વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતના ડગ હવે આર્થિક મહાસત્તા બનવા તરફ મકમપણે આગળ વધી રહ્યું છે પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલર અર્થતંત્ર પ્રાપ્ત કરવા માટે સમય અવધી કરતા પણ વધુ ઝડપથી આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધી રહેલા ભારતના,આર્થિક વિકાસ દર સાથે સાથે અર્થતંત્ર એ સ્થાનિક અને વૈશ્વિક સ્તરે વિશ્વાસ પ્રાપ્ત કરવામાં પણ સફળતા મેળવી લીધી છે.
શેર બજાર ને અર્થતંત્ર ની આરસી ગણવામાં આવે છે, ભારતીય મૂડી બજાર માં રોકાણ માટે આજે વૈશ્વિક રોકાણકારો આતુર બન્યા છે, સાથે સાથે ભારતીય અર્થતંત્રની તરલતા અને બેંકોના પારદર્શક વહીવટ ને લઇ મૂડી બજારની સાથે સાથે ભારતીય બેંકો માં પણ પ્રદેશમાં વસતા ભારતીયો પુષ્કળ પ્રમાણમાં નાણા મોકલી રહ્યા છે વિદેશમાં વસતા લોકોએ વિશ્વાસની મહોર લગાવી હોય તેમ ત્રણ જ મહિનામાં વિદેશમાં વસતા બિન નિવાસી ભારતીયોએ ભારતીય બેંકોમાં 29બિલિયન ડોલર જમા કરાવ્યા છે.
વિશ્વભરમાં વસતા બિન નિવાસીઓ ભારતીય એ ડિસેમ્બર ક્વોટરમાં 2. 38 લાખ કરોડ ભારતીય બેંકોમાં જમા કરાવ્યા છે વિશ્વમાં અત્યારે આર્થિક મંદી અને વિકાસદર સતત પણે ઘટવાની સમસ્યાનો અનેક દેશો સામનો કરી રહ્યા છે તેવા સમયમાં ભારત ને ઘર આંગણા ની આવક સમૃદ્ધિ અને સધરતાની સાથે સાથે વિદેશમાં વસતા ભારતીયોની હાથીના પગ જેવી આવકનો આધાર મળી રહ્યો છે પ્રથમ ત્રિમાસિક ગાળામાં તહેવારોની મોસમમાં વિદેશ કમાવવા ગયેલા ભારતીય ઉદાર હાથે વતનમાં પૈસા મોકલ્યા છે અમેરિકામાં વસતા ભારતીયોનું આ વર્ષ જાણે કે સારું ગયું હોય તેમ અમેરિકા થી મોટા પ્રમાણમાં પૈસા આવ્યા છે. ભારતીયોની કમાવવાની આવડતની સાથે સાથે ખર્ચ કાઢતા બચત કરવાની કુશળતા થી ભારતીયો વિશ્વમાં અનોખા તરી આવે છે વિદેશમાં કમાઈને વતનમાં નાણા મોકલનારાઓ ની સમૃદ્ધિ વિદેશી સાથે સ્થાનિક અર્થતંત્રને પણ સધ્ધર બનાવે છે વિદેશમાં વસતા ભારતીયોની 29 બિલિયન ડોલર ની બેંકોમાં જમા થયેલી પૂંજી અર્થતંત્રને વધુ સધ્ધર બનાવવાનું નિમિત બનશે વિશ્વના સૌથી મોટા લોકતંત્રને આર્થિક મહાસત્તા નું બિરુદ્ધ વહેલી તકે મળે તે હવે નિશ્ચિત બનતું જાય છે