લદ્દાખ આખું વર્ષ દેશ સાથે જોડાયેલું રહેશે
સપ્ટેમ્બરના અંતમાં વડાપ્રધાન મોદીના હસ્તે ખુલ્લી મુકાશે
૧૦ હજાર ફૂટ ઉંચાઈએ આવેલી વિશ્વની સૌથી લાંબી મનાલી લેહ વચ્ચેની રોડ ટર્નલ તૈયાર થઈ ગઈ છે. લદ્દાખ માટે અતિ મહત્વની એવી આ ટર્નલનું સપ્ટેમ્બરના અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે તેમ જાણવા મળે છે.
૧૦ હજાર ફૂટની ઉંચાઈએ ૧૦ વર્ષમાં બનાવાયેલી આ ટર્નલથી લદ્દાખ આખુ વર્ષ ભારત સાથે જોડાયેલું રહેશે. આ ટર્નલથી મનાલીથી લેહ વચ્ચેનું અંતર ૪૬ કિ.મી. ઘટી જશે. હવે આટલું અંતર માત્ર ૧૦ મિનિટમાં જ કાપી શકાશે. વિશ્ર્વની આ સૌથી લાંબી રોડ ટર્નલ છે. રોહતાંગ પાસ સાતે જોડાયેલી આ ટર્નલ ૧૦૧૭૧ ફૂટની ઉંચાઈએ છે અને તેને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સ્મૃતિમાં અટલ રોહતાગ ટર્નલ નામ અપાયું છે.
૮.૮ કિ.મી. લાંબી અને ૧૦ મીટર પહોળી આ ટર્નલ મનાલીથી લેહ જવા માટેનું અંતર ૪૬ કિ.મી. ઘટી જશે. નાલીલેહ રોડ ઉપર અન્ય ચાર ટર્નલ બાંધવાની પણ દરખાસ્ત છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં વડાપ્રધાન મોદી આ ટર્નલનું ઉદ્ઘાટન કરે તેવી શકયતા છે.
આ ટર્નલ મનાલીને લેહ સાથે જોડવા સાતે હિમાચલપ્રદેશના લાહોલ સ્થિતિમાં વાહન વ્યવહાર પણ સરળ કરશે.
આ ટર્નલ કૃષ્લુ જિલ્લાના મનાલીથી લાહોલ સ્થિત જિલ્લાને પણ જોડશે. આ ટર્નલ સૌથી મોટા ફાયદા લદ્દાખમાં ફરજ બજાવતા સેનાના જવાનોને થશે. હવે શિયાળામાં પણ આ જવાનોને હથિયારો અને આવશ્યક ચીજવસ્તુઓને સરળતાથી પહોંચાડી શકાશે. ટર્નલમાં ૮૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી વાહન ચલાવી શકાશે.