીબેન ને તેડવા માટે અવારનવાર ફોન કરતો ત્યારે આ પલવીબેન તથા તેમના માતા જણાવતા હતા કે અમારે છુટાછેડા લઈ લેવા છે . તમારે પાંચ લાખ રૂપિય આપવા પડશે નહીંતર બધાને પોલીસમાં ફીટ કરાવી દઈશ મારો ભાઈએ પત્ની પલવીબેન તથા સાસુ મધુબેનના માનસિક ત્રાસથી કંટાળી જઇ તા.04/02/2024 ના સાંજના આશરે સાતેક વાગ્યાના સુમારે તેના ઘરે પોતાની જાતે પ્લાસ્ટિકની દોરીથી છતના હુકમાં જાતે થી ગળાફાંસો ખાઈ આપધાત કરી લીધો છે. પોલીસે બંને સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.