પાલતુ શ્ર્વાનનું અવસાન થાય તો જાણે સ્વજન ગુમાવ્યો હોય તેવી લાગણી થાય
બોલીવૂડમાં ‘તેરી મહેરબાનિયા’, ‘એન્ટરટેનમેન્ટ’ જેવી ફિલ્મોનો હીરો શ્ર્વાન હતો !!!
શ્ર્વાન માનવ જીવનનો ઘણા લાંબા સમયથી એક ભાગ રહ્યો છે અને શ્ર્વાન એક જ એવું પ્રાણી છે જે તમામ પ્રકારનાં વાતાવરણ, સંસ્કૃતિ અને ભૌગોલિક સ્થળ પર સારી રીતે અનકુલન પામેલ છે. અત્યારના સમયમાં શ્ર્વાનના માલિક તેની પાસે રહેલ નસલ (બ્રોડ)ની લાક્ષણીકતા , પોતાના શ્ર્વાનની તંદુરસ્તી, સ્વચ્છતા રોગ અને તેની સારવારના રસ્તા, આહાર અને કાળજી તાલીમ અને શીસ્ત વગેરે બાબતોથી સજાગ થઈ ગયા છે. આપણે ત્યાં ૨૪૦ કરતા પણ વધુ બ્રિડનાં શ્ર્વાન જોવા મળે છે. જેવા કે લેબરાડોર, ડોબરમેન, પગ, જમર્નસેફર્ડ, હસ્ક, બોકસર, ગ્રેડેન વગેરે શ્ર્વાન જોવા મળે છે.
અબતક સાથેની ખાસ વાતચીત દરમિયાન શ્ર્વાનપ્રેમી અને ડોગ ટ્રેનર ચિરાગભાઈ રાવલએ જણાવ્યું કે તેની પાસે રોટવિલર બ્રિડના ચાર શ્ર્વાન છે. તેના નામ જેક, સ્વીટી, મીલી, જીમી છે. તે તેમના ડોગ્સને સવારે અને સાંજે ડોગફુડ આપે છે. તે પોતે જ ટ્રેનર છે પરંતુ તેણે તેની સ્વીટીને જ ટ્રેઈન કરી છે. બાકી ત્રણેય સ્વીટીને જોઈને જ શીખી ગયા છે. તે સવારે અને સાંજે તેને ચકકર મારવા લઈ જાય છે. તે ખુબ સારી રીતે બધા જ શ્ર્વાનને ટ્રેઈન કરે છે અને તેને પોતાના શ્ર્વાન હોય તે રીતે જ તેની કાળજી રાખે છે અને ટ્રેઈન કરે છે. તેઓ બીજા શ્ર્વાનને ૧ મહિનો તેના ઘરે ટ્રેનિંગ આપવા જાય છે. પછી તે એ શ્ર્વાનને તેના પોતાના ઘરે ટ્રેનિંગ માટે લઈ આવે છે અને ત્યાં તેમને ટ્રેઈન કરવામાં આવે છે. વધુમાં જણાવ્યું કે, તમે શ્ર્વાનને ઘરે લઈ આવ્યા હોય તો તેની કાળજી રાખો તેને અધવચ્ચે તરછોડી ન દો તે મૃત્યુ ન પામે ત્યાં સુધી તેને ઘરનું એક સદસ્ય છે તેમ સમજીને તેને સાચવો.
