જેલ-ર અંદરની સાઇડની ઘટના: અજાણ્યા શખ્સ વિરૂઘ્ધ ગુનો નોંધી તપાસ શરૂ

રાજકોટ જીલ્લા જેલ છેલ્લા ઘણા સમયથી કેદીના આપઘાત બિમારી અને મારામારીમાં ચર્ચિત રહી છે ત્યારે વધુ એક ચોકાવનાર બનાવ પ્રકાશમાં આવ્યો છે. રાજકોટ જીલ્લા જેલમાંથી અનેક વખત મોબાઇલ, તમાકુ અને બીડી જેવી ચીજવસ્તુઓ મળી આવી છે. ત્યારે વધુ એક વખત જેલમાં મોબાઇલ, ત્રણ ચાર્જર, ચાર્જરનો કેબલ અને ર૪ તમાકુની પડીકીઓ મળી આવતા ખળભળાટ મચી જવા પામી છે. ચોંકાવનારી વાત એ છે કે કોઇએ ચીજવસ્તુઓ એક દડા સાથે સેલોટેપથી વીંટાળીને દડાનો જેલ કમ્પાઉન્ડમાં ઘા કર્યો હતો. ઘટના અંગે જેલરે ગુનો દાખલ કર્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પ્રદયુમનનગર પોલીસે મઘ્યસ્થ જેલના ગ્રુપ-ર જેલર કે.એમ. સાધુની ફરીયાદ પરથી અજાણ્યા શખ્સ સામે ધ પ્રિઝન એકટની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જેલઇર સાહેબે ફરીયાદમાં જણાવ્યા મુજબ પોતે ફરજમાં હતા ત્યારે આશરે ૩ થી ૪ વાગ્યાની આસપાસ નવી જેલ-ર અંદરની કોર્ટ પાળી પાછળ ત્યાંના સિપાઇ ધર્મેન્દ્રસિંહ સોઢા જેલ બંદર ગાર્ડ-૧ કોટયાળીનો રાઉન્ડ લેતા હતા તે દરમિયાન ખાખી કલરની સેલોટેપ વિંટાળાયેલી એક વસ્તુનો જેલની બહારથી અંદર ઘા આવ્ય હતો.

જેની સિપાઇએ તપાસ કરતા તેમાંથી સેમસંગ કંપનીનો સ્લીપથીસ  મોબાઇલ નંગ-૧ તેમજ મોબાઇલ ચાર્જર ત્ર નંગ, ચાર્જરના કેબલ અને બુધાલાલ તમાકુની ર૪ પડીકોઓ મળી આવી હતી.

પ્રતિબંધીત ચીજવસ્તુઓ જેલમાં અજાણ્યા શખ્સે ઘા કરતાં તેના વિરુઘ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચીજવસ્તુઓ એફએસએલ ખાતે સાયબર ફોરેન્સીક ડિપાર્ટમેન્ટમાં ચકાસણી માટે મોકલવામાં આવે તો ઘણી બાબત નો ખુલાસો થઇ શકે તેમ છે. તેમજ મળી આવેલી ચીજવસ્તુઓ શેના માટે વાપરવામાં આવાની હતી તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.