૨૫૦ કંપનીની ૪૦૦ બ્રાન્ડસ, ૧ હજાર ડિઝાઈન પોર્ટફોલીયોનું પ્રદર્શન: ૬૫ દેશોના ૨૫૦૦થી વધુ ખરીદદારો સહિત ૧ લાખ લોકો પ્રદર્શન નિહાળશે: ૧૯મીએ સમાપન
ફિનિશ્ડ પ્રોડકટ્સનું વિશ્ર્વનું સૌથી વિશાળ સિરામિકસ પ્રદર્શન વાઈબ્રન્ટ સિરામિકસ એક્ષપો એન્ડ સમીટ-૨૦૧૭ આગામી ૧૬ થી ૧૯ નવેમ્બર સુધી યોજવા જઈ રહ્યું છે. જેની વિગત આપવા વાઈબ્રન્ટ સિરામિકસના પ્રમુખ નિલેશ જેતપરીયા અને સીઈઓ સંદિપ પટેલ અને સૌરાષ્ટ્ર ઓઈલ મીલ એસો.ના પ્રમુખ સમીર શાહે રાજકોટમાં પત્રકાર પરિષદને સંબોધી હતી.
સીરામિકસ ઉધોગની વાત આવે ત્યારે ચીન પછી ભારત દ્વિતીય સ્થાને આવે છે. જો ભારતીય સીરામિકસ ઉધોગ ગુજરાતના મોરબીથી સીરામિકસની આયાત કરવાનું શ‚ કરે તો ચીન જેવા આ ઉધોગમાં યાદીમાં ટોચે છે તેવા બધાં અન્ય રાષ્ટ્રને ભારત પાછળ મુકી શકે છે. વાઈબ્રન્ટ સીરામિકસ એકસ્પો એન્ડ સમિટ ૨૦૧૭ ગુજરાતના ગાંધીનગરમાં ટાઉનહોલ નજીક પ્રદર્શન કેન્દ્રમાં ૧૬-૧૯ નવેમ્બર, ૨૦૧૭ના યોજાશે જેનું ઉદઘાટન વડાપ્રધાન મોદીના હસ્તે કરાશે. આ પ્રદર્શન ૫૦,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં યોજાશે. જેમાં ૨૫૦થી વધુ પ્રદર્શનકારીઓ, ૪૦૦થી વધુ બ્રાન્ડસ અને આકાર તથા ડિઝાઈનમાં સેંકડોમાં સિરામિકસ એક છત હેઠળ આવશે.એકસપોના સમાપન સમારોહમાં સુરેશ પ્રભુ ઉપસ્થિત રહેશે.
નિલેશ જેતપરીયા-પ્રમુખ, વાઈબ્રન્ટ સિરામિકસ એકસ્પો એન્ડ સમિટ-૨૦૧૭, કે.જી.કુંડારીયા-પ્રમુખ, વાઈબ્રન્ટ સિરામિકસ એકસ્પો એન્ડ સમિટ-૨૦૧૭, સંદીપ પટેલ-સીઈઓ, વાઈબ્રન્ટ સિરામિકસ એકસ્પો એન્ડ સમિટ-૨૦૧૭, શિવલાલ બારસીયા-અધ્યક્ષ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને વી.પી.વૈષ્ણવ-સચિવ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ ઉપસ્થિત રહી મોરબી સીરામિકસ અંગે વિગતો આપી હતી.
વાઈબ્રન્ટ સીરામિકસ એકસ્પો એન્ડ સમીટ-૨૦૧૭ના પ્રેસિડેન્ટ નિલેશ જેતપરિયાએ જણાવ્યું હતું કે ભારત દુનિયામાં દ્વિતીય સૌથી વિશાળ ટાઈલ્સ બજાર છે. વૈશ્ર્વિક ટાઈલ્સ નિર્મિતી ૨૦૦૬-૨૦૧૩ના સમયગાળામાં ૬.૩ ટકાના વાર્ષિકીય દરે વૃદ્ધિ પામી છે ત્યારે ભારતમાં ટાઈલ્સનું ઉત્પાદન આ જ સમયગાળામાં ૧૨.૦ ટકા સાથે લગભગ બે ગણું વધયું છે. સિરામીક ટાઈલ્સ ભારતમાં કુલ ટાઈલ્સની માગણીના ૬૦ ટકા આસપાસ છે અને ૨૦૧૪-૨૦૧૯ના સમયગાળામાં તે ૮.૭ ટકા સીએજીઆરે વૃદ્ધિ પામવાની ધારણા છે.