પજવાણી પેટ શોપમાં શ્ર્વાન માટેની બધી જ વસ્તુઓ ઉપલબ્ધ છે. અહિંયા દરેક બ્રિડના ડોગ માટેની બધી જ જ‚રીયાતની વસ્તુઓ આસાનીથી મળી રહે છે. અબતક સાથેની ખાસ વાતચીત દરમિયાન અર્ચિતા પંજવાણીએ જણાવ્યું કે તેના પેટ શોપમાં ડોગની જ‚રીયાતની બધી જ વસ્તુઓ ઉપલબ્ધ છે. વેજ અને નોનવેજ બંને પ્રકારના ડોગફુડ અહીં મળે છે. ડોગ માટેના બેડ જેવા કે રોયલબેડ, કિંગમિનિયન્સ બેડ, મેટ્રીકસ બેડ, હાર્ટ સેઈપ બેડ, વુડનહટ બેડ વગેરે મળે છે. વધુમાં ડોગ માટે અલગ-અલગ કંપનીના શેમ્પૂ કોમ્બ શોપ, ક્ધડીશનર, પેડ, માઉથ વોસર, ડીઓ, વાઈપસ બધુ જ અહીંયા મળે છે. ડોગ માટેના સ્પ્રે પણ આવે છે જેવા કે ટ્રેનિંગ સ્પ્રે., ચ્યુસ્ટોપ સ્પ્રે. નો એન્ટ્રી સ્પ્રે વગેરે અહીંયા ડોગ માટેના પુસ્તકો, તેના માટેના રમકડા, કપડા, બુટ અને બીજી ઘણી બધી એસેસરીઝ મળે છે. અલગ-અલગ સિઝન પ્રમાણે બલેન્કેટ, છત્રી, રેઈન્કોટ વગેરે મળે છે.
વિરમદેવસિંહે જણાવ્યું હતું કે, રાજકોટના પી.આઈ. એસ.આર.ખાંડેખાના નેતૃત્વ હેઠળ પોલીસ હેડકવાર્ટરમાં ૮ શ્ર્વાન કાર્યરત છે. તેમાં બે ડોબરમેન, બે જર્મન શેફર્ડ અને ચાર લેબરાડોરનો સમાવેશ થાય છે. ડોબરમેનને ટ્રેકર ડોગ તરીકે ઓળખવામાં આવે છે. તેને ચોરી, મર્ડર અને લુંટ-ફાટ થઈ હોય તેવા કેશનમાં લઈ જવામાં આવે છે. જર્મનશેફર્ડને સ્નિફર ડોગ તરીકે ઓળખવામાં આવે છે. લેબરાડોરને નારકોટિકસ ડોગ તરીકે ઓળખવામાં આવે છે. તે ચરસ, ગાંજો જેવા નસીલા પદાર્થ માટે અને જેલની સરપ્રાઈઝ વિઝિટ માટે લઈ જવામાં આવે છે. બધા જ શ્ર્વાનને સવારે રોપલડેનને બિસ્કીટ, પેડિગ્રી આપવામાં આવે છે અને સાંજે દુધ, કઠોળનો ખીચડો, લીલા શાકભાજી અને બે ઈંડા આપવામાં આવે છે. બધા જ શ્ર્વાનને અમદાવાદમાં ટ્રેનિંગ આપવામાં આવે છે.
૨ મહિનાનું બચ્ચુ હોય ત્યારથી તેની સારસંભાળ રાખવામાં આવે છે. ત્યારબાદ છ માસ પછી તેને ટ્રેનિંગ આપવામાં આવે. તેમાં ટ્રેકર ડોગની બાર માસ ટ્રેનિંગ હોય છે. સ્નેફર ડોગની નવ માસ ટ્રેનિંગ હોય છે. નારકોટિકસ ડોગની નવ માસ ટ્રેનિંગ હોય છે. બધા જ શ્ર્વાનને ટ્રેનિંગમાં ૩ માસ એબિડિયન્સ (હુકમનું પાલન કરે તે)ની ટ્રેનીંગ આપવામાં આવે છે. ત્યારબાદ ૯ માસ સ્નીફીંગ ટ્રેનિંગ આપવામાં આવે છે. બધા જ શ્ર્વાનને દરરોજ પ્રેકટીસ કરાવવામાં આવે છે જેવી કે હિલીંગ, ઓબીડિયન્સ વગેરે બધા જ શ્ર્વાનનો કાર્યકાળ ૧૦ વર્ષ સુધીનો હોય છે. પરંતુ ડોકટરની સલાહ મુજબ જો શ્ર્વાનની હેલ્થ સારી હોય તો તે વધુ કાર્ય કરી શકે છે. સરકારી પશુ ચિકિત્સાલયમાં બધા જ શ્ર્વાનને દર આઠ દિવસે ચેકઅપ માટે લઈ જવામાં આવે છે.
