જન્મદિન, પુણ્યતિથિ અને લગ્નતિથિએ વૃક્ષારોપણ કરવા અનુરોધ આરબ દેશોમાં જ નહી દરિયા કિનારે પણ ખજુરીનો ઉછેર
શીલ સામાન્યફ રીતે એવી માન્યતા છે કે દરિયાઇ પટ્ટી ઉપર ખારાશને કારણે ફળફળાદિ સહીત વૃક્ષનો ઉછેર વ્યવસ્થતિ રીતે થઇ શકતો નથી, પરંતુ પોરબંદર નજીકના જમરા ગામના યુવાને માંગરોલના શીલ ગામ નજીક બંજર જમીન ઉપર સુંદરવનનું નિર્માણ કરીને સ્તુત્ય પ્રયાસ કર્યો છે.
એક કીલોના સીતાફળ અને ખારેક-ખજુરથી માંડીને જૈન લોકો આરોગી શકે તેવા બટાટા, લસણનું જમીનની ઉપર (કંદમૂળ તરીકે નહીં) નિર્માણ કરી સૌને અચંબિત કરી દીધા છે. આ ખેડુત યુવાને અન્ય ખેડુતો માટે પ્રેરણા દાયી સાબીત થયા છે.
મુંબઇના જૈન વણિક પરિવાર કિશોરભાઇ શેઠે રહેણાંક મકાન માટે ખરીદેલી સુંદરવન તરીકે ઓળખાતી સાડા અઠ વિઘા સુંદરવનની જગ્યામાં ખારાપાણીના કારણે એક વૃક્ષ છોડ ઉછેર કરવો મુશ્કેલરુપ હતું આ કોળી યુવાન અમિતભાઇ મસરીભાઇ વાડલીયાની આગવી સુઝ કુનેહ અને વૈજ્ઞાનિક અભિગમના પરિણામે આ બંજર ભૂમિમાં વૃક્ષો છોડો તમામ દેશી-પરદેશી ફળફળાદિ ફુલછોડો તેજાના મરી મસાલા શરબતો કેરીઓ નો ઉછેર કરીને હરીયાળી ઉભી કરતાં આ પંથકના ખેડુતો અને પર્યાવરણ પ્રેમીઓથી અમીત વાડલીયાની છોડમાં રણછોડની ભાવના જોઇને અભિભૂત થયા છે. તેઓ જણાવે છે કે સુંદર વનમાં મધ ઉછેરાની પેટીઓ મૂકી મધ ઉછેરવામાં આવે છે. આ હરિયાળુ વન ઉભુ કરવામાં ભાંભરા પાણી ફરતા મધમાખી નો ફાળો મહત્વનો છે. વૃક્ષો છોડ ફળફળાદિ ઊગાડવા હોય તો મધ ઉછેર કરવો ખુબ આવશ્યક છે. ફૂલછોડ વૃક્ષોની માત્ર ધટી જવાના કારણે વ્યકિતઓ ઉપર મધમાખીનો હુમલા વઘ્યા છે ત્યારે જન્મ દિન, પુણ્યતિથિ અને લગ્ન તિથિ એ વૃક્ષારોપણ કરવું જરુરી છે.
ખજુરના પાક આરબ દેશોના રણદ્રીપોમાં જ થાય છે. લસણ કંદમૂળ નહીં પણ લસણ વૃક્ષ છે. બટાટા કંદમૂળ નહીં બટાટા વેલામાં થાય છે. જે વસ્તુ અશકય છે તે વસ્તુ આ જમીન પર શકય કરી છે મુંબઇના જૈન વણિક પરિવારે આ યુવાનની પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ જોઇને દેશ-વિદેશનો આ યુવાનને પ્રવાસ પણ કરાવેલો આ યુવાને દેશ-પરદેશની અજાયબીઓ જોવાને બદલે વૃક્ષોનું ઉછેર અને જનત કેમ થાય છે તેનું દર્શન કરીને આ દ્રષ્ટિ વિકસાવી છે.
આ સુંદરવન બગીચાના હરિયાણુ બનાવનાર અમીર વાડલીયાની મુલાકાતે માંગરોળ સહીત સૌરાષ્ટ્રભરમાંથી ખેડુતો અને પર્યાવરણ પ્રેમીઓ આવે છે ત્યારે તેઓ નિ:શુલ્ક માર્ગદર્શન પુરુ પાડે છે. કયારેક કોઇનો ફોન આવે તો પોતે પોતાના ખર્ચે મોટર સાયકલ લઇને તેમના નિવાસ સને પહોંચી જાય છે. કોઇએ પર્યાવરણ પ્રેમી માર્ગદર્શન લેવા ઇચ્છતા હોય તેઓએ અમીતભાઇ વાડલીયા મો. ૯૬૮૭૭ ૬૯૫૯૮ નો સંપર્ક સાધવા અનુરોધ છે.