અબતકની મુલાકાતમાં સમસ્ત મેઘાણી નંદાણીયા પરિવાર દ્વારા આયોજિત યજ્ઞ મહોત્સવ આપતા તુલસીભાઈ મેઘાણી
રાજકોટના મવડી માં સ્થાપિત ગેલીધામ મંદિરમાં દશાબ્દિ મહોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, અબ તકની મુલાકાતમાં સમસ્ત મેઘાણી નંદાણીયા પરિવારના પૂર્વ પ્રમુખ તુલસીભાઈ મેઘાણીએ મહોત્સવ ની વિગતો આપી જણાવ્યું હતું કે સમસ્ત મેઘાણી નંદાણીયા પરિવાર દ્વારા ગેલીધામ મંદિર ના દશાબ્દિ મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત દશમુસકંદ કથા નું પંચ દિવસીય આયોજન કરવામાં આવ્યું છે, તારીખ 5 એપ્રિલથી 9 એપ્રિલ સુધીની આ રાત્રિ કથામાં દરરોજ રાત્રે 8:30 થી 11:30 કથા શ્રવણ નો લાભ અપાશે આ ધર્મોત્સવમાં 7 એપ્રિલથી 9 એપ્રિલ સુધી ત્રિ દિવસીય 108 કુંડી સહસ્ત્રી ચંડી મહાયાગમાં ઋષિકૂળ ની પરંપરા મુજબની યજ્ઞશાળામાં, ગૌશાળા, અશ્વશાળા અને ગજરાજ શાળા નું નિર્માણ કરવામાં આવશે અને યજ્ઞ મા. દરરોજ સવારે સાડા આઠ થી એક અને ત્રણથી સાડા છ ધર્મ અનુષ્ઠાન કરવામાં આવશે.
કુળદેવી ગેલ માતાજી મહુડી ગામ મધ્યે 28 ચોરસ વાર જગ્યામાં એક નાના દેશી નળિયાવાળા મકાન માં બિરાજમાન હતા 35 વર્ષ પહેલા 1989 માં પ્રથમ યજ્ઞ પાટોત્સવ આયોજન કરાયું .તેની સફળતા બાદ દર વર્ષે ચૈત્ર મહિનાની આઠમના દિવસે યજ્ઞ પાટોત્સવ નું આયોજન ની પરંપરા ઊભી થઈ તે મુજબ છેલ્લા 35 વર્ષથી માંના આંગણે યજ્ઞ પાટોત્સવ નું આયોજન થતું રહે છે ,1995 માં પ્રથમ શ્રીમદ ભાગવત કથા ,1996 ની સાલમાં જુના મંદિરના જીર્ણોદ્ધાર, 2000 માં સમાજવાડી નિર્માણ ના લાભાર્થે ભાગવત કથા યોજાય હતી, 2002માં સમાજ વાડી ઉદ્ઘાટન અને લોકાર્પણ કરાયું 2005માં કુળદેવી નું જૂનું મંદિર ની જગ્યાએ નૂતન મંદિર નો સંકલ્પ કરાયો. 2006 માં મંદિરનું શિલાન્યાસ થયું, 2013માં નુતન મંદિર નું કામ પૂરું થયું અને પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ, 2015માં દ્વારકાધીશ ને ધ્વજા અર્પણ નો ઉત્સવ યોજાયો,
2023માં મેઘાણી પરિવારના પૂર્વ પ્રમુખ તુલસીભાઈ મેઘાણી ના માર્ગદર્શન હેઠળ નવનિયુક્ત પ્રમુખ નવલભાઈ ના નેતૃત્વમાં સમસ્ત મેઘાણી નંદાણીયા પરિવાર દ્વારા આયોજિત ગેલીધામ મંદિર મહુડીનાદશાબ્દિ મહોત્સવ માં પાંચ થી નવ એપ્રિલના પંચ દિવસીય પાટોત્સવ નું અમૃતવાટિકા ગ્રાઉન્ડ સર્વોદય સ્કૂલ સામે 80 ફૂટ રોડ મહુડી કાંગસિયાળા રોડ પર આઠ એકર ના વિશાળ પટાંગણમાં જ્યાં દશાબ્દિ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું ત્યાં 60 હજાર ચોરસ ફુટમાં યજ્ઞશાળા ,ગૌશાળા અશ્વશાળા અને ગજરાજ શાળાઉભી કરવામાં આવી છે
કબૂતર ઘર ,ભોજનશાળા રસોઈ ઘર અને કથા મંડપ ના વિશાળ આયોજનમાં 99 ચતુષકોણમાં 99 એકમાં દંપતિઓ બેસીને આહુતિ આપશે યજ્ઞ કુંડમાં ત્રણ દિવસમાં કુલ 3250 કિલો કાસ્ટ નો ઉપયોગ થશે ,8100 ગાયના છાણના અડાયાનો ઉપયોગ થશે 650 કિલો ગાયનું ચોખ્ખું ઘી વપરાશે ,યજ્ઞ વિધિમાં રાજકોટ નિવાસી આચાર્ય કૌશિકભાઇ ત્રિવેદી અને સાથે 125 બ્રાહ્મણ શાસ્ત્રીઓ યજમાનોના હસ્તે યજ્ઞ વિધિ સંપન્ન કરાવશે આ પંચ દિવસીય મહોત્સવ સતયુગની યજ્ઞ મહોત્સવ નો લાભ લેવા સમસ્ત મેઘાણી નંદાણીયા પરિવાર અને ભાવિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.