બોલીવુડ સ્ટાર જેકીશ્રોફની વિશેષ ઉપસ્થિતિ:મોરબી સિરામિક એસોસિએશન અને ઓકટાગોન કોમ્યુનિકેશન આયોજિત વાઈબ્રન્ટ સમિટમાં વિશ્ર્વભરના મહેમાનોની હાજરી
આજથી ગાંધીનગરના આંગણે વિશ્વના સૌથી મોટા સિરામિક એક્સપોનો બોલીવુડ સ્ટાર જેકીશ્રોફની ઉપસ્થિતિમાં દબદબા ભેર પ્રારંભ થયો છે જેમાં દેશ-વિદેશના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી.મોરબી સીરામીક એસોસિએશન અને ઓકટાગોન કોમ્યુનિકેશન આયોજિત વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પો-૨૦૧૭ નો આજે સવારે ૧૧ કલાકે રંગારંગ કાર્યક્રમ સાથે બોલીવુડ સ્ટાર જેકીશ્રોફની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ઉદ્ઘઘાટન સમારોહ યોજાયો હતો.ફિનિશ સીરામીક પ્રોડક્ટ માટેના આ વિશ્વનો સૌથી મોટો એક્સ્પો ગાંધીનગર ખાતે ચાર દિવસ સુધી ચાલશે જેમાં વિશ્વભરમાંથી સીરામીક ઉદ્યોગ સાથે જોડાયેલા સંગઠનો અને વ્યક્તિગત મુલાકાતીઓ આવનાર છે,આજે એક્સપોર્ન પ્રારંભે દેશ-વિદેશમાંથી અનેક મહેમાનોની ભરચકક હાજરી જોવા મળી હતી.ઉલ્લેખનીય છે કે વાઈબ્રન્ટ સીરામીક એક્સપોને સફળ બનાવવા મોરબી સિરામિક એસોસિએશન અને ઑકટાગોન કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા છ માસ કરતા વધુ સમયથી દેશ-દુનિયાના તમામ દેશોનો પ્રવાસ કરી વ્યક્તિગત રીતે આમંત્રણ પહોચાડવામાં આવ્યા હતા જેની ફલશ્રુતિ રૂપે અત્યારથી જ ગાંધીનગર,અમદાવાદ,કડી સહિતના શહેરોની તમામ હોટલો બુક થઈ ગઈ છે અને ગાંધીનગરમાં અનેરો માહોલ જામ્યો છે.
મીરબીના સિરામિક ઉદ્યોગની પ્રોડક્ટ વિશ્વ ફલક ઉપર મુકવા યોજાયેલ આ સમિટ સ્થળે આબેહૂબ મોરબીનો માહોલ પણ ઉભો કરવામાં આવ્યો છે.
લોકોની પસંદગીની ટાઇલ્સની ઉત્પાદન કરતી રેન્જ સિરામિક
રેન્જ સિરામીકના ડીરેકટર અશોકભાઇ પટેલે કહ્યું હતું કે તેઓની કંપની અત્યારનાં વોલ ટાઇલ ની દુનિયામાં સૌથી આગવું સ્થાન ધરાવે છે. તેઓ બાથ‚મની વોલ ટાઇલ્સથી લઇને અલગ અલગ પ્રકારની વોલ ટાઇલની ડિઝાઇન બનાવે છે. લોકોનાં ટેસ્ટ ને વધુ મહત્વ આપે છે. અત્યારનાં તેઓ ભારતમાં સેલીંગ કરે છે.
અને ભવિષ્યમાં ગલ્ફ કંટરી અને અનેક દેશોમાં જેવા કે શ્રીલંકા, દુબઇ સહીતમાં ટાઇલ્સ પહોચવા, માંગે છે. તેઓની હાલમાં ભાગીદારી પેઢીમાં સ્ટારકો સીરામીક અને સીમલોન સીરામીક બન્ને કંપનીઓ છે. અને સ્ટારકો સીરામીકની વાત કરીએ તો ૧૦૦ એમ.એમ. + ૨૦૦ એમ.એમ.ની તેઓ નાની વોલ ટાઇલ બનાવે છે. જેમાં અલગ અલગ કલર અને અલગ અલગ ડીઝાઇન થી સજજ છે. વોલ ટાઇલ અને સાથો સાથે મજબૂતીમાં પણ સારી છે.
રોબોટીક ટેકનોલોજીથી ટાઈલ્સનું નિર્માણ કરતી સેઝ વિટ્રીફાઈડ
સેઝ વિટ્રીફાઈડના ડીરેકટર પાર્થભાઈએ જણાવ્યું હતું કે સેઝ વિટ્રીફાઈડ અલગ અલગ પ્રકારની ટાઈલ્સ બનાવે છે અને તેઓ લોકોને તેમની પસંદ પ્રમાણે અને તેમની માંગ પ્રમાણે ટાઈલ્સમાં ડીઝાઈનીંગ કરી આપે છે અને ટાઈલ્સમાં તેઓનું મોરબી સિરામીકમાં ખૂબ જ મોટુ નામ છે.
અને ઈન્ડિયામાં તમામ જગ્યાએ સપ્લાય કરવામાં આવે છે અને માંગ પણ ખૂબ જ છે. તેઓ આધુનિક એટલે રોબોટીક ટેકનોલોજીથી ટાઈલ્સનું નિર્માણ કરે છે અને તેમનું માર્કેટ દુંબઈમાં વિકસિત કર્યું છે.
