મિજોરમના સરછીક જિલ્લાના છુવાનથાર ગામના 76 વર્ષના ઝીયોનાએ રવિવાર હોસ્પિટલના બિછાને અંતિમ શ્ર્વાસ લીધા ત્યારે 200 બાળકો 39 પત્નીઓએ ઘરનો મોભી ગુમાવી દીધો હતો. છનાર વિસ્તારના સામાજીક આગેવાન તરીકે અને સૌથી મોટા કબીલાના મોભી ઝીયોનાનો જન્મ જુલાઈ 21 1944ના રોજ થયો હતો. તેણે 15 વર્ષની ઉંમરે 1959માં જથીયાગી સાથે પ્રથમ લગ્ન અને 1968માં બીજા લગ્ન કર્યા તેમજ 25માં વર્ષે 2004માં તેમણે અંતિમ પત્ની સાથે 39માં લગ્ન કર્યા હતા.
મિજોરમના ‘ઝીયોના’એ 15 વર્ષે પ્રથમ લગ્ન અને 24માં વર્ષે 39મી પત્ની સાથે ફેરા ફરી મોટા પરિવાર સર્જકની સિદ્ધી હાંસલ કરી
વિશ્વનું સૌથી મોટુ પરિવાર સર્જનાર ઝીયોના ચાર માળના બહુમાળી ભવનના 162 પરિવારના સભ્યો સાથે રહેતો હતો. તેના મૃત્યુને લઈ મિજોરમના મુખ્યમંત્રી ઝોરામથાંગાએ શોક વ્યકત કરી જણાવ્યું હતું કે, ઝીયોનાએ વિશાળ પરિવાર સર્જી વિશ્ર્વ પ્રસિધ્ધી અપાવી હતી. વિશ્ર્વના અનેક પ્રવાસીઓ આ મોટુ પરિવાર જોવા તેમના ગામ આવતા હતા. છન્નાપોલ પરગણાના ધાર્મિક આગેવાનના પરિવારમાં જન્મેલા ઝીયોનાએ પિતાની જગ્યા સંભાળી હતી. તેણે ખુનગુતુહાપોલ નામનો નવો સંપ્રદાય ઉભો કર્યો હતો. બ્રિટીશ સરકારે પણ તેની સામાજીક સેવા અને બાયબલના ઉંડાણપૂર્વકના અભ્યાસ અંગે નોંધ લીધી હતી. અત્યારે ઝીયોનાના પુત્ર 60 વર્ષીય નર્નપર્ણયા તેના પિતાની જગ્યાએ 2 પત્ની અને 13 બાળકો સાથે કુટુંબનું નેતૃત્વ કરી રહ્યો છે.