કુદરત કા કરિશ્માસમા
મેન્ડરીન ડક પૃથ્વી પરનું સૌથી રૂપાળું બતક છે ક્રિમસન રો સેલાની દુનિયામાં સૌથી વધુ શિકાર થતાં બર્ડમાં ગણના થાય છે
કુદરતનો કરિશ્મો જોવો હોય પશુ-પક્ષી જનાવર સાથે વિશાળ જંગલોનું પર્યાવરણ જોવું પડે, રંગબેરંગી ફૂલોની સાથે આપણી સૃષ્ટિમાં કેટલાક રૂપકડા અને કલર ફૂલ પક્ષીઓ પણ છે. તેમના મીઠા અવાજો સાથે માણસ જેવી બોલી બોલતા બર્ડ પણ જોવા મળે છે. પક્ષીઓ ૧૦૦ થી વધુ પ્રકારના અવાજો કાઢી શકે છે. સુંદર પાંખો, પીંછાની કુદરતી રચના સાથે બેલેન્સ માટે પૂંછડી જેવી વિવિધ રોચક વાતો પક્ષી જગતની છે. વિશ્ર્વના ટોપ ૧૦ સૌથી વધુ રૂપકડા અને કલરકુલ બર્ડમાં રેઇનબો લોરીકીટ, મેન્ડેરીન ડક, ક્રિમસન રોસેલા, કિલ-બીલ ટુકન, સ્કારબેટ મેકાઉ, સ્પાંઝ કોટીંગા, પેરેડાઇઝ રેન્જર, લેડી ગોલ્ડીયન ફીંચ, વિલ્સન બર્ડ પેરેડાઇઝ, નિકોબાર પિજન જેવા બર્ડનો નંબર આવે છે.
મેન્ડરીન ડક:
પૂર્વ એશીયા અને બ્રિટનમાં જોવા મળતા આ બતક પુથ્વી પરનું સૌથી રૂપકડું પક્ષી ગણાય છે. આજ કુળના વુડ ડક ઉતર અમેરીકામાં જોવા મળે છે. રંગીન કપડા પહેર્યા હોય તેવું આ અબતક લાલ, સફેદ, નાંરગી, રીંગણી જેવા વિવિધ કલરો જોવા મળે છે. નર બતક ખુબજ સુંદર હોય છે. તેમના મૂળ દેશમાં આપક્ષી પ્યાર-નિષ્ઠા આનંદનું પ્રતિક ગણાય છે. નર માદા બન્ને એક સાથે જીવન જીવે છે. તે જંગલના ઝાડ ઉ૫ર માળો બનાવે છે. જયાં નદી તળાવ અને કીચડ હોય તેવી જગ્યા પસંદ કરે છે. એપ્રીલ-મેમાં તે ૯થી ૧૨ ઇંડા આપે છે. બચ્ચા મોટા થઇને માળામાંથી બહાર નીકળીને પાસેના તળાવમાં પહેલુ સ્નાન કરે છે. તે કીડા-નાની માછલી અને પાણીના છોડ આરોગે છે.
સ્કારલેટ મકાઉ:
અમેરીકામાં જોવા મળતા આ કલરફૂલ પોપટ દુનિયામાં સૌથી રૂપાળો પોપટ છે. તમે સરકસમાં જોયો હશે. ફળ અને જીવજંતુ બન્ને ખાય છે. લાલ માથુ સાથે પીળા-બ્લુ જેવા વિવિધ કલરો હોય છે. તેની પૂંછડી લાંબી હોય છે. તેના મૂળ નિવાસી દેશમાં રાષ્ટ્રીય પક્ષી તરીકે છે. રેનફોરેસ્ટ, વુડલેન્ડસ, સવાના અને રિવરાઇન જેવા જંગલોમાં તેના સાથીને બોલાવા તીખોને તીણો અવાજ કરતા વધુ જોવા મળે છે. આ પોપટ માણસની નકલ કરવામાં નંબર વન છે, આને કારણે જ લોકો તેને વધુ પાળે છે. આ પોપટ માદા બે ત્રણ ઇંડા મુકે છે. ૯૦ દિવસ પછી બચ્ચા માળાની બહાર નીકળે છે. એક વર્ષના થયા પછી તે સ્વતંત્ર રીતે રહેવા લાગે છે.