એક હેન્ડલરને એક ડોગ આપવામાં આવે છે. જયારે ડોગ ૨ માસનું હોય ત્યારે સરકાર દ્વારા તેને સોંપવામાં આવે છે. ડોગને તેની કામગીરી પૂર્ણ ન થાય તેના રિટાર્યમેન્ટ સુધી તેમની સાથે રહે છે. શ્ર્વાનની બધી જ જવાબદારી હેન્ડલરની રહે છે. તેના આરોગ્ય આહાર, તંદુરસ્તી, રેગ્યુલર પ્રેકટીસ, વ્યાયામ વગેરે તેઓ વિશેષ કાળજી રાખે છે.
માનવી જેમ બિમાર પડે છે. તેવી રીતે શ્ર્વાન પણ બિમાર પડતા હોય છે. તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવે છે. અબતક સાથેની વાતચીત દરમિયાન ઓમ હોસ્પિટલના ડોકટર જેનિશ ઉકાણીએ જણાવ્યું કે બધી જ બ્રિડના શ્ર્વાન સારવાર માટે આવે છે. ડોગસને તાવ આવવો, શરદી થવી, ખાસી થવી, ઝાડા થવા જેવી સામાન્ય બિમારીઓ થતી હોય છે. ઉપરાંત ફેકચર થવું, આંતરડામાં કોઈ ફોરેન બોડી અટવાઈ જવી વગેરે બીમારી થતી હોય છે. ટિગબોન ફિવર બિમારી જીવલેણ બિમારી છે. આજના ઝડપી યુગમાં ડોગના પપીઓની લે વેચ કરવામાં આવે છે.તેમાં નોનવેકસિનેટેડ ડોગ વેચવાનું પ્રદૂષણ વધી ગયું છે. તેના લીધે તેનામાં ઈમ્યૂનીટી હોતી નથી. તેથી તે બિમાર પડે છે. અને મૃત્યુ પામે છે. લોકોએ વેકસિનેટેડ ડોગ લેવાનો આગ્રહ રાખવો જોઈએ ડોગસને માર્કેટમાં ઉપલબ્ધ ડોગફૂડને આપવા જોઈએ જેવા કે રોયલકેનન, ડયુલસ પેડેગ્રી વગેરે તેમાં ઘણા બધા ન્યુટ્રીશન હોય છે. તેને યોગ્યમાત્રા ખોરાક આપવો જોઈએ વધુ આપવામા આવે તો ઈનડાયજેશન થાય છે. ડોગસને ફૂવારાથી નવડાવવામાં આવે તો કાનમાં રશી થઈ જાય છે. ડોગસ માટે મેડિકેટેડ શેમ્પૂનો ઉપયોગ કરવો જોઈએ.
અબતક સાથેની વાતચીત દરમિયાન ડોકટર દલસાણીયા એ જણાવ્યું કે અમે ચાર ડોકટર સાથે મળીને ઓમ હોસ્પિટલ ચલાવીએ છીએ જયારે પપી સિલેકશનની વાત કરવામાં આવે તો તે ઘણા સમયથી જોવે છે કે લોકો દેખાદેખી માટે પેટ એનીમલ તરીકે ડોગને રાખે છે. પપી સિલેકશન કેવી રીતે કઈ બ્રીડનું આપણા ઘરમાં આપણા વાતાવરણમાં કઈ રીતે સેટ કરવું એ બહુ અગત્યનું છે. કારખાનામાં સિમ્પલ ડોગ લાસા, લેબરાડોર, પગ જેવા ડોગ ન રાખવા જોઈએ અને ઘરમાં જાયન્ટ ડોગ જેવા કે ગ્રેટડેન, ડોબરમેન, બોકસર, રોટવીલસ વગેરે ન રાખવા જોઈએ તેનું મેનેજમેન્ટ કરવું એટલું સરળ હોતુ નથી તેની કેર કરવી અધરી પડે છે. ડોગને ડોગફૂડ સાથે ઘરના ફૂડ પણ આપી શકાય છે.
