બાકી રહી ગયેલા લોકો માટે સભ્ય નોંધણી ૧૫ જૂલાઈ સુધી ચાલશે: ઓગસ્ટથી કાર્યક્રમોની વણઝાર

સરકારે અનલોક૨માં ઘણી છૂટછાટો આપી છે ત્યારે સરગમ કલબનું સભ્યપદનું વર્ષ પણ ૧લી ઓગસ્ટથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. નવું વર્ષ ૧ સપ્ટેમ્બર ૨૦૨૦થી તા.૩૦-૦૭૨૦૨૧ સુધીનું ગણાશે. જેમણે નવા વર્ષ માટે ફી ભરી દીધી છે તેમનું વર્ષ પણ ૧લી એપ્રિલને બદલે ૧લી ઓગસ્ટથી ગણાશે. સાથોસાથ જેમને સભ્યપદ લેવાનું રહી ગયું હોય તેમના માટે પણ નવું વર્ષ ૧લી ઓગસ્ટથી ગણાશે. નવું સભ્યપદ મેળવવા માટે તા.૨૭થી ૧૫-૭ સુધી ફોર્મ ભરી શકાશે.

આ અંગે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યું હતું કે દર વર્ષે સરગમ કલબમાં સભ્ય નોંધણી તા.૧૫થી ૩૧ માર્ચ સુધી કરવામાં આવે છે. આ વર્ષે પણ નોંધણીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી પરંતુ કોરોના મહામારીને કારણે લોકડાઉન લાગુ થઈ જતાં આ પ્રક્રિયા અટકી પડી હતી. જો કે હવે ધીમે-ધીમે છૂટછાટો મળી રહી છે એટલા માટે સભ્યનોંધણીની પ્રક્રિયા પણ ફરીથી કાર્યરત કરવામાં આવનાર છે. તેમણે જણાવ્યું કે જે સભ્યોએ આ વર્ષે માર્ચ-૨૦૨૦માં ફોર્મ ભરી દીધા છે તેઓએ ફરી ફોર્મ ભરવાની જરૂર રહેતી નથી પરંતુ જે સભ્યો ફોર્મ ભરી નથી શકયા તેઓ તા.૨૭થી તા.૧૫-૭ સુધી ફોર્મ ભરી શકશે. સભ્યપદના ફોર્મ માત્ર ગુણવંતભાઈ ડેલાવાળાની ઓફિસ, જાગનાથ મંદિર ચોકરાજકોટ (ફોન નં. ૨૪૬૭૭૧૭) ખાતે જ ભરી શકાશે.

આ ઉપરાંત જૂના અને નવા સભ્યો ફોર્મ ભરવા આવે ત્યારે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. ત્યારે સરગમ કલબ દ્વારા આયોજિત કાર્યક્રમો શરૂ થાય ત્યારે પણ સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકાનો કડક અમલ કરવાનો રહેશે. ગુણવંતભાઈએ ઉમેયુ કે હેમુ ગઢવી નાટયગૃહનું રિપેરિંગ કામ ચાલું હોવાથી ઓગસ્ટ મહિનાથી કાર્યક્રમ શરૂ થશે પરંતુ તમામ સભ્યોને એક વર્ષમાં ૧૦થી ૧૨ કાર્યક્રમ માણવા મળશે. એકંદરે હવે સરગમ કલબનું વર્ષ ૧-૮-૨૦૨૦થી તા.૩૦-૭-૨૦૨૧ સુધીનું ગણાશે.

સરગમ કલબના તમામ કલબની સભ્ય નોંધણી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. સરગમ કલબ સંચાલિત અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિર્મિત ઈવનિંગ પોસ્ટ (ચૌધરી હાઈસ્કૂલવાળો રોડ)માં પણ સભ્ય ફી સ્વીકારવાનું ચાલું છે. આ માટે સવારે ૧૧થી ૧૨ અથવા સાંજે ૬થી ૭ વચ્ચે સંપર્ક કરવાનો રહેશે. સભ્યપદની ફી એક વર્ષની ૨૦૦ રૂપિયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.