૧.૭૦ લાખ સ્કવેર ફૂટમાં પરાયેલા ભાજપ કાર્યાલયમાં કોમ્યુનિકેશન ટેકનોલોજી અને સોશિયલ મીડિયા ઓફિસ માટે ખાસ જગ્યા ફાળવાઈ
આઝાદી બાદ ભાજપ માટે ‘દુ:ખ ભરે દીન બીતે રે ભૈયા, અબ જનસંઘ આયો રે’ પંક્તિ સાગર જોવા મળી રહી છે. ત્યારે ભાજપની સફળતાની કલગીમાં વધુ એક પીછુ ઉમેરાઈ ગયું છે. ગઈકાલે વડાપ્રધાન મોદીના હસ્તે ૧.૭૦ લાખ સ્કવેર ફૂટમાં પરાયેલા ભાજપના હેડ કવાર્ટરનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. ભાજપનું આ હેડ કવાર્ટર વિશ્ર્વના સૌી મોટા પક્ષ કાર્યાલય તરીકે ઓળખાઈ રહ્યું છે.
હેડકવાર્ટરના ઉદ્ઘાટન પ્રસંગે વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોષી ઉપરાંત કેન્દ્રીય મંત્રી રાજનાસિંઘ, નીતિન ગડકરી અને સુષ્મા સ્વરાજ સહિતનાઓ ઉપસ્તિ રહ્યાં હતા. આ ઉપરાંત ભાજપ પ્રમુખ અમિત શાહની હાજરી પણ કાર્યક્રમમાં હતી. ૩ માળનું ભાજપનું વિશાળ હેડ કવાર્ટર વિશ્ર્વની કોઈપણ પક્ષની ઓફિસ કરતા મોટું છે. જેમાં કોમ્યુનિકેશન ટેકનોલોજી તા સોશ્યલ મીડિયા માટે ખાસ જગ્યાની ફાળવણી કરવામાં આવી છે.
આ તકે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, જનસંઘે આઝાદીકાળી દેશના હિત માટે કાર્ય કર્યું છે. આઝાદી બાદ દેશમાં મજબૂત પક્ષના વિકલ્પો હોવા જોઈએ. તેને ધ્યાનમાં રાખીને જનસંઘની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ દેશના હિત માટે કામ કરવામાં આવ્યું હતું. જેનો અમને ગર્વ છે. ભાજપ રાષ્ટ્ર પ્રેમના રંગે રંગાયેલુ છે. આઝાદી અમારા લોહીમાં છે. માટે અમે આગળ વધી રહ્યાં છીએ.આ તકે ભાજપ પ્રમુખ અમીત શાહે કહ્યું હતું કે, એક વર્ષના સમયમાં ભાજપની ઓફિસો દેશના દરેક જિલ્લામાં સ્પાઈ જશે. આ માટે મોટી ઓફિસનું રિસર્ચ કરવામાં આવ્યું હતું અને તે ૧.૭૦ લાખ સ્કવેર ફૂટમાં પારવામાં આવ્યું છે.