વિશ્વના સૌથી નાના દેશોની ટોપ ફાઈવની યાદીમાં વેટિકન સિટી, મોનાકો, નૌરૂ, તુવાલું અને સાનમેરિનો સામેલ છે: સાનમેરિનો દેશ વિશ્વનો સૌથી જુનો દેશ પણ ગણાય છે
હાલ વિશ્વમાં વસતીની દ્રષ્ટિએ ભારત બાદ ચીન બીજા ક્રમે આવે છે ત્યારે વિશ્વના વિવિધ દેશોની જાણકારી જ્ઞાનવર્ધક ગણાશે
આપણે મોટાભાગે દેશને એક વિશાળ વિસ્તાર તરીકે જોતા હોય છે, પણ દુનિયામાં એવા ઘણા દેશો છે જેનો વિસ્તાર ઘણો મોટો છે પણ વસતી માત્ર ત્રણ-ચાર આંકડામાં જોવા મળે છે
આજ નવા વર્ષ 2023માં આપણે વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા ચીન પાસેથી નંબર વનનો ખિતાબ છીનવી લઈને આપણ નંબર વન વસ્તી વિસ્ફોટનો દેશ બની ગયાછે.વસ્તી વધારાને કારણે ઘણી સમસ્યાઓ સાથે માનવ સંશાધનનોયોગ્ય ઉપયોગ લાભકારી પરિણામો પણ લાવે છ શિક્ષણ અને આરોગ્ય કોઈપણ દેશ માટે પાયાની જરૂરીયાત હોવાથી આ પરત્વેની સફળતા દેશને કંઈક વિશિષ્ટતા જોવા મળે છે. ત્યારે આ લેખમાં આજે વિશ્વના સૌથી નાના ટચુકડા દેશોની વાત કરવી છે. પૃથ્વીના ગોળામાં સાવ નાના બિંદુ જેવા દેશોએ તમામ મૂશ્કેલીઓ વચ્ચે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે.
વિશ્વના સૌથી નાના દેશોમાં પ્રથમ ક્રમે વેટિકન સીટી આવે છેજેની વસ્તી માત્ર 825 છે. ટોપ ફાઈવની યાદીમાં મોનાકો,નૌરૂ, તુવાલું અને સાન મેરીનોનો સમાવેશ થાય છે. પાંચમાં સ્થાને આવે સાન મેરીનો વિશ્વનો સૌથી જુનો દેશ પણ ગણાય છે. આની સામે વિશ્વના સૌથી મોટા દેશો તેના વિસ્તારની દ્રષ્ટિએ પણ જોવા મળે છે. જેમાં રશિયા, કેનેડા, ચીન, યુ.એસ., બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, ભારત, આર્જેન્ટિના, કઝાકિસ્તાન અને અલ્જેરિયા જેવા દેશો ટોપ 10માં સ્થાન ધરાવે છે.
નાના-મોટાદેશોની વાતમાં નાના દેશોનાં ટોપ 100નાં લિસ્ટમાં કેટલાક જાણીતા દેશોના નામ છે જે પૈકી માલદિવ, માલ્ટા, બાર્બાડોઝ, સિંગાપુર, બહેરીન, મોરેશિયસ, સાયપ્રસ, જમૈકા, કુવૈત, ફીજી, ઈઝરાયેલ, હૈતી, બેલ્જિયમ,ભુતાન, સ્વિટઝર્લેેન્ડ, નેધરલેન્ડ, ડેનમાર્ક, શ્રીલંકા, આયર્લેન્ડ, પનામા સંયુકત આરબ અમિરાત, જોર્ડન, પોર્ટુગલ, હંગેરી, દક્ષિણ કોરીયા, કયુબા, ગ્રીસ, ઉતર કોરીયા અને બલ્ગેરીયા જેવા જાણીતા નામ વાળા દેશોનો સમાવેશ થાય છે. જેમ વસ્તી ઓછી તેમ ત્યાંની પ્રજા સુખી હોય તે સ્વાભાવિક વાત છે.
વિશ્વનો સૌથી નાના દેશની વસ્તી માત્ર 27 લોકોની છે, સિલેન્ડ દેશનું ક્ષેત્રફળ દૂરથી ટેનીસ કોર્ટ જેવું લાગે છે.સરફેશ ચેરીયા માત્ર 6 હજાર ફૂટ છે.બીજા વિશ્વ યુધ્ધ દરમ્યાન 1967માં રોય બેટસે જગ્યા પર કબજો મેળવી પોતાના માણસો સાથે રહેવા આવેલ હતો. આ દેશની ટપાલ ટીકીટ, પાસપોર્ટ અને કરન્સી પણ બહાર પાડેલ છે. આ દેશની આજીવિકાના સાધનો ન હોવાથી બ્રિટ જેવા દેશોની મદદથી જીવે છે.
