તેનું વાર્ષિક બજેટ નાસા કરતા પણ વધારે છે, એક દિવસમાં સૌથી વધુ મેસેજીસ મોકલવાનો વર્લ્ડ રેકોર્ડ છે, આખા જીવનકાળ માટે સંપૂર્ણ મફત છે
૨૦૦૯ ના પ્રથમ માસે જ સોશ્યલ મિડીયામાં ક્રાંતિ સમાન વોટસએપની શરૂઆત થઇ, ટુંકાગાળામાં વિશ્ર્વભરમાં પ્રસિઘ્ધ થઇ ગઇ, આજે તેના વગર માણસોનો વહિવટ પણ અટકી પડે છે. યાહુ ના બે કર્મચારી બ્રાયન અને જેને આ એપ્લિકેશન બનાવી હતી. ખુબીની વાત તો એ છે કે તે બન્નેને ટિવટર અને ફેસબુક જેવી કં૫નીએ જોબ માટે રિજેકટ કર્યા હતાં. માત્ર ૪ લોકોએ શરૂ કરેલ વોટસએપ આજે દુનિયામાં નંબર વન છે.
આ એપ્લિકેશને પ્રચાર-પ્રસાર માટે એક પણ પૈસો ખર્ચયો નથી, જેનો પુરો શ્રેય કંપની પોતાના યુઝર ફીડબેકને આપે છે. આ કંપનીના સ્થાપક જન કોમ તેના ડેસ્ક ઉપર કાગળમાં સ્વહસ્તાક્ષરે લખેલી નોંધ રાખે છે. જેનાંથી તેઓ પોતાના લક્ષ્ય પ્રાપ્ત કરવાની પ્રેરણા મળે છે. અબજો યુઝર હોવા છતાં તેનો સ્ટાફ ફકત બે આંકડાનો જ છે. હવે તો ફેસબુકે આ એપ્લિકેશન ટેઇડ ઓવર કરી લીધી છે. તમને જાણીને નવાઇ લાગશે કે એકિટવ યુઝરમાં તે ફેસબુકથી આગળ છે. તેનું વાર્ષિક બજેટ સુવિખ્યાત સ્પેસ સેન્ટર ‘નાસા’કરતાં પણ વધારે છે.
રજી એપ્રિલ ૨૦૧૪નો દિવસ વોટસએપના ઇતિહાસનો સુવર્ણ દિવસ ગણાયો કારણ કે આ દિવસે સૌથી વધુ મેસેજીસ મોકલવાનો વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો. ર૦ મિલિયન મોકલ્યાને ૪૪ બિલિયન મેસેજીસ પ્રાપ્ત કર્યા એ પણ માત્ર ર૪ કલાકમાં તેમની વાર્ષિક આવક વિશ્ર્વની સૌથી મોટી કંપની કરતાં પણ વધારે છે. તેનું ખાસ આકર્ષણ હાર્ટ ઇમોજી છે. તે માણસના ધબકારાની જેમ એક મિનિટમાં ૬૦ વાર ધડકે છે.
બહુ ઓછા લોકોને અબર હશે કે વોટસએપ કંઇ પણ પોતાના સર્વરમાં સ્ટોર કરતું નથી, જયાં સુધી મેસેજ ડિલિવર ન થાય ત્યાં સુધી જ રાખે છે. એકવાર મેસેજ રીડ થઇ જાય એટલે વાત પૂરી કોઇપણ વ્યકિત વોટસ એપને સિમ કાર્ડ વગર પણ વાપરી શકે છે. સૌથી અગત્યની વાત તે આખા જીવનકાળ માટે સંપૂર્ણપણે મફત છે. જેવું તમો એકસ પાયરી ડેટ પર પહોચો કે તે આગલા વર્ષ માટે પુન: એકટીવેર થઇ જાય છે.વોટસ એપની સૌથી મોટી વાત એ છે કે તે લગભગ બધા પ્લેટ ફોર્મ માટે અવેલેબલ છે. વોઇસ કોલ, વિડીયોકોલ, ફોટા, ફાઇલ, પી.ડી.એફ, વિગેરે શેર કરી શકો છો. તમે પોતે ગ્રુપ બનાવીને પણ એક શેરથી બધાને મેસેજ પહોચાડી શકો છો. તેના યુઝર સૌથી વધારે ભારતમાં છે. ભારતનાં લોકોનું ો એ બીજાું હ્રદય છે. તે ડાઉન લોડ થતી એપ્લિકેશનમાં ટોપ-પ માં છે. તે દરરોજ ૪૩૦૦ કરોડ મેસેજ મોકલે છે. તેના મહિનાના એકિટવ યુઝર્સ એક અબજ જેટલા છે. જે ફેસબુક, મેસેન્જર કરતાં પણ વધારે છે. તમો વિશ્ર્વની જુદી જુદી ૬૦ જેટલી ભાષાઓનો ઉપયોગ કરી શકો છો.દર વર્ષે નવા નવા ફિચર સાથે વોટસ એપ અપગ્રેડ થતું રહે છે. તમે એપ ડિલીટ કર્યા વગર હાઇડ કરી શકો છો. ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટની જેમ છે. હવે વોટસએપમાં પણ આલબમ્સ અને ફોટોગ્રાફસમાં હવે ફિલ્ટર ઓપરશ મળે છે. દુનિયાભરમાં લોકપ્રિય એવી સોશિયલ મીડિયા એપ વોટસ ખેણે ઇતિહાસ સર્જયો છે, ફેસબુકની માલિકી એપ પાંચ અબજ વાર ડાઉન લોડ થઇ છે. આજે તેના ૧.૬ અબજ એકિટવ યુઝર છે તે દુનિયામાં સૌથી ટોપ ઉપર છે. દક્ષિણ કોરીયામાંથી સૌથી વધુ વ્યાપ થતાં ૫૬ ટકા ડાઉન લોડ વઘ્યું હતું.વિશ્ર્વભરની પાંચ સૌથી મોટી વધુ ડાઉન લોડ થતી એપ્લિકેશનમાં ઇન્સ્ટાગ્રામ, વોટસએપ, ફેસબુક, મેસેંજર અને ટીકટોક છે. ફેબ્રુઆરી ૨૦૨૦માં વોટસ એપના બે અબજ લોકો યુઝર છે. ૨૦૧૮માં તેણે નાના વેપારી માટે વોટસ એપ બિઝનેસ શરૂ કર્યુ. બાદમાં ઓડિયો, વિડીયો કોલ શરૂ કર્યા, ને તેજ વર્ષે ‘સ્વાઇપ ટુ રીપ્લાય’ વિકલ્પ આપ્યો, ચાલુ વર્ષે વિશ્ર્વ આરોગ્ય સંગઠન અને યુનિસેફ સાથે કોરોના મહામારીને નાથવા પણ સહયોગ આપ્યો, વોટસએપના માઘ્યમથી કોરોના જાગૃતિ માટે મદદ કરાય હતી. આ વર્ષે નવા ફિચરમાં થીમ પસંદગીમાં લાઇટની સાથે ડાર્ક એપ ઓપરેશન યુઝર્સને આપ્યો છે.ભારતમાં યુઝર વધતા અંગ્રેજી ભાષા સાથે આપણી ગુજરાતી ભાષાની જેમ વિવિધ રાજયોની ૯ ભાષા સાથે હિન્દી પણ ઉપલબ્ધ છે. તેની લાયબ્રેરીમાંથ વોલ પેપર તમે સિલેકટ કરી શકો છો. સાથે થીમના અલગ અલગકલર પણ સિલેકટ કરી શકો છો. વોટસએપને ડેસ્કટોપ, લેપટોપમાં પણ વાપરી શકો છો, સ્કેન બાર કોડ કરીને ટ્રાન્સફર પણ કરી શકો છો.
આજે તો સરકારી કચેરીઓ પણ વહિવટી સરળતા માટે પરિપત્રોની જેપીજી કે પી.ડી.એફ. મોકલે છે. આંકડાકિય માહીતી પણ ઝડપથી એક બીજાને મળી જાય છે. સોશ્યલ મિડિયામાં તો હવે મીટીંગોની જાણ તેના અહેવાલ કે ઓનલાઇન બાળકોને ભણાવવા પણ આ માઘ્યમનો વધુ ઉપયોગ થઇ રહ્યો છે.
વોટસએપના યુઝર ભારતમાં સૌથી વધુ !!!
ભારતમાં લોકો સોશ્યલ મિડીયાનો વધુ ઉપયોગ કરતાં જોવા મળે છે ત્યારે વિશ્ર્વની સૌથી લોકપ્રિય ‘વોટસએપ’ ના સૌથી વધુ યુઝર ભારતમાં છે. યુવા વર્ગમાં ‘હાર્ટ ઇમોજી’નું જબ્બર આકર્ષણ છે, જે માનવહ્રદયની જેમ એક મિનિટમાં ૬૦ વાર ધડકે છે. તે પોતાના સર્વર પર કશું સ્ટોર કરતું જ નથી. યુઝર માટે તે આખા જીવન કાળ માટે મફત છે. આવડી મોટી કંપનીનો સ્ટાફ માત્ર બે આંકડામાં જ છે. વોટસએપના માલિક એકિટવ યુઝર્સ એક અબજ થી વધે છે. તે દરરોજ ૪૩૦૦ કરોડ મેસેજીસ મોકલે છે. તમો વિશ્ર્વની જુદી જુદી ૬૦ થી વધુ ભાષામાં તેનો ઉપયોગ કરી શકો છે. વિશ્ર્વભરમાં ડાઉન લોડ થતી એપ્લિકેશનમાં ટોપ-પમાં આવે છે. આજે વોટસએપના દુનિયાભરમાં ૧.૬ અબજ એકિટવ યુઝર્સ છે. તે અત્યાર સુધી જુદા જુદા પ્લેટ ફોર્મ પરથી પાંચ અબજ વાર ડાઉન લોડ થઇ છે. સૌથી અગત્યની વાત કેુ વોટસએપ માર્કેટીંગ માટે એક પણ પૈસાનો ખર્ચ કર્યો નથી.
.