પેરેડાઇઝ ટેન્જર:
લીલા, બ્લુ, કાળા, આછા વાદળી જેવા મિશ્રત કલરોથી સજજ નાનકડું બર્ડ અતી સુંદર હોય છે. તે જીવજંતું જ ખાય છે. તેનું સૌદર્ય ખુબજ દુર્લભ હોય છે, જે અમેરિકા, એમોઝોનના જંગલોમાં જોવા મળે છે. નર માદા બન્ને એક સરખા જ લાગે છે. પ્રજનન મોસમમાં માદા ત્રણવાર ઇંડા આપે છે. તે ગીત-સંગીતની જેમ સુરીલી અવાજ કાઢે છે. આપક્ષી પેરૂ, વેનેથુએલા, બ્રાજીલ, કોલંબિયા, ઇકવાડોર અને બોલીવિયામાં જોવા મળે છે.
નિકોબાર પીજન (કબૂતર):
નિકોબાર ટાપુમાં જોવા મળતા ૬૦૦ ગ્રામના આકબૂકત તેના ઇન્દ્રધનુષી રંગો માટે વિશ્ર્વભરમાં પ્રખ્યાત છે. તે વિશ્ર્વમાં જયા માર, થાઇલેન્ડ, મલેશીયા, કંબોડીયા, વિપેટનામમાં જોવા મળે છે. માદા નીલા રંગનું એક ઇંડું આપે છે. તમે જે એંગલથી જોવા ત્યાંથી તમને અવનવા રંગો જોવા મળે છે. તેની સફેદ પૂંછડી હોય છે. શરીરનો હિસ્સો લીલા, પીળા કલરનો હોય છે. માદા નર કરતા થોડી નાની હોય છે.
ક્રિમસન રોસેલા:
આ પક્ષી ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ જેવા વિવિધ દેશોમાં વધુ જોવા મળે છે. લાલ, બ્લુ, બ્લેક, વાદળી જેવા મિશ્રિત રંગો સાથે મુખ્યત્વે લાલ કલરમાં વિશેષ જોવા મળે છે. તેની સુંદરતાને કારણે બુધ્ધીમતાને લીધે દુનિયામાં સૌથી શિકાર થતાં પક્ષીમાં ગણના થાય છે. તે કોઇનું ધ્યાન ન પડે તેવું આશ્રય સ્થાન પસંદ કરે છે. તમે તેને રાત્રે ઝાડની ડાળીએ ટહેલતા કે ટોળામાં જોઇ શકો છો નર ને માથે ચોટી હોવાથી તમે માદાથી અલગ પાડી શકો છો. ઝાડમાં એક મીટર ઉંડો ખાડો કે ગુફા જેવું બનાવીને માદા ૩થી ૮ ઇંડા આપે છે. તે તેના માળા પાસે કોઇને આવવા નથી દેતા. નાના બાળકો માતા પિતા સાથે વધુ રહે છે.
લેડી ગોલ્ડિયન ફીંચ:
ઓસ્ટ્રોલિયાના આ નાનકડા પક્ષી ખૂબજ રૂપકડુંને કલરફૂલ છે. લીલો, પીળો, કાળો, બ્લુ, સફેદ જેવા કલરોનું મિશ્રણ હોય છે. માદા ફીંચ કરતા નર ફીંચ ખુબ જ આકર્ષક હોય છે. બન્ને એક જ રંગમાં પેર્ટનની જેમ હોય છે. તે તેના શરીરના વજન કરતા ૩૫% ખાઇ જાય છ.ફ વૃક્ષની બખોલમાં ઉનાળામાં તે બહુ જલ્લી પ્રજનન કરીને ૪થી ૮ ઇંડા આપે છે. નર માદા બંને બચ્ચાનું ધ્યાન રાખે છે. ફિંચના માથાનો કલર લાલ અને કાળો પસંદ કરવાની તેનામાં ક્ષમતા છે.
