આજે દુનિયા સુરપ સોનિક જેટ અને બુલેટ ટ્રેનની તરફ આગળ વધી રહી છે. અને પાકિસ્તાનમાં લોકોને સામાન્ય સુવિધાઓ પણ મળતી નથી. અહીં ના લોકોને પાકિસ્તાન બન્યાના દશકાઓ બાદ પણ સડક, વિજળી, પાણી જેવી સુધિવાઓ વગર રહેવુ પડે છે.
પાકિસ્તાન દ્વારા ગેરકાનૂની રીતે મેળવવામાં આવેલા જમ્મુ કાશ્મીરના કેટલાક ભાગોમાં તો હાલત ઘણી ખરાબ છે. આ વિસ્તારમાં દુનિયાનો સૌથી ખતરનાક પુલ છે. આ પુલને પુલ કહેવુ પણ મજાક ઉડાવવ બરાબર છે. આ છે હુસૈની સસ્પેન્શન બ્રિજ. હુસૈની સસ્પેન્શન બ્રિજ નામનો આ પુલ અપર હુંજા વિસ્તારમાં બોરિત લેકની ઉ૫ર બનેલો છે. આ પુલ લોખંડના કેબલ્સની સાથે લાકડાના પાટિયા જોડીને બનાવાયો છે.
આ પુલ જરાબાદ અને હુસૈની ગામને જોડે છે ૧૯૬૦માં પાકિસ્તાનનાં તત્કાલિન રાષ્ટ્રપતિ અયૂબ ખાન જરાબાદમાં શિકાર રમવા આવ્યા હતા. ત્યારે તેઓએ અહીં સસ્પેંશન બ્રિજ બનાવવાનો આદેશ આપ્યો હતો. તેમના આદેશ બાદ પણ બ્રિજ ૧૯૬૭-૬૮ સુધી બની શક્યો નહી. આ બ્રિજ કોઇ ટેમ્પરરી પુલ જેવો લાગે છે. ૨૦૧૧માં ભૂસ્ખલન બાદ આ પુલ નષ્ટ થઇ ગયો. ત્યાર બાદ તેની પાસે એક આવો જ સસ્પેંશન પુલ બનાવવામાં આવ્યો હતો.
પહેલાના પુલ કરતા આ નવો પુલ વધારે ખતરનાક છે. તેમાં બે લાકડાની પટ્ટીની વચ્ચેનો ગેપ પણ વધારે છે. જોરદાર પવન આ પુલને હલાવી તળાવમાં પડવાનો ખતરો રહી છે. છતા પણ લોકો રજો આ પુલનો ઉપયોગ કરે છે. મહિલાઓ ભારે વજન લઇને પુલ પાર કરે છે. બાળકોને પણ સ્કૂલે આવાવ-જવા માટે દિવસમાં ૨ વાર આ પુલ પરથી પસાર થવુ પડે છે.