આપણે ત્યાં ઘણી વખત લોકો શ્ર્વાન લઈ આવે છે. પરંતુ પોતાની અગવડતાને કારણે તેને તરછોડી દે છે. પરંતુ તે એક મુંગુ પ્રાણી છે. તેને આપણે પ્રેમથી લઈ આવ્યા હોય તો તે જયાં સુધી મૃત્યુ ન પામે ત્યાં સુધી તેને સાચવવું જોઈએ તેની કાળજી લેવી જોઈએ. શ્ર્વાનએ બધાને ગમતુ અને સૌથી પ્રામાણીક પ્રાણી છે.
- લેબ
વધુ એવા ડોગ લવર જેનિલ ખાતે જણાવ્યું કે તેની પાસે ૨ લેબરાડોગ ડોગસ છે. તેના નામ એન્ઝો અને જોય છે. તે છેલ્લા ૭ વર્ષથી તેની સાથે છે. તે તેને કયારેય બાંધીને રાખતા નથી. તેને સવારે અને સાંજે ડોગફૂડ આપવામાં આવે છે. ખોરાકમાં દૂધ, ભાત, રોટલી રોટલા બે ઈંડા, રોયલકેનન, પેડેગ્રી આપવામાં આવે છે. તેને સમયાંતરે ડોકટર પાસે લઈ જાય છે.
- બુલડોગ
બુલડોગ શ્ર્વાનનું વતન ઈગ્લેન્ડ છે. તે મધ્યમ કદનું હોય છે.તેનું વજન ૨૨ થી ૨૫ કિગ્રા હોય છે.તે લાલફોન, સફેદ કે ચટ્ટાપટ્ટાવાળા કલરનાં જોવા મળે છે. તે લાલફોન, સફેદ કે ચટ્ટાપટ્ટાવાળા કલરનાં જોવા મળે છે. જે કોઈ નિહાળે તે ત્વરીત ઓળખી જાય છે. તેનો ખૂબજ પહોળો ચહેરો અને પહોળુ ચીબું નાક હોય છે. દાઢી ઉપર વળેલી હોય છે.જમીનથી પેટ થોડુ ઉંચુ રહે છે. તેની પીઠ ટુંકી અને આગળના ભાગે પહોળી, પુંછડી ખૂબજ ટુંકી હોય છે. બુલડોગએ આનંદી સશકત વફાદાર, હિંમતવાન અને સારો રક્ષણકર્તા શ્ર્વાન છે. અબતક સાથેની ખાસ વાતચીત દરમિયાન મિતુલભાઈ સળીયાએ જણાવ્યું કે તે શ્ર્વાન પ્રેમી છે.તેની પાસે એક કરતા વધુ બ્રીડના શ્ર્વાન છે. તેની પાસે બુલડોગ બ્રિડનો શ્ર્વાન છે. જેનું નામ ‘સ્પાર્ક’ છે તે કેનલ કલબમાં નોંધાયેલ શ્ર્વાન છે. સ્પાર્કને સવારે અને આજે ડોગફૂડ આપવામાં આવે છે. તે તેના ડોગસને અલગ અલગ શહેરોમાં થતા ડોગશોમાં લઈ જાય છે. તેના શ્ર્વાનને સમયાંતરે ડોકટર પાસે ચેકઅપ માટે લઈ જાય છે. તે તેના શ્ર્વાનની ખૂબ સારી રીતે દેખરેખ અને સારસંભાળ રાખે છે.
