બોલીવુડ સિંગર, હાઇવોલ્ટેજ ડીજે, ફોરેન કાર્નિવલ ડાન્સ ગૃપ, પર્સનલાઇઝડ એલઇડી ડાન્સ ફલોર પર રાજકોટીયન્સે ૨૦૧૯ને ગુડબાય અને ૨૦૨૦ને કર્યુ વેલકમ
કશિનો ન્યુ યર પાર્ટી રાજકોટવાસીઓ માટે બન્યુ નજરાણું: રંગીન રાત અને વિદેશી રસથાળ (ડીનર)ની મોજ માણી
કાલાવડ રોડ પરના ‘ટી વિલા કાફે’ રાજકોટ માટે બનેલા નજરાણાને ચાર ચાંદ લાગે તે પ્રકારનું થર્ટી ફર્સ્ટ નાઇટની ઉજવણી થઇ હતી. કશિનો ન્યુ યર ઇવ પાર્ટીમાં વિદેશી ડાન્સર સાથે યુવાધન ઝુમી ઉઠ્યું હતું. બોલીવુડ સિંગર અને ઇન્ડિય આઇડલ ફ્રેમ દિપાલીસાથે, પર્સનલાઇઝડ એલઇડી ડાન્સ ફલોર પર મી.પ્રો બીટ અને ડીજે હેઝટેગના સુર અને તાલ સાથે રાજકોટવાસીઓએ મોજ માણી હતી.
૨૦૧૯ને ગુડબાય અને ૨૦૨૦ને વેલકમ કરવા માટે ‘ટી વિલા કાફે’ ખાતે યોજાયેલી અનોખી અને યાદગાર બની રહે તેવી કશિનો ન્યુ યર ઇવ પાર્ટીનું આયોજન કાફેના ઓનર મેહુલભાઇ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું. વિદેશમાં યોજાતી ન્યુ યરની ડાન્સ અને ડીજે પાર્ટીની ઝાખી થાય તેવું શાનદાર આયોજનથી ક્રિમ ઓડીયન્સને ઘેલું લગાડયું હતુ. અને મોડીરાત સુધી વિદેશી ડાન્સર સાથે રાજકોટવાસીઓને ડાન્સ કરવાનો મોકો મળ્યો હતો.
બરોબર બારના ટકોરે ટી વિલા કાફેમાં ફાયર શો અને લેઝર શો સાથે ૨૦૨૦ને વેલકમ કરવામાં આવ્યું ત્યારે ડાન્સ પાર્ટીમાં જોડાયેલા તમામ ચીચીયારી સાથે ઝુમી ઉઠયા હતા. ટી વિલા કાફેમાં શહેરીજનો માટે ડાન્સ પાર્ટી યાદગાર બની ગઇ તેમ ડીનરનો પણ સ્વાદ ચટાકેદાર બની ગયો હતો. ઇટાલી, ચાનિઇઝ, મેકસિકન સહિતની તમામ વાનગીઓ કેંગ અલ્કલાઇન વોટરમાંથી બનાવી રાજકોટની મોજીલી જનતાને પિરસવામાં આવી હતી.
અબતક સાથેની વાતચીતમાં ‘ટી વિલા કેફે’ના માલિક મેહુલભાઈ મકવાણાએ જણાવ્યું હતુ કે રાજકોટના લોકો આ ભવ્ય પાર્ટીના આયોજન માટે ખૂબ પ્રોત્સાહિત કર્યો છે. અને ખૂબ સહયોગ રહ્યો છે. ૩૧મી ડિસેમ્બરની પાર્ટી અને નવા વર્ષના આગમન માટે રાજકોટીયન માટે એક અલગ નજરાણુ આપવા માટે ઉત્સાહિત હતો અને તેવા જ નજરાણાને ધ્યાનમાં રાખી આ ‘ટી વિલા કાફે’ બનાવ્યું અને ખાસ ન્યુયરની પાર્ટી માટે જ રાજકોટીયન્સ માટે એક એકસકલુઝીવ પાર્ટી માટે પણ ‘ટી વિલા કાફે’ ઉત્સાહીત હતુ.
