ઉત્તરપ્રદેશમાં નરાધમોએ હેવાનીયતની હદ વળોટી
એક સપ્તાહમાં બે ગેંગ રેપની ઘટના અધપતનનું ઉતમ ઉદારણ: મહિલાઓની સલમતિ જોખમમાં મુકાતા યોગી સરકારે કૃષ્ણની જેમ વ્હારે આવવું જરૂરી
ઉત્તર પ્રદેશમાં એક જ સપ્તાહમાં યુવતી અને સગીરા પર થયેલા સામુહીક બળાત્કારની ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. બલરામપુરના હાથરસની કોલેજીયન યુવતી પર ગેંગ રેપ ગુજારી યુવતી ફરિયાદ નોંધાવી ન શકે તે માટે નરાધમોએ જીપ કાપી પથ્થરથી કરોડરજુ ભાંગી નિર્દયતાથી કરેલી હત્યા બાદ પિડીતાની પોલીસે અંતિમ વિધી કરી નાખવાની ઘટનાના પગલે ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી ચિંતાજનક બની છે. ત્યારે યોગી સરકારે વાંસનાંધ અધર્મિઓનો નાશ કરવા શિવ તાંડવ કરવું જરૂરી બન્યું છે. એક જ સપ્તાહમાં એક તરૂણી અને એક યુવતી વાસનાનો ભોગ બનતા ઉત્તર પ્રદેશમાં મહિલા સલામતિ જાખમમાં મુકાતા ‘યોગી’ સરકારે કૃષ્ણની જેમ મહિલાઓની વ્હારે આવી હેવાનિયતની હદ વળોટતા કામાંધોનો સહાર કરી ઉત્તર પ્રદેશમાં ફરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતી પર કાબુ કરવો જરૂરી બન્યો છે.
હાથરસની યુવતી પંદર દિવસ પહેલાં વાંસનાંધોએ સામુહિક બળાત્કાર ગુજારી પિડીતાની જીપ કાપી નાખી હતી અને કમ્મર પર પથ્થર મારી કરોડરજુ તોડી નાખતા યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજયાની શરમજનક ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે.
ઉત્તર પ્રદેશમાં અનેક ગુનામાં સંડોવાયેલા વિકાસ દુબેએ બિકરૂમાં પોલીસ અધિકારી સહિત આઠ પોલીસ કર્મચારી પર આડેધડ ફાયરિંગ કરી કરેલા હત્યાકાંડથી યુપીમાં કાયદો અને વ્યવસ્થા પર અનેક સવાલ થયા હતા તે રીતે જ ઉત્તર પ્રદેશમાં એક જ સપ્તાહમાં તરૂણી અને યુવતી પર થયેલા ગેંગ રેપની અને હત્યાની ઘટનાથી ઉત્તર પ્રદેશમાં ઠેર ઠેર દેખાવ થઇ રહ્યા છે.
ઉત્તર પ્રદેશના રાજકારણમાં રહેલા ગુનેગારોના કારણે ગુનાખોરી વકરી છે. ઉત્તર પ્રદેશના અલ્લાહબાદની પશ્ર્ચિમ બેઠક પરથી પાંચ વખત ધારાસભ્ય તરીકે અને ફુલપુર બેઠક પરથી વિજેતા બનીને સાંસદ બનેલા અતિક અહેમદ સામે હત્યા, લૂંટ, ખંડણી, જમીન પડાવવી અને મારામારી સહિત ૧૮૮ જેટલા ગુના નોંધાયા છે. અતિક અહેમદને ઉત્તર પ્રદેશની દેવરીયા,બરેલી અને અલ્લાહબાદની નૈની સાચવી શકવા અસમર્થ હોવાથી તેને ગુજરાતની અમદાવાદ સાબરમતી જેલ હવાલે કરવામાં આવ્યો છે.