- લેબરાડોર
લેબરાડોર એ ફેમેલીયર શ્ર્વાન છે. તેનું વજન ૨૫ થી ૨૮ કિગ્રા છે. તે ન્યુ ફાઉન્ડલેન્ડ અને ઈગ્લેન્ડનો વતની છે. તેને પાણી ખૂબજ ગમે છે. પાણીમાંથી વસ્તુ લાવવા માટે તે કુશળ હોય છે. લેબરાડોર દવ, કોકેઈન શોધવા તેમજ બચાવકર્તા અને સંશોધન માટે સારો ઉપયોગી શ્ર્વાન છે. તે ખૂબજ સ્નેહી શ્ર્વાન છે. અબતક સાથેની ખાસ વાતચીત દરમિયાન શ્ર્વાન પ્રેમી વિરભાઈ ખારાએ જણાવ્યું કે તેમની પાસે લેબરાડોર બ્રિડનું શ્ર્વાન છે. તેનું નામ ‘શોલ્ટી’ છે. તે કેનલ કલબમાં નોધાયેલ શ્ર્વાન છે. તે શોલ્ટીને નાનું હતુ ત્યારથી જ લાવ્યા હતા હાલતે ૨ વર્ષનું થયું છે. તેરે શોલ્ટીનો આરામનો રમવાનો, આહારનો, ચાલવા લઈ જવાનો તથા વ્યાયામનો વગેરે માટે ટાઈમટેબલ બનાવેલ છે. તેને ખોરાકમાં ડોગફૂડ, પનીર, ભાત અને દહી આપવામાં આવે છે. શોલ્ટીને ટ્રેઈન કરવા ટ્રેનર આવે છે.તેઓ શોલ્ટીને અલગ અલગ ડોગશોમાં લઈ જાય છે. ત્યાં તે વિજેતા બનેલો છે. અને તેને ધણા બધા શિલ્ડ પણ મળેલા છે. તે પોતાના શ્ર્વાનનો ખૂબજ સારસંભાળ રાખે છે. તેના માટેશોલ્ટીએ તેના ઘરનું સદસ્ય જ છે.
- બોકસર
બોકસર બ્રિડના શ્ર્વાનનું વતન જર્મની છે. તેનું કદ મોટુ હોય છે. તેની ઉંચાઈ ૨૨ થી ૨૫ ઈંચ અને તેનો વજન ૩૦ થી ૩૨ કિગ્રા હોય છે. તેનો કલર ફોન અને બ્રિન્ડલ સાથે થોડા સફેદ ભાગ હોય છે. કેનાઈન જાતનો સૌથી સશકત સભ્ય છે. તે સ્વભાવે કહ્યાગરો અને નીડર છે. તે ટૂંકી જિંદગી ભોગવતો શ્ર્વાન છે. મોઢા પરનો કાળો ભાગ મઝલ પૂરતો સિમિત છે. ચહેરાની સુંદરતા પ્રમાણસર મઝલ અને માથાનો ભાગ છે. ગમે તે બાજુએથી જોતા સરખો લાગે છે. અબતક સાથેની ખાસ વાતચીત દરમિયાન શ્ર્વાન પ્રેમી જીજ્ઞેશભાઈએ જણાવ્યું કે તેની પાસે બોકસર બ્રિડનું શ્ર્વાન છે. તેનું નામ ડિઝલ છે. તે કેનલ કલબમાં નોંધાયેલ શ્ર્વાન છે. ડીઝલને દરરોજ સવારે અને સાંજે ડોગફૂડ, આપવામાં આવે છે. જમ્યાપછી તેને વોકીંગ કરવા લઈ જવું જ‚રી છે. ડિઝલને ટ્રેનિંગ આપવામાં આવી હતી. તે ડિઝલને અમદાવાદ, બરોડ, જયપૂર, ગૂડગાઉ વગેરે શહેરોમાં ડોગ શો માટે લઈ જાય છે. ત્યા તે વિજેતા બનેલ છે. અને તેને શિલ્ડ પણ આપવામાં આવ્યા છે.
