લાભપાંચમના શુભમુહર્તે જણ૨સની મબલખ આવકની સંભાવના
પપ૦૦૦ જેટલી મગફળીની ગુણીની આવક
૭૫૦ થી ૯૫૦ સુધીના ભાવે ખરીદીનો પ્રારંભ
દર વર્ષની સરખામણીમાં આ વર્ષે મગફળીમાં ૧૫ મણ જેટલો ઓછો ઉતારો
ભાવાંતર યોજના મુદ્દે મુખ્યમંત્રી સાથે અઠવાડીયામાં બેઠક યોજવા કેબીનેટ મંત્રી રાદડીયા અને ડી.કે.સખીયાની ખાત્રી
આજે લાભપાંચમના શુભમુહર્તે સરકારે ટેકાના ભાવે ખરીદી શરૂ કરતા સૌરાષ્ટ્રના માર્કેટીંગ યાર્ડો ધમધમ્યા છે. ખેડૂતો દિવાળીનું વેકેશન ખુલતા જ પોતાની જણસ યાર્ડમાં ઠાલવી રહ્યા છે. જોકે દર વર્ષ કરતા આ વખતે ઓછા વરસાદને કારણે મગફળીના પાકનો ૧ વીઘે ૧પ જેટલો ઓછો ઉતારો આવ્યો છે. સારી ગુણવત્તાવાળી મગફળીની ખરીદી રૂ.૯૫૦ લેખે થવા પામી છે.
દરેક વ્યાપાર-ધંધા શુભ ચોઘડીયે શરુ થયાં છે. નવા વર્ષમાં વધુ પ્રગતિ અને વિકાસની પ્રાર્થના સાથે ધંધાર્થીઓ વેપારીઓ પોત-પોતાના કામધંધે લાગી ગયાં છે.
છેલ્લા અઠવાડીયાથી માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ભાવાંતર યોજના લાગુ કરવાની માગ સાથે સૌરાષ્ટ્ર વેપારી એપીએમસી હડતાલ પર ઉતર્યા હતા. વચ્ચે દિવાળીની રજાઓ આવતાં વેકેશન પડયું હતું. જો કે રજાના દિવસોમાં સૌરાષ્ટ્ર વેપારી એપીએમસીને કેન્દ્રીય મંત્રી જયેશ રાદડીયા અને રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા સાથે વાતચીત કરતા તેઓએ આ જ અઠવાડીયામાં મુખ્યમંત્રી સાથે બેઠક યોજવાની ખાત્રી આપી છે. જેથી આ નિર્ણયને પગલે આજે લાભ પાંચમના શભમુહુર્ત રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં મગફળીની ખરીદી રૂ ૭૫૦ થી લઇ ૯૫૦ સુધીના ભાવે રાબેતા મુજબ શરુ થવા પામી છે. આશરે પપ૦૦૦ ગુણીની આવક રાજકોટ માકેટીંગ યાર્ડમાં થવા પામી છે.
ભાવાંતર યોજના લાગુ કરવાના મુદ્દે ચાલેલી હડતાલ સમેટી આજથી દિવાળી વેકેશન ખુલતાં લાભપાંચમના શુભમુહુર્તે રાબેતા મુજબ મગફળીની ખરીદીનો પ્રારંભ થયો છે. સૌરાષ્ટ્ર વેપારી એપીએમસીના પ્રમુખ અતુલ કામાણીએ ‘અબતક’સાથેની વાતચીતમાં જણાવ્યા મુજબ ભાવાંતર યોજના લાગુ કરવાની માંગ સાથે જે હડતાલ ચાલુ થઇ હતી તે મુદ્દે કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા અને રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા સાથે વાતચીત કરતા તેઓએ આગામી આઠ દિવસમાં જ મુખ્યમંત્રી સાથે બેઠક યોજવાનું નકકી કર્યુ છે. સરકાર સાથે યોગ્ય વાટાધાટો કર્યા બાદ જ ભાવાંતર યોજવા લાગુ કરવાનો નિર્ણય લેવાશે.
ખેડુતોએ ટેકાના ભાવે મગફળી વેચવા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી દીધું છે. રાજનાય આશરે ૧ર૦ કેન્દ્રો પરથી મગફળીની ખરીદી શરુ કરવામાં આવશે.
ખેડુતો આનંદો : સુરેન્દ્રનગરમાં કપાસનો ભાવ રૂ.૧૨૫૦ને પાર
સુરેન્દ્રનગર જીલ્લા મા ખૂબ ઓછો વરસાદ પડ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના ખેડૂતો દવારા વાવેતરનું પ્રમાણ પણ ઘણું ઓછું થયું હતું. વરસાદ અનિયમિત અને ઓછો હોવાનાં કારણે સુરેન્દ્રનગર જીલ્લામા વાવેતરમા નોધ પાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાઓએ કપાસનું હબ ગણવામા આવે છે ઝાલાવાડ પંથકની કપાસ વિશ્વ વિખ્યાત અને વિશ્વ વેપારમા સારી એવી નામના મેળવી છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના ખેડૂતો દવારા કપાસનું ઉત્પાદન મબલક રીતે કરવામા આવ્યુ હતું. વરસાદ ઓછો હોવા છતાં સુરેન્દ્રનગર જિલ્લામા કપાસનું ઉત્પાદન સારૂ એવું થયું છે.
કેનાલોના પાણીના કારણે સુરેન્દ્રનગર જીલ્લાના ખેડૂતોને પાક લેવા માટે સારો એવો ફાયદો થયો છે.
ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામા કપાસનું ઉત્પાદન સારૂ એવું થયું છે અને ઓછો વરસાદ હોવા છતાં સુરેન્દ્રનગર જીલ્લામા કપાસ કેનાલોના પાણીના કારણે મબલક ઉત્પાદન થયું છે.
ત્યારે ગયા વર્સે ઝાલાવાડ પંથકમા કપાસના ભાવ ૯૦૦ની અંદર હતા ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના ખેડૂતોને આગળના વરસે ખૂબ નુકસાની વેઠવી પડી હતી. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામા આ વરસે કપાસના શરૂઆતના ભાવ ૧૨૫૦ રૂપિયાને પાર પહોંચતા ખેડૂતોમા આનદની લાગણી વ્યાપી ગઇ હતી.
ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના માર્કેટિંગ યાર્ડઓમા મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના ખેતરોમા ઉગેલો કપાસ વીણીને ૧૨૫૦ના ભાવે હાલ વેચી રહયા છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના યાર્ડઓ ફરી ધમધમતા બની ચૂક્યા છે.
છેલ્લા દસ દિવસથી સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટ યાર્ડના વેપારી એસો. ભાવાતર યોજના લાગુ સાથે હડતાલ પર હતા ત્યારે ગઇકાલે સરકાર સાથે વાટાઘાટો બાદ આજે અગિયારમાં દિવસે યાર્ડ ખુલતા કપાસની ખરીદીનો પ્રારં થયો છે.