વેટિકન સિટી: દુનિયાનો સૌથી નાનો દેશ છે,જેનું ક્ષેત્રફળ 0.44 ચોર કિ.મી. છે. અહીની વસ્તી માત્ર 825 છે જોકે દિવસ દરમ્યાન કામ કરવા આવતા એક હજાર લોકો છે શાનદાર ઈમારતોથી સજજ અહિં ખ્રીસ્તી પાદરીઓ વધુ રહે છે.
મોનાકો: દુનિયાનું બીજા નંબરનું સૌથી નાનુ રાષ્ટ્ર છે. છેલ્લા બે દશકાથી સતત સમુદ્ર લહેરાોને કારણે તેનું ક્ષેત્રફળ સતત ઘટતા હવે માત્ર 2.02 ચો.કિ.મી. રહ્યું છે. આ દેશ પર્યટનની દ્રષ્ટિએ સર્વશ્રેષ્ઠ મનાય છે. આ દેશની સ્થાપના 1297માં કરવામાં આવી હતી. અહિં આવાસની ઉચ્ચ માંગને કારણે વિશ્વનો સૌથી મોંઘા દેશોમાં ગણના થાય છે.
નૌરૂ: અગાઉ પ્લેજન્ટ આઈલેન્ડ તરીકે આ જાણીતો દેશ સૌથી નાના ટાપુ રાષ્ટ્ર તરીકે જાણીતો છે. આખા દેશમાં માત્ર બે જ હોટલ છે.અહિં બહુ ઓછા લોકો આવતા હોય છે. 1970-80ના દાયકામાં તેની ફોરેસ્ટ ખાણોને કારણે વિશ્વના બીજા ક્રમની જી.ડી.પી. ધરાવતો હતો. 1968માં સ્થાપાયેલ આદેશ કોમનવેલ્થમાં આવતો હોવાથી રાણી એલિઝાબેથે 1982ના પ્રવાસ દરમ્યાન મુલાકાત લીધી હતી.
તુવાલું: અગાઉ એલિસ ટાપુથી ઓળખાતો આદેશની સ્થાપના 1978માં થઈ હતી હવાઈ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવલેા આ દેશમા નવ ટાપુ છે. દર વર્ષે બે હજાર લોકો મુલાકાતે આવે છે.ગ્લોબલ વોર્મિંગને કારણે દરિયાઈ સપાટી વધવાથી આ દેશ ઉપર ડુબી જવાનું જોખમ છે. બાજુમાં આવેલા ફિજી અને ન્યુઝિલેન્ડમાં વસ્તીને લઈ જવાની વાટાઘાટો ચાલે છે.
સાનમેરિનો: આ એક માઈક્રોસ્ટેટ છે. જે ઈટાલીમાં બંધાયેલું છે. 301 સી.ઈ.માં સ્થાપાયેલ આ દેેશ વિશ્વના સૌથી નાના દેશ સાથે વિશ્વનો સૌથી જુના દેશ પણ છે. વિશ્વના ત્રણ દેશો પૈકી એક આ દેશ છે જે બીજા દેશો દ્વારા બંધાયેલ છે. નાનકડો દેશ હોવા છતાં જીવનની ઉચ્ચ કવોલીટી વાળી લાઈફ ધરાવે છે.
દુનિયાનો સૌથી નાનો પ્રદેશ, જયાં રહે છે માત્ર 27 લોકો !!
ગુજરાતના નાનકડા ગામડા કરતા પણ નાના વિશ્વનાં દેશોમાં એક સીલેન્ડ દેશ છે જેની વસ્તી માત્ર 27 લોકોની છે.ઈગ્લેન્ડના સફોલ્ક દરિયા કિનારાથી 10 કિ.મી. દૂર આ દેશ ખંઢેર થઈ ગયેલા સમુદ્રી કિલ્લા પર વસેલો છે. આ દેશને બીજા વિશ્વ યુધ્ધ દરમ્યાન બ્રિટેને બનાવેલ હતો. 1967માં રોય બેટ્સ નામના મેજરે કબજો મેળવીને પોતાના માણસો સાથે રહેવા આવ્યો હતો. 2012માં તેણે ખુદ દેશના પ્રિન્સ જાહેર કર્યા હતા. આ દેશની ઈકોનોમી ડોનેશન પર નિર્ભર છે. ટેનીસ કોર્ટ જેવડો વિસ્તાર ધરાવતો દેશ ઈન્ટરનેટના માધ્યમથી જાણીતો થયો અને અહિંસા લોકોને આર્થિક મદદ મળવા લાગી હતી.