- ગ્રેટડેન
ગ્રેટડેન એ વિશાળકદના શ્ર્વાન હોય છે. તેની ઉંચાઈ ૩૦ ઈંચ, તેનું વજન ૫૪ કિગ્રા હોય છે તેની છાતી ઉંડી, શરીર ઉપરના વાળ ટુંકા અને ઘાટા હોય છે. જેથી સ્વચ્છ રાખવો પ્રમાણમાં સહેલો પડે છે. તેમાં પાંચ કલરનાં હોય છે. બ્રન્ડલ ફોન, બ્લુ, બ્લેક અને હાલીકયૂન, તે માથઉ મોટુ અને ઉંચુ રાખે છે. જે શકિતશાળી હોવાની છાપ ઉભી કરે છે. તે ખોરાક ઘણો ખાય છે.
એશિયાના મેસ્ટીફ બ્રીડ અને આઈરીશ વોલ્ફ હાઉન્ડનો વંશ જ માનવામા આવે છે. અબતકની ખાસ વાતચીત દરમિયાન મિતુલભાઈ સખીયાએ જણાવ્યું કે તેની પાસે ગ્રેટડેન બ્રિડનો શ્ર્વાન છે. જેનું નામ ‘શોન’ રાખેલ છે. તે કેનલ કલબમાં નોંધાયેલ શ્ર્વાન છે. શોન મલ્ટીપલ બેસ્ટ ઓફ બ્રિડનું ટાઈટલ ધરાવે છે. તેને સવારે અને સાંજે રોયલકેનન, પેડેગ્રી વગેરે જેવા ડોગફૂડ આપવામાં આવે છે. તેને સવારે અને સાંજે ફ્રી રનીંગ કરાવવામા આવે છે. તે ૭ મહિનાનું હતુ ત્યાંથી જ ટ્રેનિંગ આપવામાં આવી હતી. તે શોનને અલગ અલગ શહેરોમાં ડોગ શો માટે લઈ જાય છે. ત્યાં તે વિજેતા બનેલ છે.
‘અબતક’ સાથેની ખાસ વાતચીત દરમિયાન રીશીભાઈ ઠાકરએ જણાવ્યું કે તેમની પાસે બે ગ્રેટડેન બ્રિડના શ્ર્વાન છે. જેનું નામ બ્રુનો અને રોકી છે. તેની નાની દીકરી ખુશીને ડોગનો ખૂબજ શોખ હતો તેથી તેની ખુશી માટે તે ડોગને લાવ્યા હતા. તે ભૂનો અને રોકી માત્ર ૩૦ દિવસના હતા ત્યારે લઈ આવ્યા હતા. તેને રોજ ખોરાકમાં રોયલકેનન, રોટલી અને થેપલા બટર અથવા ઘી અને નોનવેજ પણ આપવામાં આવે છે. દરોજ સવારે અને સાંજે ચકકર મારવા લઈ જાય છે. તેને દર પંદર દિવસે સ્પા માટે લઈ જવામાં આવે છે. તેને સમયાંતરે ડોકટર પાસે ચેકઅપ માટે લઈ જાય છે. તેની દિક્રી ખુશી ભુનો અને રોકી સાથે ખૂબજ મસ્તી કરતી હોય છે. ભુનો અને રોકી આજે તેમના ઘના સદસ્ય બની ગયા છે.
- ડોબરમેન
ડોબરમેન એ જર્મન શ્ર્વાન છે. તેની ઉંચાઈ ૨૦.૫ ઈંચ તથા તેનું વજન ૩૩ થી ૩૭ કિગ્રા હોય છે.તે ખડતલ અને ઝડપી હલન ચલન કરતો શ્ર્વાન છે. કાળા સાથે ટેનકલર ચહેરા પગ અને પેટ પર જોવા મળે છે. તેના કાન ઉંચા હોય છે. તેની પૂછડી મોટે ભાગે કાપેલ હોય છે.ડોબરમેન એ રક્ષણ કર્તા શ્ર્વાનોની નસલમાં આવે છે. ડોબરમેન બ્રિડનો શ્ર્વાન લાંબી જિંદગી જીવતો શ્ર્વાન છે.
