આ નવો સ્માર્ટ ફોન હમણા જ લંડનમાં લોન્ચ કરવામાં આવ્યો છે.આ સ્માર્ટફોનનું નામ સીરીન સોલરીન  છે. આ ફોનને દુનિયાનો સૌથી મોંઘો સ્માર્ટ ફોન કહેવામાં આવ્યો છે.ઇન્ટરનેશનલ બજારમાં આ ફોનની ટેક્સ વગર કિંમત ૧૩,૭૦૫ US ડોલર છે. એટલે લગભગ ૧૦ લાખ ‚પિયા થાય છે.

– હવે બધા વાર્તાલાપ થશે સિક્યોર

આ સ્માર્ટફોનને બજારમાં લાવવા વાળી કંપનીનો દાવો છે. કે આ ફોન માર્ફતે કરેલી બધી વાર્તાલાપ ૨૫૬ બીટ ચીપ-ટુ-ચીપ એન્ફ્રિપ્ટેડ એટલે સિક્યોર ક્રિપ્ટોપ્રોસેસીંગથી ઓછી છે. સિક્યોર વાર્તાલાપ માટે આ ટ્રીકનો ઉપયોગ આર્મી ફોર્સ પણ કરે છે.

– ફોનમાં ખાસ સિક્યોરીટી સ્વીચ

આ નવા સ્માર્ટ ફોનની બેક સાઇડમાં એક ફીજીકલ સિક્યોરીટી સ્વીચ બટન આપવામાં આવ્યુ છે. આ બટનને ક્લિક કરતાની સાથે જ સુપર સાઇબર સિક્યોરીટી મોડ અનેબલ થઇ જશે. આ મોડ ખાસ એન્ડ્રપ્ટેડ કોલીંગ અને મેસેંજીગ માટે બનાવવામાં આવ્યો છે.

– સ્માર્ટ ફોનના ફીચર્સ

એન્ડ્રોઇડ ૫.૧ લોલીપોપ બેસ્ટ કસ્ટમ OSપર ચાલતા ફોનમાં કવોલ્કોમ સ્નેપડ્રેગન ૮૧૦ પ્રોસેસર લગાડવામાં આવ્યુ છે. આ સ્માર્ટ ફોનનો રીયર કેમેરા ૨૩.૮ મેગાપિક્સલ છે. જ્યારે ફ્રન્ટ કેમેરા ૮ મેગાપિક્સલ છે. અને આ ફોનમાં ૫.૫ ઇંચની 2Kરીજોલ્યુશન વાળી IPSસ્ક્રિન પણ છે. આ ફોનની બેટરી 4000 mahની છે અને સાથે આમા 4 GBરેમ અને 128 GBની ઇન્ટરનલ મેમરી પણ છે આ ફોનનો વજન લગભગ ૨૫૦ ગ્રામ છે.આ ફોનમાં ખાલી એક જ સીમ લગાવી શકાય છે. આમાં ૩ પાવરફુલ સ્પીકર લગાવામાં આવ્યા છે. અને પાવર બટનમાં ફીંગરપ્રિન્ટ સ્કેનર પણ લગાવામાં આવ્યુ છે.તો સીધી જ વાત છે કે સાઇબર સિક્યોરીટીની વાતમાં આ ફોનનો મુકાબલો કોઇ નહી કરી શકે.પણ આ ફોન ખરીદવાની હિમ્મત એજ કરશે જેનુ ખીસ્સુ આ ફોનની કીંમતનો વજન સહેલાઇથી ઉપાડી શકે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.