જેના ભાગરૂપે ન્યુયરની પાર્ટીમાં ચૂનિંદા મહેમાનો અને તેમને તદન અલગ જ અનુભવ કરાવવા માટે જ આ ઈવેન્ટનું આયોજન કર્યું અને આયોજન પ્રમાણે ફકત રાજકોટ નહિ પૂરા સૌરાષ્ટ્રમાં ન્યુયરની પાર્ટી આ રીતે આયોજન નહિ થઈ હોય.
ન્યુ યરની પાર્ટી માટે ‘ટી વિલા કેફે’માં ઈન્ડીવિઝયુલ પ્રિવિલેજ સીટીંગ હોય અને એલઈડી ફલોટ હોય સાથે બોલીવૂડ સિંગર, ડીજે જેવા કલાકારોના પ્રર્ફોમન્સ હોય અને આ ઈવેન્ટ ફૂલ ફેમિલી ગેવટીંગ માટે ઈવેન્ટનું આયોજન રાજકોટ વાસીઓ માટે નવું જ નજરાણુ બન્યું છે.
‘ટી વિલા કેફે’ના આયોજનમાં સૌ પ્રથમ તો સેફટી-સિકયુરીટી પર વધુ મહત્વ આપવામાં આવ્યું છે. સિલેકટેડ લોકોને જ પાસનું વિતરણ કરવામાં આવ્યું છે. સાથોસાથ પાર્ટીમાં ખ્યાતનામ ડીજે આર્ટીસ્ટ અને સાથે ઈન્ડીયન આઈડલ ફેમ દિપાલી સાથેના સૂર પર લોકો મન મૂકીને ઝૂમયા, તેની સાથે મહેમાનો માટે જે એલઈડી ફલોર બનાવામાં આવ્યો છે તે ગુજરાતમાં સૌ પ્રથમવાર ઈન્ડીવિઝયુલ અને પ્રાઈવેટ ફલોર ઝૂમવા માટે બનાવામાં આવ્યો છે. સાથે નવા વર્ષના વધામણા માટે ફાયર શો પણ આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં પણ અલગ જ નજરાણું બની રહ્યું હતુ ન્યુયર પાર્ટીની ઈવેન્ટ માટે મનમાં એક ધ્યેય હતો કે આ વર્ષે રાજકોટવાસીઓને એક અલગ જ નજરાણુ મળી રહે જેમાં સફળતા મળી તેનો ખૂબ આનંદ છે.
લોકો આગમનની સાથે જ ડીજે પરર્ફોમન્સ અને સિંગર પરફોર્મન્સ અને નવા વર્ષના આગમન સાથે ખૂબ ઉત્સાહિત હતા. નવા વર્ષને વધાવવા માટે પણ એક અલગ વિચારો હતા તે મે ફલોર પર ઉતાર્યા છે.
અબતક સાથેની વાતચીતમાં ટી વિલા કેફેના મહેમાન બેનીતાબેન ઉપાધ્યાયએ જણાવ્યું હતુ કે નવુ વર્ષ ૨૦૨૦ના આગમન માટે અમારા ગ્રુપમાં પહેલેથી જ કાંઈક અલગ રીતે સેલીબ્રેશન કરવાનો વિચાર હતો માટે અમે ગ્રુપ સાથે ‘ટી વિલા કેફે’માં ન્યુયર પાર્ટીની ઈવેન્ટ માણવા અને ૨૦૨૦ના વર્ષનું અદભૂત આગમન કરવા આવ્યા હતા.
માહોલ વિશે જણાવતા કહું તો એકદમ લાઈવલી અને ખૂબજ અદભૂત ‘ટી વિલા કેફે’નું આયોજન છે. ન્યુયરની પાર્ટી જે રીતે ગુજરાત બહાર થાય છે.તેવો જ માહોલનું આયોજન કરી ગોવામાં પાર્ટી ચાલતી હોય તેવો માહોલ અહિયા લાગી રહ્યો છે. ‘ટી વિલા કેફે’દૂરથી જ એક અલગ નજરાણુ લાગી રહ્યું હતુ અને અહીયા આવ્યા બાદ અમે પાર્ટીની ખૂબ મજા માણી હતી.
