સાઉદી અરબ પાસે પૈસાની કોઈ કમી નથી. પોતાની અથાગ દોલતના કારણે હવે તે દુનિયાની સૌથી મોટી હોટલનાં નિર્માણમાં ખર્ચ કરવા જઈ રહ્યું છે. પરંતુ, પર્યાવરણ વિશેષજ્ઞોનું કહેવું છે કે આ હોટલ લોહીથી બનાવવામાં આવી રહી છે.
સાઉદી અરબનું નામ પણ વિશ્વના સૌથી ધનિક દેશોમાં લેવાય છે. અહીંના શેખોનું જીવન જોઈને કોઈને પણ ઈર્ષ્યા થવા લાગે છે. આ દેશમાં હાજર તેલના ભંડારમાંથી ઘણી કમાણી થાય છે. આ ઉપરાંત દેશની અર્થવ્યવસ્થા પણ પ્રવાસન પર આધારિત છે. આવી સ્થિતિમાં આ દેશ ઘણી એવી વસ્તુઓ બનાવે છે જે પ્રવાસીઓને આકર્ષે છે. હવે આ દેશ દુનિયાની સૌથી મોટી હોટલ બનાવવામાં વ્યસ્ત થઈ ગયું છે.
સાઉદી અરબના નેતાઓ હવે વિશ્વના સૌથી મોટા હોટેલ પ્રોજેક્ટમાં તેમના દેશના પુષ્કળ નાણાંનું રોકાણ કરવા જઈ રહ્યા છે. આ હોટલ એક એવા પહાડ પર બનાવવામાં આવશે જેનું હકીકતમાં કોઈ અસ્તિત્વ જ નથી. એટલે કે આ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે સૌથી પહેલા એક પહાડ બનાવવામાં આવશે. તે પછી, આ માનવ નિર્મિત પર્વતની ટોચ પર વિશ્વની સૌથી મોટી હોટેલ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળ ખર્ચવામાં આવેલી રકમની વાત કરશો તો તમારા પગ નીચેથી જમીન સરકી જશે.
જોવા મળશે અદ્ભૂત નજારો
પ્રોજેક્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ગલ્ફ ઑઉ અકાબામાં બનાવવામાં આવશે. આ જગ્યા પર ઈઝરાયેલ, ઈજિપ્ત અને જૉર્ડન સાથે મળે છે. આ હોટેલથી લોકોને રેડ સી સુંદર વ્યૂ મળશે. સાથે જ પહાડો પર ઘણાં પ્રકારના વ્યૂઝ જોવા મળશે. ત્યાં સુધી આવવા માટે સમુદ્રી રસ્તો અપનાવવો પડશે. સૌથી મોટી વાત એ છે કે આ હોટલને બનાવવા માટે પહેલા મજૂરો આર્ટિફિશિયલ પહાડ બનાવશે, જે આ પ્રોજેક્ટનું સૌથી મુશ્કેલ કામ છે. જે પ્રકારની તસવીરો આ પ્રોજક્ટની સામે આવી છે, તેને જોયા બાદ લોકો ફક્ત 2030ની રાહ જોઈ રહ્યા છે.
જોકે, ઘણાં પર્યાવરણ વિશેષજ્ઞો દ્વારા તેના નિર્માણનો વિરોધ પણ કરવામાં આવ્યો છે. તેમના અનુસાર, સાઉદી અરબ આ જગ્યા પર ટ્રાયબલ લોકોને જબરદસ્તી અહીંથી હટાવવાના છે. જો કોઈ તેનો વિરોધ કરશે, તો સીધું તેમને મોતના ઘાટ ઉતારી દેવામાં આવશે. એવામાં આ હોટલ લોહીથી જ બની શકશે.