નાગરિકતા કાયદા સામે હિંસક પ્રદર્શન કરી રહેલા તોફાની તત્ત્વોને ઓળખી કાઢીને તેમને સરકારી મિલ્કતને કરેલા નુકશાનની વસુલાત કરવાનો યોગી સરકારનો નિર્ણય
કેન્દ્રની મોદી સરકારે તાજેતરમાં અમલમાં મુકેલા નાગરિકતા સુધારા કાયદા અંગે ગેરસમજના કારણે દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. દેશના સૌથી મોટા રાજય ઉત્તર પ્રદેશના લખનૌ સહિતના અનેક શહેરોમાં પણ આ નવા કાયદા સામે થયેલા પ્રદર્શનો દરમ્યાન હિંસક દેખાવો થયા હતા જેમાં સરકારી મિલ્કતોને મોટા પ્રમાણમાં નુકશાન થવા પામ્યું છે. જેથી, ઉત્તર પ્રદેશની યોગી સરકારે જાહેર સરકારી મિલ્કતોને નુકશાન કરતા તોફાની તત્વોને ઓળખી કાઢીને જરૂર પડયે તેમની સંપત્તિઓ વેંચીને થયેલા નુકશાનની ભરપાઈ કરવાનો નિર્ણય કર્યો છે. યોગી સરકારના આ નિર્ણયથી તોફાની તત્વોમાં પોતાની ઓળખ છતી થવાની સંભાવનાથી ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજધાની લખનૌમાં નાગરિકત્વ કાયદા વિરુદ્ધ ઈ રહેલા પ્રદર્શન અંગે કડક વલણ અપનાવ્યું છે. યોગીએ અધિકારીઓને આવા દુષકૃત્ય કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે અને સામાન્ય લોકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન હોવી જોઇએ તેવી સુચના પણ આપી છે. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું છે કે કોઈ પણ નુકશાન કરનારને બક્ષવામાં આવશે નહીં અને સરકાર તોફાનીઓની ઓળખ કરશે અને તેમની સંપત્તિની હરાજી કરશે અને આ પૈસાથી નુકસાનની ભરપાઇ કરશે. લખનૌ હિંસા અંગે મીડિયા સાથે વાત કરતા યોગીએ જણાવ્યું હતું કે, અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે સામાન્ય માણસોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેવી વ્યવસ ગોઠવો. આ ઉપરાંત હિંસા અને ઉપદ્રવની ઘટનામાં સંડોવાયેલા લોકોને ઓળખવા પણ કહેવામાં આવ્યું છે.
યોગીએ કહ્યું કે લખનૌમાં ઓબી વાન, રોડવે બસો અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી છે. આવેદનપત્ર પાઠવીને પરત આવતા તત્વોએ આ વાહનોમાં તોડફોડ કરી અને આગ લગાવી દીધી છે. જ્યાં પણ જાહેર સંપત્તિને નુકસાન થાય છે ત્યાં સરકાર કડક કાર્યવાહી કરશે. આ સિવાય અમે તોફાનીઓની સંપત્તિની હરાજી કરીશું અને તેને પુન પ્રાપ્ત કરીશું. નાગરિકત્વ કાયદા અંગે વિપક્ષોએ મૂંઝવણ ફેલાવી હોવાનો આક્ષેપ કરતાં સીએમ યોગીએ કહ્યું કે વિરોધી પક્ષો પાસે કોઈ મુદ્દો બાકી નથી. આવી સ્થિતિમાં, તેઓ નાગરિકત્વ કાયદા અંગે દેશના વિવિધ ભાગોના લોકોમાં મૂંઝવણ ફેલાવવાનું કામ કરી રહ્યા છે. લખનૌમાં થયેલી હિંસાથી ખિન્ન યેલા યોગીએ ગઈકાલસાંજે અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠક પણ બોલાવી છે. આ બેઠકમાં રાજ્યના મુખ્ય સચિવ, ડીજીપી, ગૃહ વિભાગના મુખ્ય સચિવ અને અન્ય ઘણા અધિકારીઓને બોલાવાયા છે.
ડીજીપી ઓપી સિંહે કહ્યું કે લખનૌમાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. પોલીસે હિંસક પ્રદર્શનમાં સામેલ ૫૫ લોકોની ધરપકડ કરી છે. સીસીટીવી ફૂટેજની મદદથી અન્ય બદમાશોની ઓળખ કરવામાં આવી રહી છે. લખનૌ એસએસપી કલાનિધિ નાથની જરૂરી કાર્યવાહી કરી રહી છે. કોઈપણ આરોપીને બક્ષવામાં આવશે નહીં. કેજીએમયુ ટ્રોમા સેન્ટરના પ્રભારી સંદિપ તિવારીએ જણાવ્યું હતું કે વિરોધ દરમિયાન ઘાયલ થયેલા વધુ બે લોકોની પણ અહીં સારવાર કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ફાયરિંગ ક્યાં થયું તે સ્પષ્ટ નથી. સિટીઝનશિપ એક્ટને લઈને લખનૌમાં ધાંધલ-ધમાલ બાદ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી અને લખનૌના સાંસદ રાજનાથસિંહે યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે ફોન પર વાત કરી હતી. સંરક્ષણમંત્રી હાલમાં યુ.એસ. છે.
પશ્ચિમ ઉત્તર પ્રદેશના મેરઠ, મુઝફ્ફરનગર, સહારનપુર, શામલી, અલીગ ડિસ્ટ્રીકટસ જિલ્લામાં ઇન્ટરનેટ સેવાઓ આજ રાત્રી સુધી બંધ રાખવામાં આવી છે. દરમિયાન એસએસપી મેરઠ અજય સાહનીએ નાગરિકત્વ કાયદા વિરુધ્ધ પ્રદર્શનની સામે ચેતવણી આપી છે કે જો કલમ ૧૪૪ લાગુ કરવામાં આવે તો સંગઠન અથવા ટોળાના રૂપમાં લોકો એકઠા થયા હતા કે સરઘસ અથવા વાતાવરણ સાથે ચેડા કરવાની કોશિશ કરવામાં આવી હતી, અફવાઓ ફેલાય છે તો ગેંગસ્ટર એક્ટ અને એન.એસ.એ. સુધી કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ મેરઠમાં અધિકારીઓ અમનની અપીલ સાથે શહેરમાં કૂચ કરી રહ્યા હતા.