માલધારી સમાજ દ્વારા ખાસ અનુરોધ કરાયેલ છે કે, દુધની ડેરી ધરાવતા લોકોએ કાલે ખાસ બંધ રાખવા આહવાન કરેલ છે. સમસ્ત યદુવંશી ગોપ ભરવાડ સમાજના ગુરુગાદી ધર્મગુરુ ઘનશ્યામપુરી બાપુએ જ્યારે શેરથા માલધારી સંમેલન માં આહવાન કર્યું હોય ત્યારે ગુજરાત માલધારી સમાજ દ્વારા કાલે ઢોર નિયંત્રણ કાયદા ને પરત ખેંચવાને લઈ સમગ્ર ગુજરાતની અંદર માલધારી સમાજ દ્વારા એક પણ લીટર દૂધ કોઇને આપવામાં નહીં આવે અને ચા ની હોટલો અને દૂધ વિતરણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ત્યારે રાજકોટ માલધારી સમાજને પણ કાલે સવાર સાંજનું દૂધ વિતરણ બંધ કરી સરકારની સામે આંદોલન ચાલી રહ્યું છે તેને સપોર્ટ કરી સીટી ની અંદર જે ગાયને નિયંત્રણ કરવા નીકળેલી સરકારની સામે આંદોલન દૂધ બંધ કરવાનું હોય ત્યારે એક દિવસ દૂધ બંધ રાખવું સમસ્ત માલધારી સમાજને આહવાન છે કે આ એક દિવસનું દૂધ જેમ યદુવંશી ગોપ ભરવાડ સમાજના ગુરુ ઘનશ્યામ પુરી બાપુએ આહવાન કર્યું છે કે એક દિવસ દૂધ બંધ રાખી દૂધને મેળવી દહીં બનાવી ઘી બનાવી લાડવા બનાવીને અને દ્વારકાધીશ ને પ્રસાદ કરો અને એ લાડવા બધાને પ્રસાદ રૂપે વિતરણ કરવા એ રીતે જ્યારે બાપુએ આદેશ કર્યો હોય ત્યારે સમસ્ત માલધારી સમાજને જણાવવાનું કે એક દિવસ દૂધ વિતરણ બંધ રાખી સમાજને અને ગાય માતાની ન્યાય આપવા અપીલ ભીખાભાઐ પડસારીયા રણજીત મુંધવા નારણભાઇ વકાતર , ગોપાલ ગોલતર ભરત ધોળકીયા , બીજલ ચાવડીયા, હિરાભાઈ બાંભવા, જીલેશ ભરવાડ સહીત ના આગેવાનો જણાવેલ છે.