અબતક સાથેની વાતચીતમાં ટી વિલા કેફેના મહેમાન અંકુરભાઈ બંસતે જણાવ્યું હતુ કે ૨૦૨૦ના આગમન માટે અમે લોકો ઘણા સમયથી ઉત્સુક હતા. અને જેના માટે ઘણી પાર્ટીઓ અને લોકેનશન વિશે જાણ્યા બાદ ‘ટી વિલા કેફે’ વિશે જાણવા મળ્યું તો લાગ્યું કે અહી બીજાથી કાંઈક અલગ જ લાગી રહ્યું હતુ દર વર્ષે અમે લોકો ન્યુયર પાર્ટી માટે ગુજરાત બહાર જતા હતા. પરંતુ આ વર્ષે મેહુલભાઈ મકવાણા સાથે વાતચીત થઈ અને પૂરૂ આયોજન સમજાવ્યું જેમાં લાઈટીંગ, ફલોટીંગ અને પર્સનલ સીટીંગ માટે પણ સ્પેસ મળશે માટે અમને લાગ્યું અહીયા રાજકોટમા આ એક અલગ આયોજન છે તો તેને જરૂર માણવું જોઈએ.
અત્યાર સુધી અમે ઘણા લોકેશનની વિઝિટ કરી હતી પરંતુ ‘ટી વિલા કેફે’માં લાઈટીંગ, ફલોટીંગ અને સીટીંગ મળી રહ્યું હતુ જે એકદમ અલગ જ છે. અને સાથે અદભૂત સાઉન્ડ સીસ્ટમ પણ અહીયા છે. જે રાજકોટની બધી પાર્ટીઓમાં અલગ પડી રહ્યું છે.
૨૦૨૦ના સ્વાગત માટે ટી વિલા કેફે જેવું લોકેશન બીજે ના મળી શકે અને આવતા વર્ષે જયારે ‘ટી વિલા કેફે’ પાર્ટીનું આયોજન કરશે ત્યારે જરૂર લોકો માટે વધુ સ્પેસની જરૂર પડશે. એટલું સફળતા પૂર્વકનું આયોજન મેહુલભાઈએ કર્યું છે.
અબતક સાથેની વાતચીતમાં ‘ટી વિલા કેફે’માં આવેલા ઈન્ડિયન આઈડલ ફેમ અને બોલીવુડ સિંગર દિપાલી સાથે એ જણાવ્યુંં હતુ કે રાજકોટ ન્યુયરની ઈવેન્ટ માટે ‘ટી વિલા કેફે’માં આવવાનો મોકો મળ્યો જેનાથી ખૂબ આનંદની અનૂભૂતી થાય છે. રાજકોટ ઘીવાર પરફોર્મ કરવાનું થયું પરંતુ ન્યુયર પાર્ટી માટે પ્રથમવાર આવી અને મેહુલભાઈ મકવાણા ‘ટી વિલા કેફે’ માલીકે ખૂબ જ સુંદર આયોજન કર્યું છે. જેના માટે હું વતસલ અને મેહુલભાઈનો આભાર માનું છું.
અહીયા આવી ખૂબ એન્જોય કર્યું સાથે રાજકોટના પ્રેમાળ લોકો સાથે મૂલાકાત થઈ જેનાથી ખૂબ આનંદ આવ્યો છે. આ વર્ષે જયારે રાજકોટ આવાનું વધુ ત્યારે અલગ અનૂભૂતી એ થઈ કે ગુજરાતનાં લોકો ખૂબ પ્રેમાળ અને નિખાલસ હોય છે. અહીયા પણ જયારે લોકો વચ્ચે મેં પરફોર્મ કર્યું ત્યારે તે લોકોએ પણ ખૂબ સારો અને પ્રેમાળ પ્રતિભાવ આપ્યો જે માણીને પારિવારીક લાગણીનો અનુભવ થયો.