નાની ટાઇલ્સના ઉત્પાદનમાં માહિર સિમ્પ્લોન સિરામિક
સીમપ્લોન સીરામીકના ડીરેકટર જીગ્નેશ સવાણીએ હતું કે, તેઓ આધુનિક ડીઝાઇન અને સીરામીક વાળા વોલ ટાઇલ બનાવે છે અને ખાસ કરીને નાના કદની ટાઇલ્સનું નિર્માણ કરે છે. અને આ ટાઇલ્સ અત્યારમાં સૌથી શ્રીલંકા દેશમાં વેચાણ વધુ થાય છે. તેઓ આ પ્રકારની ટાઇલ્ઇનું સૌથી વધુ ઉપયોગ કરતા હોઇ છે.
એકસ્પોથી વિદેશમાં સંબંધો ગાઢ થશે: હાર્દિક ઠક્કર
જનરાઈઝ વીટ્રીફાઈડના હાર્દિક ઠાક્કરએ જણાવ્યું હતું કે, અમે ૧૧ દેશોમાં ઈમ્પોર્ટ-એકસ્પોર્ટ કરીએ છીએ. અમારો મુડ હેતુ છે કે અમે મહત્તમ દેશોને કવર કરી શકીએ. આ એકસ્પોના કારણે અનેક સંબંધો વિકસીત થશે.
માર્કેટીંગના હેતુથી એકસ્પોમાં ભાગ લીધો: કલ્પેશ પટેલ
નિલશન વીટ્રીફાઈડ ટાઈલ્સના કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, અમારી વીટ્રીફાઈડ ટાઈલ્સ ખુબ સારી ગુણવત્તાવાળી છે. વધુને વધુ દેશોમાં અમા‚ માર્કેટીંગ થાય તે હેતુથી એકસ્પોમાં ભાગ લીધો છે.
વેપાર માટે આ એકસ્પો ખુબ મોટું પ્લેટફોર્મ: ગૌરાંગભાઈ
સેન્ટોસા ગ્રેનીટોના ગૌરાંગ રંગપરીયાએ જણાવ્યું હતું કે, આ એકસ્પોના કારણે અમારી કંપનીને ખુબજ સારો પ્રતિસાદ મળી ર્હયો છે. આ એક એવું પ્લેટફોર્મ છે જયાં દેશ-વિદેશના અનેક લોકો સાથે પરિચય થતો હોય છે જેના ઘણા લાભ થાય છે.
સ્પેન કરતા આગળ નિકળવાનો હેતુ: નીતિનભાઈ
ફાયમેકસ સિરામિક પ્રા.લી.ના કલ્પેશભાઈ અને નિતીનભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમે આ પ્રકારના એક્ઝિબીશનમાં બીજી વખત ભાગ લઈ રહ્યાં છીએ. એક જ છત હેઠળ આટલા બધા ડેલીગેટ્સ એકઠા થવાથી ગાઢ સંબંધો વિકસીત થાય છે. અમારો મુળ હેતુ ઈટાલી અને સ્પેન કરતા સારી ગુણવત્તાવાળી ટાઈલ્સ લોકોને આપવાનો છે.
લોકોનો પ્રતિસાદ ખૂબ જ સારો: અભિષેક કુમાર
અંબાણી વિકટ્રીફાઈડ ટાઈલ્સ પ્રા.લી.ના અભિષેકકુમારએ જણાવ્યું હતું કે, સિરામીક ટાઈલ્સ, સેનેટરી વેર, પીવીસી પાઈપ, વોલ કલોક એન્ડ ઈમ્પોર્ટ અને એકસપોર્ટ કરીએ છીએ અને આ એકસ્પોથી લોકોનો સારો પ્રતિસાદ મળે છે અને ભવિષ્યમાં સારામાં સારી ગુણવતા આપી શકે તેવો પ્લાન છે.
૮૪ દેશોમાંથી ડેલીગેટસ એકસ્પોમાં ભાગ લેશે: નિલેશ જેતપરીયા
નિલેશભાઈ જેતપરીયાએ જણાવયું હતું કે, આ ખૂબ જ સારું એકઝીબીશનનું આયોજન થયું છે. જેનો શ્રેય મોરબી સિરામીક એસોસીએશનના શીરે જાય છે. ૮૪ દેશોમાં ડેલીગેટશનો એકસ્પોમાં આવ્યા છે અને ભાગ લેશે અને એ ઉપરાંત ઘણી મોટી કંપનીઓએ ભાગ લીધો છે અને આ એકસ્પોનું ઉદઘાટન જેકી શ્રોફ દ્વારા કરવામાં આવ્યું હતું. એસોસીએશનના સાથીદારોનો આયોજનમાં ખૂબ જ સારો ફાળો રહ્યો છે.
વિશાળ કંપનીઓ એકસ્પોમાં જોડાઈ: કે.જી.કુંડારીયા
કે.જી.કુંડારીયા (પ્રેસીડેન્ટ)એ જણાવ્યું હતું કે, કંપનીઓ એકસ્પોમાં જોડાયેલી છે અને એક છત નીચે આટલુ મોટું આયોજન ખુબ સરળતાપૂર્વક થઈ રહ્યું છે. આ એકસ્પોમાં ખૂબ સફળ રહ્યું છે અને હજુ વધુ ડેલીગેટસ આવવાની સંભાવના જણાય રહી છે.
સુંદર આયોજનનો શ્રેય સિરામીક એસોસિએશનને: નરેન્દ્ર સંઘાટ
નરેન્દ્ર સંઘાટએ જણાવ્યું હતું કે, આ ખૂબ જ મોટાપાયાનું એકઝીબીશન છે. આનો શ્રેય મોરબી સિરામીક એસોસીએશનને જાય છે જેને આ સફળ આયોજન હાથ ધર્યું છે.