પાલતુ પ્રાણી પાળવાનો શોખ ધરાવનાર અબતકની ખાસ વાતચીત દરમિયાન વિરભાઈ ખારા એ જણાવ્યું કે તેને ડોગ ખૂબજ ગમેછે. તેની પાસે એક કરતા વધુ બ્રિડના શ્ર્વાન છે. તેની પાસે ડોબરમેન બ્રિડનું શ્ર્વાન છે. જેનું નામ ‘ઓસ્કાર’ છે.તે કેનલ કલબમાં નોંધાયેલ શ્ર્વાન છે. તેના ડોગની સંપૂર્ણ કાળજી રાખે છે. તેને તેના ડોગનો રમવાનો, આહારનો વ્યાયામનો, ચાલવા લઈ જવાનો વગેરે માટે ટાઈમટેબલ બનાવેલ છે.તેને ખોરાકમાં ડોગફૂડ, પનીર અને દહી આપવામાં આવે છે. તેરે ઓસ્કારને ટ્રેનીંગ માટે બરોડા મોકલેલો હતો.તે ઓસ્કારને ડોગ શોમાં લઈ જાય છે. ત્યાં તે વિજેતા બનેલ છે.અને તેને ધણા શિલ્ડ પણ મળેલ છે. તે તેના ડોગસને ખૂબજ પ્રેમ કરે છે.
- જર્મન શેફર્ડ
જર્મન શેફર્ડ શ્ર્વાન એ જર્મનીનું વતની છે. તેનું શરીર લાંબુ તેનું કદ મધ્યમ અને મોટુ હોય છે. તેની ઉંચાઈ ૨૨ થી ૨૬ ઈંચની હોય છે.તે ખૂબજ ચપળ ઝડપી હલન ચલન કરતો આકર્ષક માથુ અને ડોક સાથેનો મનોહર શ્ર્વાન છે. તે ડબલકોટના હોય છે. ઘણા દાયકાથી ચોકીદાર અને હડીંગ શ્ર્વાન તરીકે પસંદ કરવામાં આવે છે. જર્મન શેફર્ડને વ્યાયામ અને તાલીમની જ‚રીયાત હોય છે પોતાના સાથીદાર માટે મકકમતાથી અને ઉત્કષ્ટતાથી ચોકકસ સામનો કરે છે. અબતક સાથેની ખાસવાતચીત દરમિયાન જીજ્ઞેશભાઈએ જણાવ્યુંં કે તેને પાલતુ પ્રાણી પાળવાનો શોખ છે. તેની પાસે એક કરતા વધુ બ્રિડના શ્ર્વાન છે. તેની પાસે જર્મનશેફર્ડ બ્રિડનું શ્ર્વાન છે. તેનું નામ રોકી છે. કેનલ કલબમાં નોંધાયેલ શ્ર્વાન છે. તેને સવારે અને સાંજે ડોગ ફૂડ આપવામાં આવે છે. તેને અઠવાડિયામાં એકવાર નવડાવવામા આવે છે. બે મહિને એકવાર સ્પા માટે લઈ જવામાં આવે છે.તેને ટ્રેનર દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે. તે અલગ અલગ શહેરમાં થતા ડોગ શોમાં લઈ જાય છે. અને ત્યાં તે વિજેતા બનેલ છે. અને તેને શિલ્ડ પણ મળે છે.
