ચૂંટણી જીતવા માટે પ્રચાર-પ્રસારની સાથે સોશ્યલ મીડિયાની પણ મહત્વની ભૂમિકા હોય છે. તમામ પાર્ટી ટ્વિટરમાં પોતાના ફોલોઅર વધારવા માટે સક્રિય રહેતી હોય છે. રાજકીય પાર્ટીઓ ડિજિટલ કેમ્પેન પણ ચલાવતી નજરે ચડતી હોય છે.
બીજેપી એ બાબતે વધુ સક્રિય છે. સત્તાધારી બીજેપીએ ટ્વિટરમાં ૧૧ મિલ્યન ફોલોઅર સાથે વિશ્વની તમામ રાજકીય પાર્ટીને પાછળ રાખી નવો રેકોર્ડ બનાવ્ચો છે. બીજેપીની હરીફ પાર્ટી કોંગ્રેસના ૪.૫ મિલ્યન ફોલોઅર છે.
અમેરિકાની વાત કરવામાં આવે તો અમેરિકાની રિપબ્લિકન પાર્ટીને ૧૬,૩૨૭ ફોલો કરે છે અને ડેમોક્રેટિક પાર્ટીને ૧૫,૮૮,૬૬૨ લોકો ફોલો કરે છે.બીજેપીને ફોલો કરવામાં યુવા વર્ગ વધુ છે અને વર્તમાન લોકસભા ચૂંટણીમાં લગભગ ૮૪ મિલ્યન લોકોએ પહેલી વખત મતદાન કર્યું અથવા કરવાના છે.