રેઇનબો લોરીકેટ:
ઉતર અને પૂર્વ ઓસ્ટ્રેલિયામાં ૭૫થી ૧૫૦ ગ્રામના આપક્ષી ફળ, બીજ, કિડા વિગેરે ખાય છે. ઇન્દુ ધનુષ જેવા વિવિધ રંગોની રૂપકડા આ બર્ડ ખુબ જ મનમોહક છે. લાલ ચાંચ, બ્લું માથુંને બાકી શરીરમાં લીલો, પીળો, ઓરેન્જ જેવા વિવિક કલરો જોવા મળે છે. તે એક પોપટ છે. તેને જોવો ત્યાંથી તમને અવનવા રંગો જોવા મળે છે. તે એક પોપટ છે. તેને જોવો તો ખબર પડે કે પોપટ આટલો રૂપાળો હોય શકે? લોરીકેટ પેરોટ તેના ઇન્દ્રધનુષી રંગોને કારણે ‘રેઇનબો લોરી’થી જાણી તો થયો. નર-માદા એક સરખા જ લાગે છે. તે મોટા ભાગે ટોળામાં રહે છે. તે ખુબજ મિલનસાર હોવાથી લોકો તેને વધુ પાળે છે. માદા બે ત્રણ ઇંડા આપે છે અને પોતે જ બચ્ચાને ઉછેરે છે.પક્ષીઓની પાંખોના વિવિધ કલરોને કારણે પ્રકાશ પરાવર્તનને કારણે કે કુદરતી રીતે તેને રક્ષણ મળે તે માટે હોય છે. તેના ચમકતા રંગ આપણને ગમે છે. પરંતુ આ રંગો પોતાને માટે કે અન્ય લાલ માટે કુદરતે તેને સજાવ્યા હોય છે. તેના રૂપકડા દેખાવને કારણે તે માદાને આકર્ષિત કરી શકે છે.
કિલ-બીલ ટુકેન:
આ બર્ડ મેકિસકો, વેનેજીએલા અને કોલંબિયામાં વિશેષ જોળા મળે છે. સુંદર કલર ફૂલ ચાંચ, શરીર કાળા કલરનં ગળા પાસે પીળો કલર તેની વિશિષ્ટતા છે. તેના શરીર કરતા ચાંચ મોટી હોવાથી તેની સુંદરતામાં વધારો કરે છે. લાલ પંખા વાળી પૂછ, નીલારંગના પગથી તે બહુજ રૂપકડું લાગે છે. તે એક સામાજીક પક્ષી છે જે મોટા ભાગે સમુહમાં ઉડતા જોવા મળે છે. તેની ચાંચ તેને વૃક્ષમાં માળો બનાવવામાં મદદ કરે છે. બચ્ચા નવ અઠવાડીયામાં પ્રશ્ર્મ ઉડાન ભરવા તૈયાર થઇ જાય છે.
વિલ્સન બર્ડ ઓફ પેરેડાઇઝ:
ઇન્ડોનેશિયામાં જોવા મળતા આ પક્ષી ૫૦થી ૬૦ ગ્રામનું નાનકડું હોય છે. માથા પર વાદળી તાજ સાથે લાલ-કાળા કલરનું મિશ્રણ વાળું શરીર હોય છે. તેની શરીરની ચાકડી રાતે ખુબ જ ચમકે છે. માથા પર મુગટ સાથે પૂંછડીમાં છેડા ગોળ થતા હોય તે સુંદર લાગે છે. લીલી ચાંચ ને નીલા રંગના પગ તેની શોભામાં વધારો કરે છે. તે દુનિયાની સૌથી રૂપાળી ચકલી છે. પહાડી જંગલમા રહેવાનું વધુ પસંદ કરે છે. આ ચકલી ગીત ગાયને નૃત્ય પણ કરે છે.
સ્યાંઝ કોટીંગા:
અમેરિકાના જંગલોમાં રહેતા આપક્ષી રીંગળી કલરનું ગળું સાથે બ્લેક અને આછા લિલા કલરમાં તેનું શરીર હોય છે. આ બર્ડ દુનિયામાં લગભગ બધે જોવા મળે છે પણ એમોઝોનનું જંગન તેનું મૂળ છે. તેની પાંખમાં કાળો અને નિલો રંગ હોય છે.
કાળા કલરની પૂંછડી તેનું આકર્ષણ છે. માદા ઓછી રંગીન હોય છે. તે ફળ વધુ ખાય છે. માદા એકલીજ બચ્ચાની સંભાળ કરે છે.