નામ બડે ઓર દર્શન છોટે

અમેરિકાની નામાંકીત યુનિવર્સિટીમાં પ્રવેશને લઈ લોકોની આંધળી દોટને ભ્રષ્ટાચારીઓ ભ્રષ્ટ કરી: હોલીવુડની અભિનેત્રીઓ ભ્રષ્ટાચારમાં સંડોવાય

હાલ ૨૧મી સદીમાં ઉજ્જવળ કારકિર્દી માટે નવયુવાનો માટે શિક્ષણ ખુબજ જરૂરી અને અનિવાર્ય હોય છે. ત્યારે દરેક યુવાનોના માતા-પિતા તેમને સારી સંસ્થામાં એટલે કે, નામાંકીત ઈન્સ્ટિટયુટમાં ભણાવવા મોકલતા હોય છે. વાત કરવામાં આવે અમેરિકા દેશની તો અમેરિકામાં સુપ્રસિધ્ધ યેલ્લે, સ્ટેન્ફોર્ડ, જયોર્જ ટાઉન જેવી યુનિવર્સિટીમાં નવયુવાનો પોતાની કારકિર્દી બનાવવા માટે ખુબજ પ્રયત્નશીલ અને કાર્યન્વિધ રહેતા હોય છે .

પરંતુ એક એવી ગંભીર વાત સામે આવી છે જેનાથી કહી શકાય કે, જે નામાંકીત યુનિવર્સિટીઓ છે તે પણ ભ્રષ્ટાચારોથી ખદબદી રહી છે. ભ્રષ્ટાચારોમાં માત્ર સામાન્ય લોકો નહીં પરંતુ હોલીવુડની સુપ્રસિધ્ધ અભિનેત્રીઓ પણ પોતાના સંતાનોને લાયકાત વીના રૂપિયાના જોરે આ તમામ યુનિવર્સિટીઓમાં ભણાવતી હોય છે.

અમેરિકાની સ્ટેન્ફોર્ડ, યેલ્લે જેવી મહા વિશ્વ વિદ્યાલયોમાં અભ્યાસ કરવો એ પણ ખૂબજ મોટી વાત છે ત્યારે આ સંસ્થામાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ ખૂબજ તનતોડ મહેનત કરતા નજરે પડતા હોય છે પરંતુ હાલની સ્થિતિમાં આ તમામ યુનિવર્સિટીઓ ભ્રષ્ટાચારોથી ખુબ ખદબદી રહી છે. વાત કરવામાં આવે તો હોલીવુડની અભિનેત્રી લોરી લોગ્લીન, ફેલીસીટી હફમેન આ બન્ને અભિનેત્રીઓ પણ સ્કેન્ડલમાં પકડાઈ છે.

જેમાં ખુબજ વધુ રૂપિયાઓ આપી તેમના સંતાનોને નામાંકીત કોલેજમાં પ્રવેશ અપાવડાવવામાં આવ્યો હતો. પ્રવેની સાથો સાથ ધનકુબેરોના બાળકોને સારા ગુણ મળે તે માટે પણ જે તે સંસ્થાના શિક્ષકોને સૌથી વધુ રૂપિયાઓ આપી ગુણોમાં વધારો કરવામાં આવતો હોય છે જે વાતની જાણ થતાં એફબીઆઈએ આ તમામ સ્કેન્ડલનો પર્દાફાશ કર્યો હતો અને નામાંકીત અભિનેત્રીઓની સાથો સાથ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા સંસ્થાના એડમીનીસ્ટ્રેટરોને પણ પકડી પાડયા હતા.

આ સ્કેન્ડલ વિશે માહિતી આપતા ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશનના અધિકારીઓએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ તમામ ધનકુબેરો સંસ્થાઓને ખૂબજ ધનની વર્ષા કરતા નજરે પડયા હતા અને તેમના સંતાનોના સ્થાન પર અન્ય કોઈ હોશિંયાર વ્યક્તિને બેસાડી તેમની પરીક્ષાઓ અપાવવામાં આવતી હતી. જેથી તે વિદ્યાર્થીઓ સારા ગુણ મેળવી એલાઈડ એટલે કે, નામાંકીત કોલેજોમાં પ્રવેશ મેળવી શકે. ભલે તે પછી તેમની કાબેલીયત પણ ન હોય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.