ચીનની સદોન્ગ શહેરમાં એક અલગ જ ડિઝાઈનનો ઝૂલો બનાવામાં આવ્યો છે આ ઝૂલો વિશ્વનો પહેલો ઝૂલો છે જેમાં મધ્યમાં કોઈ આધાર નથી ફક્ત ગ્રીડનો ઉપયોગ કરી ઝૂલો તૈયાર કરવાંમાં આવ્યો છે.સામાન્ય રીતે આવા ઝૂલામાં સ્પોટ માટે આધાર આપવા માં આવે છે.
આ ઝૂલાની લંબાઈ ૧,૭૭૧ ફુટ લાંબી બૈલંગ નદી પર તૈયાર કરવામાં આવ્યો છે.આ ઝૂલાનું નામ “બાયલંગ રીવર બ્રિજ ફેરિસ વ્હીલ” છે. ઝૂલામાં ૩૬ કાર્ટ આવેલાં છે જેમાં ટીવી અને વાઈફાઈની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. દરેક કાર્ટમાં ૧૦ વ્યક્તિ બેસી શકે છે.આ ઝૂલાને એક ચક્કર કાપતાં ૨૮ મિનીટ લાગશે જેનાથી આ કાર્ટમાંથી દેખાતા નજરિયાના ફોટા પાડી શકે.આ ઝૂલો બનાવામાં ૪,૬૦૦ ટન સ્ટીલનો ઉપયોગ થયો છે. આ ઝૂલાની ઉચાઈ ૪૭૫ ફુટ છે.