ઉત્તર પ્રદેશમાં અતિક અહેમદ અને વિકાસ દુબે બાદ વાંસનાંધોના કારણે કાયદો અને વ્યવસ્થા અંગે અનેક સવાલ ઉઠયા છે. અને મહિલાઓએ પોતાનું શિયળ બચાવવું જોખમભર્યુ બન્યું છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી સંગીન બનાવવા માટે યોગી સરકારે શિવ તાંડવની જેમ ગુનેગારો પર તાંડવ કરવું જરૂરી બન્યું છે. એટલું જ નહી સમગ્ર દેશ માટે શરમ જનક કહી શકાય તેવી હીન ઘટનામાં સંડોવાયેલા નરાધમોને તાકીદે કડક કાર્યવાહી કરી ડામી દેવામાં નહી આવે તો આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશમાં તંત્રની નહી પરંતુ ગુનેગારોની જો હુકમી બની જશે તેવું પણ જાણકારો કહી રહ્યા છે.
તંત્ર નબળુ પડતું હોય ત્યારે સામાન્ય વ્યક્તિ બાહુબલીનો આશરો લેતા હોય છે અને તેઓ દરેક શહેરમાં આવા બાહુબલીના અનિવાર્ય અનિષ્ટ જરૂરી હોય છે. તંત્ર જે કરી ન શકે તે આવા રોબીનવુડ થકી પિડીત ન્યાયની અપેક્ષા રાખતા હોય છે. તે રીતે ઉત્તર પ્રદેશમોં પોલીસની કાર્યપધ્ધતિ સામે રોષ ઉઠયો છે. ત્યારે અસરગ્રસ્તો માટે ઉત્તરપ્રદેશમાં રોબીનવુડની જરૂરીયત ઉભી થઇ છે.
ઉત્તર પ્રદેશના હાથરસની યુવતી પર થયેલા ગેંગ રેપ અને હત્યાની ઘટનાથી ઠેર ઠેર દેખાવ થઇ રહ્યા હોવાથી પોલીસે મૃતક પિડીતાની બારોબાર અંતિમ વિધી કરતા પિડીતાનો પરિવાર સુપ્રીમ કોર્ટમાં દાદ માગવામાં આવી છે. અને જવાબદાર સામે કાર્યવાહી કરવા દાદ માગી સુનાવણી ઉત્તર પ્રદેશમાં નહી દિલ્હી કોર્ટમાં ચલાવવા રજૂઆત કરી છે. બીજી તરફ મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે પિડીતાના પરિવાર સાથે વાતચીત કરી યોગ્ય ન્યાયની ખાતરી આપી એસઆઇટીની રચના કરી છે. તેમજ પરિવારને રૂા.૨૫ લાખનું વળતર તેમજ સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે.
આણંદની બાળકી પર દુષ્કર્મ અને હત્યાના ગુનામાં સંડોવાયેલા શખ્સને મૃત્યુ દંડની સજા ફટકારી
આણંદ જિલ્લાના ખંભાતના ફીણાવા ગામે ત્રણ વર્ષ પહેલા ત્રણ વર્ષની માસુમ બાળકી પર બળાત્કાર ગુજારી કરેલી હત્યાના ગુનામાં સંડોવાયેલા શખ્સને સેસન્શ કોર્ટે નરાધમને ફાંસીની સજા ફટકારી રૂા.૫ હજારનો દડ ફટકાર્યો છે. માસુમ બાળકી પર હેવાન બનેલા રાજુ દેવીપૂજકને અધિક સેસન્શ જજ દિલીપ હિંગુએ તકસીરવાન ઠેરવી રેર ઓફ ધ રેસ ઘટના ગણાવી ફાંસીની સજા ફટકારી છે. રાજુ દેવીપૂજકે તા.૧૭-૨-૧૭ના રોજ ત્રણ વર્ષની બાળકનું અપહરણ કરી બળાત્કાર ગુજારી ગળુ દાબી મોતને ઘાટ ઉતારી દીધાનું તેમજ માસુમ બાળકીના શરીર પર રહેલાં સોનાના દાગીના લૂંટી લીધાની ઘટના પોલીસમાં નોંધાઇ હતી.