અબતક સાથેની ખાસ વાતચીત દરમિયાન શ્ર્વાન તેમજ પક્ષી પાળનાર સંજયભાઈએ જણાવ્યું કે, તેની પાસે જર્મનશેફર્ડ બ્રિડનો શ્ર્વાન છે. જેનું નામ સોનું છે. તેને દરરોજ ખોરાકમાં છાશ, રોટલી, ભાત, રોટલા, રોયલકેનેન વગેરે આપે છે અને અઠવાડીયામાં ત્રણ વખત નોનવેજ આપે છે. તે દર રવિવારે નવડાવે છે. તે સવારે અને સાંજે તેને ચકકર મારવા લઈ જાય છે. સમયાંતરે તેને ડોકટર પાસે ચેકઅપ માટે લઈ જાય છે. તે તેના શ્ર્વાનની ખુબ જ સારસંભાળ રાખે છે.
- સાઈબેરિયન હસ્કી
હસ્કીને પહેલી વખત જોઈએ તો વરુ જેવું લાગે છે પરંતુ તે એક શ્ર્વાન છે. તે ઉતરપૂર્વિય સાઈબેરિયામાંથી આવેલ છે. તેનું કદ મધ્યમ હોય છે. તેનું વજન ૧૬ થી ૨૩ કિગ્રા અને ઉંચાઈ ૨૧ થી ૨૩.૫ ઈંચ હોય છે. ચુકસી લોકો દ્વારા બરફગાડી ખેંચવા અને શિકાર કરવાના ઉપયોગ માટે ઉછેદ કરવામાં આવતો. હોશિંયારી, શાંત અને બીજાને ખુશ કરવાની વૃતિને કારણે સોબતી તરીકે સ્થાન પામેલ છે. તે છૂટથી હરે-ફરે છે.
તેના ચહેરાની વિશિષ્ટતા બદામ આકારની આંખો છે. ત્રિકોણાકાર મધ્યમ કદના કાન કયારેક જ નમાવેલ રાખે છે. મોઢુ વરુ જેવું પરંતુ માયાળુ દેખાય છે. મનુષ્ય પ્રત્યે તેનો સ્વભાવ ખૂબ જ સહનશીલ હોય છે. અબતક સાથેની ખાસ વાતચીત દરમિયાન શ્ર્વાન પ્રેમી એવા ઉલ્કાબેન પરકીનભાઈ અને હીરકુમાર રાજાએ જણાવ્યું કે તેને શ્ર્વાન ખુબ જ ગમે છે. તેની પાસે હસ્કી બ્રીડની શ્ર્વાન છે. તેનું નામ હારલી છે.
હારલીને સવારે અને સાંજે ડોગ ફુડ આપવામાં આવે છે. તેને સવારે, બપોરે અને સાંજે ચકકર મારવા લઈ જાય છે. હસ્કીને ટ્રેનર ચિરાગભાઈ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. હસ્કી બ્રીડ બીજી બ્રીડ કરતા અલગ બિડનું શ્ર્વાન છે. જેથી બીજા બ્રીડની સરખામણીએ તેને ટ્રેઈનથતા વાર લાગે છે. હસ્કી બીડએ ખુબ જ શકિતશાળી બ્રિડ છે. તે બીજા શ્ર્વાનની જેમ ભસતી નથી પરંતુ હાઉલીંગ કરે છે. તેના ઘરના બધા સદસ્યોને હારલી ખુબ જ ગમે છે અને તેઓ તેની પ્રેમની સારસંભાળ રાખે છે.
- રોટવિલર
રોટવિલરએ જર્મન શ્ર્વાન છે. તેની ઉંચાઈ ૨૫ થી ૨૭ ઈંચ હોય છે. તેનું વજન ૩૫ થી ૪૫ કિગ્રા હોય છે. તેના કાન મધ્યમ કદના હોય છે. રોટવિલર હોશિયાર ડોગ છે પરંતુ નર અને માદા શ્ર્વાનની પ્રકૃતિમાં ઘણો તફાવત જોવા મળે છે. તે જો મનુષ્ય પર હુમલો કરે તો વધુ નુકસાન કરી શકે છે.તેના શરીરનો રંગ કાળો અને ભુરો હોય છે. તેને ગ્રુમીંગ કરવાથી તેના શરીરમાં ચમક આવે છે. તે ખોરાકને ચાહે છે અને ભરપુર ખાય છે.