તેમણે ઉમેર્યું હતું કે, મેક ઈન ઈન્ડિયા, સ્કિલ ઈન્ડિયા અને સ્વચ્છ ભારત અભિયાનના ભારત સરકારના મુખ્ય એજન્ડાની રેખામાં અમે દેશની આર્થિક વૃદ્ધિમાં યોગદાન આપવાની નાવીન્યતા લાવવા સતત પ્રયત્નશીલ છીએ અને રાજયોમાં વધુ રોજગારી નિર્માણ કરવા માગીએ છીએ. હાલમાં અમે મહેસુલમાં લગભગ ૪ અબજ ડોલરનું યોગદાન આપી રહ્યા છીએ અને કુશળ તથા અકુશળ ૧૦ લાખથી વધુ લોકોને રોજગારી આપી છે. વાઈબ્રન્ટ સીરામિકસ એકસ્પો એન્ડ સમિટ ૨૦૧૭ના સીઈઓ સંદીપ પટેલે જણાવ્યું હતું કે ટેકનોલોજી ટ્રાન્સફર, રોકાણ, સંયુકત સાહસો, બીટુબી તેમજ બીટુજી નેટવર્કિંગ તકો આ પરિષદમાં મુખ્ય ‚પરેખા રહેશે. જયારે પ્રદર્શનમાં આધુનિક ટેકનોલોજી, સેરામિક ટાઈલ્સ, સેનિટરી વેર અને બાથ ફિટિંગ્સ પ્રદર્શિત કરાશે. વાઈબ્રન્ટ સેરામિકસ એ આ ઉધોગમાં મુખ્ય ખેલાડીઓને એકત્ર કરવાના અને તેમની અંદર નવો જોશ ભરવાના લક્ષ્ય સાથેની પહેલ છે. અમે તેજસ્વી આંતરક્રિયા, ચેનલિંગ અને નેટવર્કિંગ માટે બધા પ્રકારના વેપાર સંશાધનોને એક મંચ પર લાવવા ઉત્સુક છીએ.
વાઈબ્રન્ટ સીરામિકસની પ્રથમ આવૃતિ ગયા વર્ષે યોજાઈ. તેમાં ૨૨ દેશમાંથી ૬૧૦થી વધુ વિદેશી મોવડીએ ભાગ લીધો હતો, જયારે આ વર્ષે ૬૫થી વધુ દેશોમાંથી ૨૫૦૦થી વધુ દરિયાપારના ખરીદદારો ઉમટી પડવાની અપેક્ષા છે. આ ઈવેન્ટમાં ચાર દિવસમાં એક લાખથી વધુ લોકો આવવાની ધારણા છે. ઈવેન્ટના અંત સુધી ક્ષેત્રમાં ‚ા.૫૦૦ કરોડનો મૂલ્યનો વેપાર ઉપજશે અને લગભગ ‚ા.૧૩૦૦ કરોડના ઓર્ડર મળવાની ધારણા છે. વાઈબ્રન્ટ સીરામિકસ ૨૦૧૭ માટે રોડ વૈશ્ર્વિક સ્તરે લગભગ ૬૫ દેશોમાં યોજાશે. જેમાં આયોજકો ખુદ ભારતનાં ૧૦૦ સ્માર્ટ શહેરોની મુલાકાતે જશે.
ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કમ્બોડિયા, ચીન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈન્ડોનેશિયા, ઈટાલી, જોર્ડન, કેન્ય, લાટવિયા, મડાગાસ્કર, મોરિશિયસ, મેયોટ, મેક્સિકો, નેપાળ, ઓમાન, ફિલિપિન્સ, પોલેન્ડ, કતાર, રશિયા, સાઉદી અરેબિયા, સેનેગલ, સાઉથ આફ્રિકા, સ્પેન, શ્રીલંકા, તાન્ઝાનિયા, યુગાંડા, યુનાઈટેડ આરબ અમીરાત, યુનાઈટેડ કિંગડમ, યુનાઈટેડ સ્ટેટ્સ, સર્બિયા વગેરે ખાતેથી મોવડીઓ આવશે. વાઈબ્રન્ટ સીરામિકસ કુશળ માનવ સંશાધન અને અત્યાધુનિક ટેકનોલોજીનું મહતમ સંયોજન પુરું પાડીને દુનિયાભરમાં કોર્પોરેટ અને વ્યાવસાયિક જગતમાં ભારત ફૂલેફાલે તે જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિચારને ધ્યાનમાં રાખીને યોજાય છે. વાઈબ્રન્ટ ૨૦૧૭ બીજી આવૃતિ ઉધોગપતિઓ, ડિલરો, ગ્રાહકો, નિષ્ણાંતો અને સીરામિકસ ઉધોગને લગતા બધા લોકો માટે વેપાર શકયતાઓ પર સંમેલન કરવા આંતરક્રિયા કરવા અને ચર્ચા કરવા માટે આદર્શ મંચ છે.
વધુમાં નિલેશ જેતપરીયાએ જણાવ્યું કે વોલ ટાઈલ્સ બનાવવામાં ચાઈના હજુ ભારતને આંબી શકયું નથી. જે ગૌરવ લેવા જેવી વાત છે. આવતા ૫ થી ૭ વર્ષમાં જ ભારત ચાઈનાને પાછળ રાખી દેશે અને વિશ્ર્વમાં પ્રથમ સ્થાને આવી જશે. વધુમાં વિશ્ર્વમાં થીમ ટાઈલ્સ ઉત્પાદન કરતી માત્ર ૧૦ જ ફેકટરી છે. માત્ર પ્લાન્ટની જ કિંમત ૧૦૦ થી ૨૦૦ કરોડ હોવાથી થીમ ટાઈલ્સ ઉત્પાદન કરતી ફેકટરીની સંખ્યા ઓછી છે. ગુજરાતને ગૌરવ લેવા જેવી બાબત એ છે કે મોરબીમાં આવી બે ફેકટરી છે અને આગામી ૬ મહિનામાં કુલ ૧૫ જેટલી ફેકટરીઓ મોરબીમાં હશે.