દુનિયાનો સૌથી મોટો હીરો એક્સપર્ટની આશા પ્રમાણે વેચાયો નથી. 163 કેરટના હીરાની કિંમત 317 કરોડ રૂપિયા સુધીની અંકાઈ ગઈ હતી ત્યાં માત્ર 214 કરોડ રૂપિયામાં લિલામ થઈ ગયો હતો. આ હીરાને આર્ટ ઓફ ગ્રિસોગોનો કહેવામાં આવે છે. ક્રિસ્ટી ઓટમ જ્વેલરી ઓક્શનમાં આને લિલામ કરવામાં આવ્યો. ક્રિસ્ટી ઈન્ટરનેશનલ જ્વેલ્સ ડિવિઝનના પ્રમુખ રાહુલ કડાકિયાએ કહ્યું કે ડી કલરના હીરાની રેકોર્ડ કિંમત 214 કરોડ છે. ડી હીરો સૌથી ઉચ્ચો ગ્રેડ છે. આનો અર્થ એ છે કે સ્ટોન એકદમ રંગહીન અને રેર છે. 2016માં અંગોલામાં મળેલા 404 કેરટના રફ રોકથી આ હીરાને તૈયાર કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.