અયોઘ્યા જિલ્લા કલેકટર દ્વારા ૧૦મી ઓકટોબરે પ્રસિઘ્ધ કરેલા જાહેરનામાને આ કેસના ચૂકાદા અને તહેવારોને લઇ બે માસ સુધી લંબાવાયું
સમગ્ર દેશ અને વિશ્ર્વની નજર જેના પર સ્થિર બની છે તે રામ જન્મભૂમિ બાબરી મસ્જીદ વિવાદ કેસનો હવે સુપ્રિમ કોર્ટમાં ટુંક સમયમાં ચૂકાદો આવનારો છે.
ત્યારે આ વિવાદમાં ર૮મી ડીસેમ્બર સુધી મહત્વની પુરવાર થનારી છે જેની ઉત્તરપ્રદેશ સરકારે ચાર પાનનું જાહેરનામું પ્રસિઘ્ધ કરીને અયોઘ્યા જીલ્લામાં કોઇપણ વાંધાજનકે કે દેવતાઓ અંગેની ટિપ્પણી ઇન્સ્ટ્રાગ્રામ, ટેલીગ્રામ, ટવીટર અને વોટસએપના માઘ્યમ પર મુકવા માટે પ્રતિબંધીત જાહેર કરી છે. સાથે સાથે આ સમયગાળા દરમિયાન ઇલેકટ્રોનિકસ મિડીયા પર કોઇપણ પ્રકારની ડિબેટ મુકવા પર પ્રતિબંધ મુકી દીધો છે.
૩૧મી ઓકટોમ્બરે અયોઘ્યા જીલ્લા કલેટકરએ પ્રસિઘ્ધ કરેલા જાહેરનામામાં ૩૧ ઓકટોબર થી ર૮ ડીસેમ્બર સુધી જીલ્લામાં ૧૪૪ લાગુ કરવામાં આવી છે. જેમાં કોઇપણ મહાનુભાવો, દેવતાઓ અને ભગવાન પર કોઇપણ જાતની વાંધાજનક ટિપ્પણી ન કરવા અને મંજુરી વગર કોઇપણની પોષ્ટ શેર ન કરવા આદેશો જારી કરાયા છે. આ જાહેરનામામાં છઠ્ઠ પુજા, કાર્તિક પુર્ણિમા, પંચકો પરિક્રમા, ચૌધરીચરણસિંહની જન્મ જયઁતિ, ગુરુનાનક જન્મ જયંતિ, ગુરુ તેગબહાદુર શહીદ દિન, ઇદ મિલાદ, અને ક્રિસમસ જેવા તહેવારોના પગલે સુલેહ શાંતિ માટે આ જાહેરનામું પ્રસિઘ્ધ કરવામાં આવ્યું છે. ૧૦મી ઓકટોમ્બરે પ્રસિઘ્ધ થયેલા આ જાહેરનામાને ફરીથી ૩૦મી ઓકટોમ્બરે લાગુ કરવામાં આવ્યો છે. આ જાહેરનામામાં તમામ કાર્યક્રમો સભા, સરઘસ, ગીતચિત્રો અને રામજન્મ ભુમિમાં પ્રતિબંધીત જાહેર કરવામાં આવ્યા છે.
સરકારી કર્મચારી અને સુરક્ષા દળોને હથિયાર બંધીમાંથી મુકિત આપવામાં આવી છે. વિસ્ફોટકો, રસાયણો કાચના ટુકડા, સોડા બોટલ, પાટીયા પરિષદો, ચર્ચાઓ અને સાંસ્કૃતિ કાર્યક્રમોને પણ પ્રતિબંધીત જાહેર કરવામાં આવ્યા હતા. આ જાહેરનામા અયોઘ્યાવાસીઓની દુધ, શાકભાજી, કઠોળ, ઓખા તેલ, બટેટા, ડુંગળી અને ઇંડા જેવી જરુરીયાતની ચીજવસ્તુઓ મળી રહે તેવી વ્યવસ્થા સાથે સાથે માસના અવશેષો ઇંડાના ફોતરા જાહેર સ્થળોએ ફેંકવા પર પ્રતિબંધ મુકવાનો આવ્યો છે. કાર્તિક પુર્ણિમા, ચૌદકોશી અને પંચકોશી પરિક્રમા વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે.